Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gandhinagar : મહુડી ઘંટાકર્ણ મહાવીર મંદિરમાંથી કરોડોનું સોનું ગાયબ! HC પહોંચ્યો મામલો

ગાંધીનગર (Gandhinagar) જિલ્લાના મહુડી ગામના જૈન દેરાસરમાં (Jain Derasar) ઘંટાકર્ણ મહાવીર મંદિરનો વિવાદ હાઇકોર્ટમાં પહોંચ્યો છે. માહિતી મુજબ, હાઇકોર્ટમાં (High Court) અરજદાર દ્વારા જાહેરહિતની અરજી કરાઈ છે. મંદિરમાંથી કરોડોનું સોનું ગાયબ થયું હોવાની ફરિયાદ કોર્ટમાં કરાઈ છે. સાથે જ આ...
gandhinagar   મહુડી ઘંટાકર્ણ મહાવીર મંદિરમાંથી કરોડોનું સોનું ગાયબ  hc પહોંચ્યો મામલો

ગાંધીનગર (Gandhinagar) જિલ્લાના મહુડી ગામના જૈન દેરાસરમાં (Jain Derasar) ઘંટાકર્ણ મહાવીર મંદિરનો વિવાદ હાઇકોર્ટમાં પહોંચ્યો છે. માહિતી મુજબ, હાઇકોર્ટમાં (High Court) અરજદાર દ્વારા જાહેરહિતની અરજી કરાઈ છે. મંદિરમાંથી કરોડોનું સોનું ગાયબ થયું હોવાની ફરિયાદ કોર્ટમાં કરાઈ છે. સાથે જ આ મુદ્દે રાજ્ય સરકાર દ્વારા કમિટીની રચના કરાય તેવી માગ કરાઈ છે. આ મામલે વધુ સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરાશે.

Advertisement

મંદિરમાંથી કરોડો રૂપિયાનું સોનું ગાયબ થયું હોવાની ફરિયાદ

ગાંધીનગર (Gandhinagar) જિલ્લાના મહુડી (Mahudi) ગામનું ઘંટાકર્ણ મહાવીર મંદિર ભારતના લોકપ્રિય જૈન તીર્થ સ્થળોમાંનું એક છે. અહીં, દૈનિક ધોરણે મોટી સંખ્યામાં ભક્તો ભગવાન મહાવીરના દર્શન કરી આશીર્વાદ મેળવવા આવતા હોય છે. ત્યારે મહુડી ઘંટાકર્ણ મહાવીર મંદિરમાંથી કરોડો રૂપિયાનું સોનું ગાયબ થયું હોવાની ફરિયાદ સાથે એક અરજદારે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યાં છે. અરજદારે હાઈકોર્ટમાં (High Court) જાહેરહિતની અરજી કરીને જણાવ્યું કે, વર્ષ 2014 થી 2024 સુધીના મંદિરના હિસાબ મળ્યા નથી.

રાજ્ય સરકાર આ મુદ્દે કમિટીની રચના કરે તેવી માગ

સાથે જ ચેરિટી કમિશનરમાં અલગ-અલગ 4 અરજીઓ હાલ પણ પેન્ડિંગ છે, જેનો તાત્કાલિક નિકાલ લાવવા માગ અરજીમાં માગ કરાઈ છે. અરજદારે મંદિરમાંથી (Ghantakarna Mahavir temple) કરોડોનું સોનું ગાયબ થયા મામલે ત્વરિત તપાસ કરવા અને રાજ્ય સરકાર દ્વારા મંદિર વિવાદ મામલે કમિટીની રચના કરવામાં આવે તેવી માગ પણ કરાઈ છે. માહિતી મુજબ, ઘંટાકર્ણ મહાવીર મંદિરમાંથી (Ghantakarna Mahavir temple) રૂ. 130 કરોડનું સોનું (gold) ગાયબ થયું હોવાની માહિતી છે. આ મામલે વધુ સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરાશે.

Advertisement

આ પણ વાંચો - Amreli : વૃક્ષ કાપનારા કોઈ હત્યારાથી ઓછા નથી! BJP અગ્રણીનો આક્રોશ

Advertisement

આ પણ વાંચો - Panchmahal : પરુના ગામની મહિલાઓ ભર ઉનાળે પાણી માટે કરી રહી છે રઝળપાટ

આ પણ વાંચો - Gujarat ATS : અગાઉ બે આતંકી 38-40 વખત ભારત આવ્યા… પ્રેસ કોન્ફરન્સમાં થયા મોટા ખુલાસા!

Tags :
Advertisement

.