Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gir Somnath : સુત્રાપાડામાં યુવાનની કસ્ટોડિયલ ડેથ મામલે 6 પોલીસકર્મીઓ સામે મોટી કાર્યવાહી

ગીર સોમનાથમાં (Gir Somnath) યુવાનની કસ્ટોડિયલ ડેથ (custodial death) મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. માહિતી મુજબ, સુત્રાપાડા પોલીસ મથકે તાલાલા CPI, PSI સહિત 6 પોલીસકર્મી સામે આત્મહત્યા માટે મજબૂર કર્યાની ફરિયાદ નોંધાઈ છે. આ સમગ્ર મામલે ઉના DySP ચૌધરીને...
gir somnath   સુત્રાપાડામાં યુવાનની કસ્ટોડિયલ ડેથ મામલે 6 પોલીસકર્મીઓ સામે મોટી કાર્યવાહી

ગીર સોમનાથમાં (Gir Somnath) યુવાનની કસ્ટોડિયલ ડેથ (custodial death) મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. માહિતી મુજબ, સુત્રાપાડા પોલીસ મથકે તાલાલા CPI, PSI સહિત 6 પોલીસકર્મી સામે આત્મહત્યા માટે મજબૂર કર્યાની ફરિયાદ નોંધાઈ છે. આ સમગ્ર મામલે ઉના DySP ચૌધરીને તપાસ સોંપાઈ છે.

Advertisement

આરોપીનું પોલીસ કસ્ટડીમાં મૃત્યુ થતાં ચકચાર

ગીર સોમનાથના (Gir Somnath) સુત્રાપાડા પોલીસ સ્ટેશનમાં (Sutrapada Police Station) નોંધાયેલા પોક્સો ગુનાના મદદગારીના એક આરોપીની પોલીસે ધરપકડ કરી હતી અને આ આરોપીનું પોલીસ કસ્ટડીમાં મૃત્યુ થતાં ચકચાર જાગી હતી. પોલીસ દ્વારા CCTV પણ જાહરે કરવામાં આવ્યા, જેમાં આરોપી પોતાની જાતે જ લોકઅપમાં સળિયા પર માથું ભટકાવતો નજરે પડ્યો હતો. ત્યારે આજરોજ આ કેસમાં નવો વળાંક આવ્યો છે.

તાલાલા CPI જાડેજા, PSI સહિત 6 સામે ફરિયાદ

સુત્રાપાડા પોલીસ સ્ટેશનમાં આરોપીના કસ્ટોડિયલ ડેથ મામલે અંતે પોલીસ વિરુદ્ધ પણ ગુનો નોંધાયો છે. આરોપીના પરિવારજનોનો આક્ષેપ હતો કે, પોલીસના શારીરિક, માનસિક ત્રાસથી યુવક આત્મહત્યા કરવા મજબૂર બન્યો હતો અને તેના પગલે તાલાલા CPI જાડેજા (CPI Jadeja), PSI સહિત 6 પોલીસ કર્મચારીઓ ઉપરાંત 7 અજાણ્યા પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ આત્મહત્યા કરવા માટે મજબૂર કર્યા તેમ જ કાવતરું રચ્યા સહિતની કલમ મુજબ ગુનો નોંધવામાં આવતા પોલીસ બેડામાં હદકંપ મચ્યો છે. આ સમગ્ર મામલે ઉના DySP ચૌધરીને (Una DySP Chaudhary) તપાસ સોંપાઈ છે.

Advertisement

આ પણ વાંચો - Rajkot GameZone Tragedy : ધરપકડ બાદ 4 અધિકારીઓ સામે ACB પણ એક્શનમાં, મોડી સાંજે સર્ચ ઓપરેશન!

આ પણ વાંચો - Rajkot Tragedy : રાજકોટ પોલીસની મોટી કાર્યવાહી, 4 અધિકારીઓની થઈ ધરપકડ

Advertisement

આ પણ વાંચો - TPO Manoj Sagathia : વૈભવી ફાર્મ હાઉસ, 3-3 પેટ્રોલ પંપ અને હવે કરોડો રૂપિયાની જમીન!

Tags :
Advertisement

.