DR. Vaishali Joshi Case Update: ડૉ. વૈશાલીના કેસને લઈ વાતાવરણ ગરમાયું, બ્રહ્મ સમાજે આંદોલનની આપી ચીમકી
DR. Vaishali Joshi Case Update: અમદાવાદ ક્રાઈમ બ્રાંચના (Crime Branch ) ગેટ પાસે મહિલા તબીબ વૈશાલી જોશીની રહસ્યમય મોતની ઘટના થોડા દિવસ પહેલા સામે આવી હતી. મૃતક વૈશાલી જોશી પાસેથી 15 પાનાંની Suicide નોટ પણ મળી આવી હતી. તપાસ આગળ વધારતાં ડૉ. વૈશાલી જોશી અને EOW ના PI બી.કે. ખાચર વર્ષ 2020 થી એકબીજાના સંપર્કમાં હતા.
- ડૉ. વૈશાલી જોશી કેસને લઈને વાતાવરણ ગરમાયું
- પોલીસે મૃતક પરિવાજ સાથે 10 કલાક વાતચીત કરી
- સમસ્ત બ્રહ્મ ગુજરાત સમાજે આંદોલનની ચીમકી આપી
મૃતક પાસેથી મળી આવેલી Suicide માં લખેલું હતું કે, તેનો અંતિમ સંસ્કાર PI બી.કે. ખાચર કરે. ત્યારે આ મામલાએ રાજ્યભરમાં ઘમઘમાટ બોલાવી દીઘો હતો. જોકે ડૉ. વૈશાલી જોશી સાથે PI બી.કે. ખાચરે એક મહિના પહેલા બ્રેકઅપ કરી લીધું હતું. તેથી સચોટ પુરાવા ન મળતા હોવાને કારણે PI બી.કે. ખાચર વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી નથી.
પોલીસે મૃતક પરિવાજ સાથે 10 કલાક વાતચીત કરી
ત્યારે ડૉ. વૈશાલી જોશી દ્વારા આપઘાત કર્યાના આજે છઠ્ઠા દિવસે અમદાવાદ પોલીસ (Ahmedabad Police) મહિસાગર (Mahisagar) ના ડેભારી ગામે પહોંચી હતી. અમદાવાદ પોલીસ (Ahmedabad Police) દ્વારા તેના પરિવારજનો સાથે 10 કલાક જેવો સમય પસાર કરીને ઘટનાક્રમ અંગે નિવેદન લેવામાં આવ્યું હતું. અમદાવાદ પોલીસ (Ahmedabad Police) સાંજે 4 કલાકની આસપાસ મૃતકના પરિવારજનોનું નિવેદન લઈને રવાના થઈ હતી. અમદાવાદ પોલીસ (Ahmedabad Police) દ્વારા મૃતક પાસેથી મળેલી Suicide Note ને તેના પરિવારજનોને વંચાવી હતી.
સમસ્ત બ્રહ્મ ગુજરાત સમાજે આંદોલનની ચીમકી આપી
ત્યારે આ મામલે સમસ્ત બ્રહ્મ ગુજરાત સમાજ જેવા સંગઠનોએ ન્યાયની માગ કરી છે. કહેવામાં આવી રહ્યું છે આવો દાખલો ફરી ના બને એટલા માટે જે કોઈ પણ ગુનાપાત્ર હોય તેને કડક સજા થવી જોઈએ. તે ઉપરાંત સમાજ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) અને રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી (Home Minister Harsh Sanghvi) ને ઈમેઈલ મારફતે ન્યાય કરવાની માગ કરી છે. સાથે જો કોઈ ફરિયાદ કરવામાં નહીં આવે આંદોલનની ચીમકી આપવામાં આવી છે.
આ પણા વાંચો: Dr. Vaishali Joshi case : PI બી.કે. ખાચરની વધી શકે છે મુશ્કેલીઓ! નોંધાઈ શકે છે દુષ્પ્રેરણાની ફરિયાદ
આ પણા વાંચો: Surat Crime Story: પલસાણા પોલીસે ઓનલાઈન સટ્ટા બેટિંગનું ઇન્ટરનેશનલ નેટવર્ક ઝડપી પાડ્યું
આ પણા વાંચો: અખિલ ભારતીય સંત સમિતિની મોટી જાહેરાત; આગામી ચૂંટણીમાં સંતો નરેન્દ્ર મોદી અને ભાજપની સાથે રહેશે