Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gandhinagar : સરકારી નોકરીની ઘેલછામાં લાખો ગુમાવ્યા, IAS ના નામે છેતરપિંડી

જો તમે પણ સરકારી નોકરીની (government jobs) શોધમાં છો તો સાવચેત રહેજો. કારણ કે ગાંધીનગરમાં (Gandhinagar) સરકારી નોકરી અપાવવાના નામે લાખો રૂપિયાની છેતરપિંડી થઈ હોવાનો બનાવ સામે આવ્યો છે. આઈએએસના નામે સરકારી નોકરી અપાવવાનું કહી પીડિત યુવકો પાસેથી કુલ રૂ....
gandhinagar   સરકારી નોકરીની ઘેલછામાં લાખો ગુમાવ્યા  ias ના નામે છેતરપિંડી

જો તમે પણ સરકારી નોકરીની (government jobs) શોધમાં છો તો સાવચેત રહેજો. કારણ કે ગાંધીનગરમાં (Gandhinagar) સરકારી નોકરી અપાવવાના નામે લાખો રૂપિયાની છેતરપિંડી થઈ હોવાનો બનાવ સામે આવ્યો છે. આઈએએસના નામે સરકારી નોકરી અપાવવાનું કહી પીડિત યુવકો પાસેથી કુલ રૂ. 60 લાખ પડાવી છેતરપિંડી આચરવામાં આવી છે. આ મામલે ગાંધીનગરના સેક્ટર 7 પોલીસ મથકમાં (Sector 7 Police Station) ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

IAS ગુપ્તા સાહેબના નામે ઓળખાણ આપી મુલાકાત કરાવી

ગાંધીનગરમાં (Gandhinagar) સરકારી નોકરી અપાવવાના નામે લાખોની છેતરપિંડીની (government jobs Scam) ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગઠિયાઓએ ઉદ્યોગ નિગમ એકમ (PVVS) ગ્રાન્ટ ઈન એઈડ (GOI) નિગમ એકમમાં વર્ગ 3 તથા 4 ની 75 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત આપી હતી. ઉપરાંત, સરકારી નોકરી ઇચ્છુક યુવકો પાસેથી તબક્કાવાર રીતે નાણા પણ પડાવ્યા હતા. વિનોદ પટેલ નામના વચેટિયાએ નોકરીની બાંહેધરી આપી યુવકોની IAS ગુપ્તા સાહેબના નામે ઓળખાણ આપી શખ્સની મુલાકાત કરાવી હતી.

એક વર્ષમાં નાણાની રકમ ચૂકવી આપી

ફરિયાદ યુવક અને તેના મિત્રોએ એક વર્ષમાં નાણાની રકમ ચૂકવીને પરીક્ષા પણ આપી હતી. જો કે, નોકરી ન મળતા અને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ થતા પીડિત યુવક અને તેના મિત્રોએ ગાંધીનગર સેક્ટર 7 પોલીસ મથકમાં (Sector 7 Police Station) ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધીને આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

Advertisement

આ પણ વાંચો - Valsad : એક બાઇક પર જતા ત્રણ યુવકોને નડ્યો અકસ્માત, 2 નાં મોત, 1 ગંભીર રીતે ઇજાગ્રસ્ત

આ પણ વાંચો - Rajkot GameZone Tragedy : આ 13 અધિકારીઓ સામે ફરિયાદ નોંધવા અરજી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનું મોટું નિવેદન

Advertisement

આ પણ વાંચો - Rajkot GameZone fire : એક વર્ષ પહેલા કાર્યવાહી થઈ હોત તો સર્જાયો જ ન હોત અગ્નિકાંડ!

Tags :
Advertisement

.