Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કુબેરનગર ITI ખાતે ફાઇબર ફયુઝન ચેલેન્જ 2023 યોજાઇ

અમદાવાદમાં કુબેર નગર આઇટીઆઇ ખાતે ટેલિકોમ ક્ષેત્રે યુવાનોને સ્કિલ પુરી પાડવા અને ઓપ્ટીકલ ફાઇબર ક્ષેત્રે સ્કિલ મેનપાવર મળી રહે તેવા આશય થી ભારત સરકારના સ્કિલ ડેવલપમેન્ટ વિભાગ હેઠળની ટેલિકોમ સેકટરની ટેલિકોમ સેકટર સ્કિલ કાઉન્સિલ-ટીએસએસસી અને એકવાયન્ટ ગ્લોબલ દ્વારા કુબેરનગર આઇટીઆઇ...
કુબેરનગર iti ખાતે ફાઇબર ફયુઝન ચેલેન્જ 2023 યોજાઇ

અમદાવાદમાં કુબેર નગર આઇટીઆઇ ખાતે ટેલિકોમ ક્ષેત્રે યુવાનોને સ્કિલ પુરી પાડવા અને ઓપ્ટીકલ ફાઇબર ક્ષેત્રે સ્કિલ મેનપાવર મળી રહે તેવા આશય થી ભારત સરકારના સ્કિલ ડેવલપમેન્ટ વિભાગ હેઠળની ટેલિકોમ સેકટરની ટેલિકોમ સેકટર સ્કિલ કાઉન્સિલ-ટીએસએસસી અને એકવાયન્ટ ગ્લોબલ દ્વારા કુબેરનગર આઇટીઆઇ ફાઇબર ફયુઝન ચેલેન્જ 2023 યોજાઇ હતી.જેમાં વિજેતાની ઇનામ તશા સર્ટીફિકે આપવામાં આવ્યા હતા.

Advertisement

ભારત સરકારની કંપની ભારત બ્રોડબેન્ડ નેટવર્ક

Advertisement

આ પ્રસંગે ભારત સરકારની કંપની ભારત બ્રોડબેન્ડ નેટવર્ક, બીબીએનએલના, સીજીએમ ,ધર્મેન્દ્ર શર્માએ જણાવ્યું હતું કે,ભારત સરકાર દરેક ગ્રામ પંચાયતને હાઈ બેન્ડવીથ બ્રોડબેન્ડ થી જોડવા જઈ રહી છે, તમામ ગામ ઓપ્ટિકલ ફાઇબરથી જોડાવા જઈ રહ્યા છે ત્યારે ઓપ્ટિકલ ફાઇબરના મહત્વ અને તે અંગે રૂચી કેળવવા,જાગવવા માટે આઈટીઆઈના વિદ્યાર્થીઓને જોડવાનું આ પ્રયાસ હતો તેના ભાગરુપે ટેલિકોમ સેકટર સ્કિલ કાઇન્સિલ અને એકવાયન્ટ ગ્લોબલ દ્વ્રારા એક ઓપ્ટીકલ ફાઇબર સપ્લાઇસીંગ અંગે કોમ્પિટિશન રાખી હતી જે યુવાનોને ટેલિકોમ ક્ષેત્રે નવી રોજગારીની તકો હોવાની સાથે ટેકનોલોજી જ્યારે વિસ્તરી રહી હોય ત્યારે સ્કિલ્ડ મેન પાવર ની સતત જરૂરિયાતને પૂરી પાડવા માટે પણ આ પ્રકારની કોમ્પિટિશન અને સ્કીલ ડેવલોપમેન્ટની હાલના તબક્કે જરૂરી છે. ત્યારે ટેલિકોમ સેક્ટર સ્કિલ કાઉન્સલ અને એક્વાઈન્ટ ગ્લોબલ પ્રાઇવેટ લિમીટેડ આ કોમ્પિટિશન લાવ્યા તે આજના સમયની રોજગારી આપતું ક્ષેત્ર છે.

Advertisement

ટેલિકોમ ક્ષેત્રે કામ કરતી કંપનીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો
ભારત સરકારના સ્કિલ ડેવલપમેન્ટ વિભાગ હેઠળની ટેલિકોમ સેકટરની ટેલિકોમ સેકટર સ્કિલ કાઉન્સિલ અને એકવાયન્ટ ગ્લોબલ દ્વારા કુબેરનગર આઇટીઆઇ ફાઇબર ફયુઝન ચેલેન્જ 2023 યોજાઇ હતી જ્યારે ફાઈબર ઓપ્ટિક નેટવર્કનું વિસ્તરણ અથવા અપગ્રેડ કરવામાં આવે છે,તેવા સંજોગોમાં ઓપ્ટીકલ ફાઇબરને જોડવા કે જેને સપ્લાઇસીંગ કહેવાય છે, તે ખુબ મહત્વનું હોય છે. તે અંગે કોમ્પીટીશન યોજાઇ હતી જેમાં કુબેર નગર આઇટીઆઇના વિદ્યાર્થીઓ અને ટેલિકોમ ક્ષેત્રે કામ કરતી કંપનીઓએ મોટી માત્રામાં ભાગ લીધો હતો.

આ પણ વાંચો -મહારાષ્ટ્ર સમાજના શતાબ્દી મહોત્સવનું આયોજન

Tags :
Advertisement

.