Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gandhinagar : રાહુલ ગાંધીના પ્રવાસ સાથે રાજકીય ગરમાવો! હવે દિલીપ સંઘાણીએ આપી પ્રતિક્રિયા

ગાંધીનગરના (Gandhinagar) મહાત્મા મંદિર ખાતે આજે આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસની (International Cooperative Day) ઉજવણીના ભાગરૂપે 'સહકારથી સમૃદ્ધિ' કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં કેન્દ્રીય અને ગૃહ સહકારીતા મંત્રી અમિત શાહ (Amit Shah), CM ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel), સહકારી આગેવાન દિલીપ...
gandhinagar   રાહુલ ગાંધીના પ્રવાસ સાથે રાજકીય ગરમાવો  હવે દિલીપ સંઘાણીએ આપી પ્રતિક્રિયા

ગાંધીનગરના (Gandhinagar) મહાત્મા મંદિર ખાતે આજે આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસની (International Cooperative Day) ઉજવણીના ભાગરૂપે 'સહકારથી સમૃદ્ધિ' કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં કેન્દ્રીય અને ગૃહ સહકારીતા મંત્રી અમિત શાહ (Amit Shah), CM ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel), સહકારી આગેવાન દિલીપ સંઘાણી (Dilip Sanghani) સહિત અન્ય અગ્રણીઓ હાજર રહ્યા હતા. દરમિયાન, દિલીપ સંઘાણીએ (Dilip Sanghani) કહ્યું હતું કે, રાહુલ ગાંધીનો હેતું યોગ્ય નથી. રાહુલ ગાંધીએ હિન્દુત્વ વિરુદ્ધ નિવેદન આપ્યું છે.

Advertisement

સૌનો સાથ સૌના વિકાસની વાત હોવી જોઈએ : દિલીપ સંઘાણી

આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસની ઉજવણીના ભાગરૂપે આજે ગાંધીનગરમાં (Gandhinagar) મહાત્મા મંદિર (Mahatma Mandir) ખાતે 'સહકારથી સમૃદ્ધિ' કાર્યક્રમ યોજાયો હતો, જેમાં અમિત શાહ (Amit Shah), CM ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel), સહકારી આગેવાન દિલીપ સંઘાણી (Dilip Sanghani) સહિત અન્ય અગ્રણીઓ હાજર રહ્યા હતા. દરમિયાન, દિલીપ સંઘાણીએ સહકારી ક્ષેત્રને લઈને કહ્યું હતું કે, સહકારી ક્ષેત્રમાં રાજનીતિ ન હોવી જોઈએ. નવી સંસ્થાઓ બનાવવાની ચર્ચા થઈ છે. તેમાં માત્ર BJP ને જ સંસ્થા બનાવી અન્ય પક્ષને નહીં એવો કોઈ ઉલ્લેખ નથી. તેમણે કહ્યું કે, સૌનો સાથ સૌના વિકાસની વાત હોવી જોઈએ.

Advertisement

'રાહુલ ગાંધી હિન્દુત્વ વિરુદ્ધ નિવેદન આપ્યું છે'

ઉપરાંત, દિલીપ સંઘાણીએ (Dilip Sanghani) રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, રાહુલ ગાંધીનો (Rahul Gandhi) હેતું યોગ્ય નથી. તેમણે દેશની સંસદમાં હિન્દુત્વ વિરુદ્ધ નિવેદન આપ્યું છે. દિલીપ સંધાણીએ આરોપ લગાવતા આગળ કહ્યું કે, તેમની માનસિકતા દેશ વિરોધી છે. તેમની હિંદુ વિરોધી માનસિકતાને દેશ ક્યારેય સ્વીકારશે નહીં. હિંદુ સૌને સાથે લઈને ચાલનારો ધર્મ છે.