Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Grishma Murder Case : ચકચારી ગ્રીષ્મા હત્યાકાંડ પર બનશે ડોક્યુમેન્ટરી, 4 દિવસ સુધી ચાલશે શૂટિંગ

સુરતની (Surat) ચકચારી ગ્રીષ્મા હત્યાકાંડને (Grishma murder case) લઈ માહિતી સામે આવી છે. ગૃહવિભાગના આદેશ પછી ગ્રીષ્મા હત્યા કેસની ડોક્યુમેન્ટરી બનાવવામાં આવશે. માહિતી મુજબ, ડોક્યુમેન્ટરી માટે ચાર દિવસ સુધી હત્યાના ઘટના સ્થળે શૂટિંગ કરાશે. જણાવી દઈએ કે, સુરતના પાસોદરામાં 21...
grishma murder case   ચકચારી ગ્રીષ્મા હત્યાકાંડ પર બનશે ડોક્યુમેન્ટરી  4 દિવસ સુધી ચાલશે શૂટિંગ

સુરતની (Surat) ચકચારી ગ્રીષ્મા હત્યાકાંડને (Grishma murder case) લઈ માહિતી સામે આવી છે. ગૃહવિભાગના આદેશ પછી ગ્રીષ્મા હત્યા કેસની ડોક્યુમેન્ટરી બનાવવામાં આવશે. માહિતી મુજબ, ડોક્યુમેન્ટરી માટે ચાર દિવસ સુધી હત્યાના ઘટના સ્થળે શૂટિંગ કરાશે. જણાવી દઈએ કે, સુરતના પાસોદરામાં 21 વર્ષીય ગ્રીષ્મા વેકરિયાની આરોપી ફેનિલ ગોયાણી (Fenil Goyani) દ્વારા જાહેરમાં ગળું કાપી હત્યા કરવામાં આવી હતી.

Advertisement

સુરતના (Surat) પાસોદરામાં 12 ફેબ્રુઆરી, 2022 ના રોજ એક હચમચાવે એવી ઘટના બની હતી. એકતરફી પ્રેમમાં પાગલ આરોપી ફેનિલ ગોયાણીએ (Fenil Goyani) 21 વર્ષીય ગ્રીષ્મા વેકરિયાની (Grishama Vekaria) જાહેરમાં ગળું કાપીને નિર્મમ હત્યા કરી હતી. આ ઘટનાનો વીડિયો પણ વાયરલ થયો હતો. આ ઘટના બાદ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પણ આ કેસમાં ત્વરિત અને કડક કાર્યવાહી કરવાના પોલીસને આદેશ આપ્યા હતા. આ હત્યાકાંડમાં (Grishma murder case) પોલીસે પણ ઝડપી કાર્યવાહી કરીને આરોપી ફેનિલની ધરપકડ કરી 2500 પાનાંની ચાર્જશીટ દાખલ કરી હતી.

Advertisement

ડોક્યમેન્ટરીમાં ઘટના, કેસ ટ્રાયલ દર્શાવાય તેવી શક્યતા

આ કેસમાં કોર્ટે ઘટનાના માત્ર 73 દિવસમાં જ તમામ પુરાવા અને સાક્ષીઓના આધારે આરોપી ફેનિલ ગોયાણીને દોષી જાહેર કર્યો હતો અને ફાંસીની સજા ફટકારી હતી. જો કે, ગ્રીષ્માની હત્યા કર્યાં પછી ફેનિલે પણ ઝેરી દવા પી આપઘાત કરવાનું નાટક કર્યું હતું. જણાવી દઈએ કે, સુરતના ગ્રીષ્મા હત્યાકાંડની (Grishma murder case) હવે ડોક્યુમેન્ટરી બનવા જઈ રહી છે. ગૃહવિભાગના (Home Department) આદેશ બાદ આ ડોક્યુમેન્ટરી બનાવાઈ રહી છે. આ માટે ચાર દિવસ સુધી હત્યાના ઘટના સ્થળે શૂટિંગ કરાશે. જ્યારે ડિરેક્ટરો પોલીસ સ્ટાફની મદદથી સ્થળ વિઝિટ પણ કરી છે. આ ડોક્યુમેન્ટરીમાં ઘટના, કેસની ટ્રાયલ દર્શાવાય તેવી શક્યતા છે.

Advertisement

આ પણ વાંચો - Winter : ઠંડી વધતા લોકો ઠુંઠવાયા, આ જિલ્લામાં સૌથી વધુ ઠંડી, જાણો હવામાન વિભાગની આગાહી વિશે

Tags :
Advertisement

.