Gondal : 125 વર્ષ જૂના બ્રિજના સમારકામ મામલે HC એ નગરપાલિકા અને સરકારની ઝાટકણી કાઢી
ગોંડલ (Gondal) શહેરના 100 વર્ષ અને 125 વર્ષ જૂના બ્રિજના સમારકામ મામલે ગુજરાત હાઈકોર્ટે ભારે નારાજગી વ્યક્ત કરી હતી. હાઈકોર્ટે નગરપાલિકા અને સરકારની ધીમી કામગીરી સામે સવાલ ઉઠાવ્યાં હતાં અને કહ્યું હતું કે, દરરોજ હજારો લોકો આ બ્રિજ પરથી પસાર થાય છે. અમે લોકોના જીવ સાથે ચેડાં નહીં ચલાવી લઈએ. હાઈકોર્ટે (Gujarat High Court) તંત્રની આકરી ઝાટકણી કાઢતા કહ્યું હતું કે, સંબધિત કેસમાં માત્ર સમય પસાર કરવાની વૃત્તિ હોય તેવું જણાઈ રહ્યું છે.
ગોંડલ (Gondal) શહેરના 100 વર્ષ અને 125 વર્ષ જૂના બ્રિજના રિપેરિંગ મામલે ગુજરાત હાઈકોર્ટે (Gujarat High Court) નગરપાલિકા અને સરકારની ધીમી કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો. સાથે જ કોર્ટે તંત્રને પૂછ્યું કે, હાલની સ્થિતિ શું છે ? તે જણાવો. કોર્ટે આકરી ટિપ્પણી કરતા કહ્યું કે, દરરોજ હજારો લોકો આ બ્રિજ પરથી પસાર થાય છે. અમે લોકોના જીવ સાથે ચેડાં નહીં ચલાવી લઈએ. કોર્ટે કહ્યું કે, હેરિટેજ મામલે શા માટે હજુ સુધી આર્કિઓલોજિકલ વિભાગનો (Archaeological Department) સંપર્ક કરવામાં નથી આવ્યો ? આ એવો પ્રશ્ન નથી જેના માટે વર્ષો સુધી પ્રતીક્ષા કરવી પડે. કોર્ટે કહ્યું કે, હવે બહુ થયું અમને ચોક્કસ સમય જોઈએ છે.
'સંબધિત કેસમાં માત્ર સમય પસાર કરવાની વૃત્તિ'
માહિતી મુજબ, શહેરી વિભાગે યુથ એન્ડ સ્પોર્ટ્સ ઓથોરિટીને ( Youth and Sports Authority) લખેલા પત્રના અંગે પણ હાઇકોર્ટે સવાલ ઉઠાવ્યા હતા. કોર્ટે કહ્યું હતું કે, જ્યારે નગરપાલિકા, શહેરી વિકાસ વિભાગના કર્યો હોય એમાં યુથ એન્ડ કલ્ચર વિભાગ શું કામ કરશે? કોર્ટે કહ્યું કે, સંબધિત કેસમાં માત્ર સમય પસાર કરવાની વૃત્તિ હોય તેવું જણાઈ રહ્યું છે. આ એવો પ્રશ્ન નથી કે જેના માટે વર્ષો સુધી પ્રતીક્ષા કરવી પડે. આ મામલે વકીલ રથિન રાવલે જણાવ્યું હતું કે, આજે ગોંડલ બ્રિજ મામલે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી, જેમાં કોર્ટે પૂછ્યું હતું કે, આ કામની ચોક્કસ ટાઇમલાઈન શું છે. કારણ કે અત્યાર સુધી બ્રિજનું રિપેરિંગ કામ શરૂ થયું હોય તેવું જણાતું નથી. કોર્ટે રિપેરિંગ કામ ક્યારે શરૂ થશે અને ક્યારે પૂરું થશે ? તેની વિગતો પણ માગી છે.
આ પણ વાંચો - Rajkot : કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ, મુસ્લિમ બિરાદરોએ ‘આસ્થા’ સ્પેશિયલ ટ્રેનનું પ્રસ્થાન કરાવ્યું