Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં દિવાળીના તહેવારને લઈને તમામ જણસીની આવક રહેશે બંધ

અહેવાલ -વિશ્વાસ ભોજાણી -ગોંડલ    સૌરાષ્ટ્ર અને ગુજરાતનું નંબર વન ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં વિવિધ જણસી ની આવક થી ઉભરાતું હોય છે. ત્યારે આગામી દિવસોમાં આવતા દિવાળી ના તહેવારો ને લઈને ગોંડલ માર્કેટયાર્ડ અલગ અલગ રજા ના દિવસે માર્કેટિંગ યાર્ડ...
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં દિવાળીના તહેવારને લઈને તમામ જણસીની આવક રહેશે બંધ

અહેવાલ -વિશ્વાસ ભોજાણી -ગોંડલ 

Advertisement

સૌરાષ્ટ્ર અને ગુજરાતનું નંબર વન ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં વિવિધ જણસી ની આવક થી ઉભરાતું હોય છે. ત્યારે આગામી દિવસોમાં આવતા દિવાળી ના તહેવારો ને લઈને ગોંડલ માર્કેટયાર્ડ અલગ અલગ રજા ના દિવસે માર્કેટિંગ યાર્ડ બંધ રહેશે. ગોંડલ માર્કેટયાર્ડ ના સત્તાધીશો તેમજ કમિશન એજન્ટ એસોસિએશન તરફથી નક્કી કરવામાં આવેલ કે આગામી દિવાળી તહેવાર દરમિયાન આવતા વાર તહેવાર, અને જાહેર રજાઓ કારણે જણસી ની આવક હરરાજી અને યાર્ડ નું કામ કાજ બંધ રહેશે યાર્ડ માં આવતા ખેડૂતો વેપારીઓ, જનરલ કમિશન એજન્ટો, તોલાટ, મજૂરો, વાહનમાલિકો સહિત ના એ રજા ના દિવસે કામ કાજ બંધ રાખવામાં આવશે.

Advertisement

Image preview

તાજેતરમાં જ સમગ્ર રાજ્યની માર્કેટીંગ યાર્ડની આવકમાં ગોંડલ માર્કેટિંગ યાર્ડ નો પ્રથમ નંબર આવવા પામ્યો છે. ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો મગફળી, ધાણા, મરચા, ડુંગળી, લસણ સહિત ની 55 થી પણ વધુ જણસીઓ લઈને આ માર્કેટયાર્ડ માં વેચવા આવી રહ્યા છે. ત્યારે દિવાળી ના તહેવાર ને લઈને શુક્રવાર ને ધનતેરસ ના દિવસે છેલ્લી જણસીની આવક અને હરરાજી થયા બાદ શનિવાર ને કાળી ચૌદશ થી તમામ જણસી ની આવક યાર્ડના સત્તાધીશો દ્વારા બીજી કોઈ જાહેરાત ના થાય ત્યાં સુધી બંધ રહેશે.

Advertisement

Image preview

લાભપાંચમ ના દિવસે તમામ જણસીનું મુહૂર્ત કરવામાં આવશે

માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયા એ જણાવ્યું હતું કે આગામી દિવાળી ના તહેવારો આવતા હોય જેને પગલે સાત દિવસ એટલે કે તારીખ 11 નવેમ્બર થી 17 નવેમ્બર સુધી દિવાળી વેકેશન રહેશે. માર્કેટિંગ યાર્ડમાં તમામ જણસી ની આવક સદંતર બંધ રાખવામાં આવશે અને તારીખ 18 નવેમ્બર ને લાભ પાંચમ ના દિવસે સારા મુહૂર્તમાં રાબેતા મુજબ તમામ જણસીઓની આવક તેમજ વિવિધ જણસીઓની હરરાજી શરૂ કરવામાં આવશે.

Image preview

દિવાળી ના તહેવાર દરમિયાન આ દિવસે ગોંડલ માર્કેટયાર્ડ માં હરરાજી અને યાર્ડ બંધ રહેશે.

  • તા.11/11/2023 શનિવાર ને કાળી ચૌદશ થી સવાર થી તમામ જણસી ની આવક બંધ રહેશે.
  • તા. 12/11/2023 - રવિવાર દિવાળી હરરાજી અને જણસી ની આવક અને યાર્ડનું કામકાજ બંધ રહેશે.
  • તા. 13/11/2023 - સોમવાર ( ધોકો ) ના દિવસે હરરાજી અને જણસી ની આવક અને યાર્ડનું કામકાજ બંધ રહેશે.
  • તા. 14/11/2023 - મંગળવાર બેસતું વર્ષ ના દિવસે જણસી ની આવક, હરરાજી અને યાર્ડ નું કામકાજ બંધ રહેશે.
  • તા. 15/11/2023 - બુધવાર ભાઈબીજ ના દિવસે જણસી ની આવક, હરરાજી અને યાર્ડ નું કામકાજ બંધ રહેશે.
  • તા. 16/11/2023 - ગુરુવાર સુદ - ત્રીજ ના દિવસે હરરાજી અને યાર્ડ નું કામકાજ બંધ રહેશે.
  • તા. 17/11/2023 - શુક્રવાર સુદ - ચોથ ના દિવસે હરરાજી અને યાર્ડનું કામકાજ બંધ રહેશે.

આ  પણ  વાંચો -RSS : ભારત હંમેશા હિન્દુ રાષ્ટ્ર રહેશે. રાષ્ટ્રની અસ્મિતાને જાગૃત કરવાની જરુર

Tags :
Advertisement

.