Bhupat Bhayani : રાહુલ ગાંધી પર વિવાદિત ટિપ્પણી ભૂપત ભાયાણીને ભારે પડી ! વાંચો અહેવાલ
વિસાવદરના (Visavdar) પૂર્વ ધારાસભ્ય અને ભાજપના (BJP) નેતા ભૂપત ભાયાણી (Bhupat Bhayani) ચૂંટણી સભાને સંબોધી રહ્યા હતા તે દરમિયાન તેઓ કઇંક એવું બોલી ગયા કે જે પછી ભારે વિવાદ સર્જાયો છે. તેમણે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Congress Leader Rahul Gandhi) વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. આ વિવાદાસ્પદ નિવેદન બાદ કોંગ્રેસ સમર્થકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વિવાદ વધતા ભૂપત ભાયાણીએ માફી માગી મામલો થાળે પાડવાની કોશિશ કરી હતી. ત્યારે હવે આ મામલે જૂનાગઢમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરત અમીપરાએ (Bharat Amipara) ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે.
Junagadh: કોઈની લાગણી દુભાય તેવો મારો આશય નહોતો: ભૂપત ભાયાણી | Gujarat First@BJP4Gujarat @INCGujarat @RahulGandhi #junagadh #MLA #BhupatBhayani #rahulgandhi #BJP4IND #CongressParty #GujaratFirst pic.twitter.com/MlbL3eOXm9
— Gujarat First (@GujaratFirst) April 23, 2024
લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ચૂંટણી ઉમેદવારો દ્વારા પૂરજોશમાં પ્રચાર કરવામાં આવી રહ્યો છે. દરમિયાન, કેટલાક નેતાઓ જાહેરમાં મનફાવે તેવા નિવેદનો આપીને વિવાદને આમંત્રણ આપી રહ્યા છે. વિસાવદરના (Visavdar) પૂર્વ ધારાસભ્ય અને ભાજપના નેતા ભૂપત ભાયાણી (Bhupat Bhayani) ચૂંટણી સભાને સંબોધી રહ્યા હતા તે દરમિયાન તેમણે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી માટે 'નપુંસક' શબ્દનો પ્રયોગ કર્યો હતો. તેમના આ વિવાદાસ્પદ નિવેદનનો વીડિયો વાઇરલ થતા કોંગ્રેસ અને રાહુલ ગાંધીના સમર્થકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જો કે, વિવાદ વકરતા ભૂપત ભાયાણીએ માફી માગી હતી. ત્યારે હવે ભૂપત ભાયાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ થઈ છે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi,) અંગે આપેલા વિવાદાસ્પદ નિવેદન અંગે જૂનાગઢમાં ભૂપત ભાયાણીના વિવાદિત નિવેદન મામલે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરત અમીપરાએ (Bharat Amipara) ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે. સાથે જ ભરત અમીપરાએ ભાજપ નેતા ભૂપત ભાયાણી સામે આચાર સંહિતા ભંગની કાર્યવાહી અને ચૂંટણી પૂરી ન થાય ત્યાં સુધી વિસ્તારમાં પ્રવેશબંધી કરવામાં આવે તેવી માગ કરી છે.
આ પણ વાંચો - ચૂંટણીટાણે જ જૂનાગઢમાં વધુ એક નેતાનો બફાટ! રાહુલ ગાંધીને ‘નપુંસક’ ગણાવ્યા
આ પણ વાંચો - Nitin Patel : કડીમાં નીતિન પટેલે આડકતરી રીતે કોને માર્યો ટોણો ? જુઓ Video
આ પણ વાંચો - Surat : નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસ સમર્થકોનો હોબાળો, ગણાવ્યા જનતાના ગદ્દાર