Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Dabhoi : કાયાવરોહણ ખાતે સુવર્ણ જયંતિ મહોત્સવની ધામ ધૂમથી ઉજવણી કરાઇ

Dabhoi : ડભોઇ (Dabhoi)તાલુકાના કાયાવરોહણ પરમેશ્વર યોગ મંદિરના 50 વર્ષ પૂર્ણ થતા મંદિરના ટ્રસ્ટના સાનિધ્યમાં મહા અતિ રુદ્ર યજ્ઞ મુખ્ય યજમાન હર્ષદભાઈ શેઠ પરિવાર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.21 જેટલા જોડાએ યજ્ઞમાં લાભ લીધો હતો 3 દિવસ સુવર્ણ જયંતિ નો...
dabhoi   કાયાવરોહણ ખાતે સુવર્ણ જયંતિ મહોત્સવની ધામ ધૂમથી ઉજવણી કરાઇ

Dabhoi : ડભોઇ (Dabhoi)તાલુકાના કાયાવરોહણ પરમેશ્વર યોગ મંદિરના 50 વર્ષ પૂર્ણ થતા મંદિરના ટ્રસ્ટના સાનિધ્યમાં મહા અતિ રુદ્ર યજ્ઞ મુખ્ય યજમાન હર્ષદભાઈ શેઠ પરિવાર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.21 જેટલા જોડાએ યજ્ઞમાં લાભ લીધો હતો 3 દિવસ સુવર્ણ જયંતિ નો આયોજન કરવામાં આવ્યું હતું

Advertisement

સહસ્ત્ર કળશાભિષેક

કાયાવરોહને ખાતે આવેલ લકુલેશ મહાદેવના મંદિરના 50 વર્ષ નિમિત્તે માં અતિ રુદ્ર યજ્ઞ યોજવામાં આવ્યું જેમાં 21 યજ્ઞની કુંડી તૈયાર કરવામાં આવી હતી. અને શ્રી સહસ્ત્ર કળશાભિષેક યોજવામાં આવ્યો હતો જેમાં સૌ ભક્તોએ લાભ લીધો હતો

Advertisement

Image preview

વૈદિક સંસ્કૃતિનું મહત્વ

વૈદિક સંસ્કૃતિનું પણ ધર્મમાં મહત્વ રહેલું છે ત્યારે યજ્ઞ દ્વારા સમસ્ત સંસ્કારનું કલ્યાણ થાય અને યજ્ઞમાં લોક કલ્યાણની ભાવના પણ કેડવાય તેને લઈને આજરોજ યજ્ઞ યોજવામાં આવ્યો હતો અને આવનાર પેઢીને વૈદિક સંસ્કૃતિનું જ્ઞાન આવે તે માટે આયોજન કરવામાં આવ્યું હતું.પ.પૂ.સ્વરૃપાનંદ સરસ્વતિજી બ્રહ્મલીન થયા બાદ તેમના સ્થાને શંકરાચાર્ય તરીકે દંડી સ્વામી સદાનંદજીની નિયૂક્તિ થઇ છે. જે બાદ તેઓ પ્રથમ વખત ડભોઇ તાલુકાના કાયાવરોહણ અને તેઓનો નગર પ્રવેશ કર્યો હતો અને ગામો લોકો દ્વારા દ્વારકાપીઠના શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું
Image preview

Advertisement

સાથે સાથે તેઓના પ્રવચનનો ભક્તો દ્વારા લાભ ઉઠાવવામાં આવ્યો હતો હાલના સમયમાં ધર્મને કેવી રીતે બચાવી શકાય સાથે સાથે જે લોકો ધર્માંતરની પ્રવૃત્તિઓ કરી રહ્યા છે જેને લઇને શંકરાચાર્ય સદાનંદ સરસ્વતી દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું તેઓનું માનવું છે કે ધર્મ પરિવર્તન કરીને લોકો ક્યાં જશે? જે ધર્મમાં તે જાય છે એ ધર્મ શું છે ખબર છે તેમજ બીજા ધર્મ માંથી આવનાર લોકોને ધર્મ શું છે એ ખબર નથી

Image preview

એટલે માટે તેઓ ધર્મ પરિવર્તન કરી રહ્યા છે તેઓએ વધુમાં જણાવતાં કહ્યું હતું કે પ્રલોભન અને અજ્ઞાનતા ના કારણે લોકો કહી રહ્યા છે કે અમે ધર્મ પરિવર્તન કરી લઈએ છીએ જે ધર્મમાં તમારા દાદા દાદીનો જન્મ થયો જો એ ધર્મમાં તમને સુખ ન મળ્યું તો તમે ધર્મ પરિવર્તન કરીને શુ લાભ મળશેની ખાતરી કોણ આપશે આમ કાયાવરોહણ ગામના લકુલિસ મંદિર ખાતે ચાલી રહેલા શતાબ્દી મહોત્સવને લઈને મોટી સંખ્યામાં ભક્તો આવી પહોંચ્યા હતા સાથે જ શંકરાચાર્યના દર્શન કરી ધન્યતા અનુભવી હતી

અહેવાલ -પીન્ટુ પટેલ ડભોઇ વડોદરા 

આ  પણ  વાંચો  - VADODARA : સોની પરિવારને વ્યાજના વિષચક્રમાં ફસાવનાર ચાર ઝબ્બે

આ  પણ  વાંચો  - SURAT : 2 વર્ષમાં 11 ટ્રકની ચોરી, 12 વર્ષથી વોન્ટેડ, ક્રાઇમ બ્રાન્ચે આ રીતે ઝડપ્યો રીઢો ગુનેગાર

આ  પણ  વાંચો - RAJKOT: જાણીતી હોસ્પિટલે સરકારને લગાવ્યો કરોડો રૂપિયાનો મસમોટો ચૂનો!

Tags :
Advertisement

.