Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

C.R.Patil : સાબરકાંઠા બેઠક વિવાદને લઈ કાર્યકરોને પ્રદેશ અધ્યક્ષનું કડક સૂચન! કહ્યું- મોદી સાહેબ સામે પણ..!

સાબરકાંઠા ખાતે યોજાયેલ ભાજપના બુથ કાર્યકર્તા સંમેલન કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે (C.R.Patil) આકરા શબ્દોમાં કાર્યકરોને કહ્યું કે, ‘સાબરકાંઠામાં ઘમસાણમાં શાનું હતું. આખા દેશમાં સાબરકાંઠા, સાબરકાંઠા હતું. મોદી સાહેબ આગળ સાબરકાંઠાની ખોટી ખોટી વાતો થઈ હતી. તેમણે કહ્યું કે, નારાજ...
c r patil   સાબરકાંઠા બેઠક વિવાદને લઈ કાર્યકરોને પ્રદેશ અધ્યક્ષનું કડક સૂચન  કહ્યું  મોદી સાહેબ સામે પણ

સાબરકાંઠા ખાતે યોજાયેલ ભાજપના બુથ કાર્યકર્તા સંમેલન કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે (C.R.Patil) આકરા શબ્દોમાં કાર્યકરોને કહ્યું કે, ‘સાબરકાંઠામાં ઘમસાણમાં શાનું હતું. આખા દેશમાં સાબરકાંઠા, સાબરકાંઠા હતું. મોદી સાહેબ આગળ સાબરકાંઠાની ખોટી ખોટી વાતો થઈ હતી. તેમણે કહ્યું કે, નારાજ થયેલા સમજી ગયા છે. તમે પણ બધા નારાજગી અહીં મૂકીને જાવ અને પાર્ટીને જીતાડવા માટે કામે લાગી જાવ. જણાવી દઈએ કે, સાબરકાંઠા (Sabarkantha) બેઠક પર ભાજપે ભીખાજી ઠાકોરની (Bhikhaji Thakor) ટિકિટ પરત લઈ શોભનાબેન બારૈયાને ટિકિટ આપી હતી, જેના પછી જિલ્લાઓમાં અનેક સ્થળે વિરોધ શરૂ થયો હતો.

Advertisement

ડેમેજ કંટ્રોલ કરવા ભાજપની કવાયત

સાબરકાંઠા લોકસભા બેઠક હસ્તગત કરવા ભાજપ દ્વારા કવાયત તેજ કરવામાં આવી છે. ભાજપ (BJP) દ્વારા સાબરકાંઠા બેઠક પર શોભનાબેન બારૈયાને (Shobhanaben Baraiya) ટિકિટ આપવામાં આવી છે. જો કે, ત્યારબાદથી ટિકિટ ફાળવણીને લઇ બંને જિલ્લાઓમાં અનેક સ્થળોએ વિરોધનો વંટોળ જોવા મળ્યો હતો. ત્યારે આ ડેમેજ કંટ્રોલ કરી બેઠક જંગી બહુમતીથી જીતવા ભાજપ સંગઠન દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે, જેના ભાગરૂપે આજે પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં બુથ કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. દરમિયાન, પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે કાર્યકરોને કડક શબ્દોમાં સૂચન કર્યું હતું અને કહ્યું કે, સાબરકાંઠામાં ઘમસાણમાં શાનુ હતું. આખા દેશમાં સાબરકાંઠા, સાબરકાંઠા થયું હતું.

Advertisement

'મોદી સાહેબ આગળ પણ સાબરકાંઠાની ખોટી વાતો થઈ'

પ્રદેશ અધ્યક્ષે (C.R.Patil) આગળ કહ્યું કે, તમારા બધાની નારાજગી અહીં મૂકીને જાવ. નારાજ થયેલા સમજી ગયા છે. પાર્ટીને જીતાડવા માટે કામે લાગી જાવ. મોદી સાહેબ (PM Marendra Modi,) આગળ પણ સાબરકાંઠાની (Sabarkantha) ખોટી ખોટી વાતો થઈ હતી. તેમણે કહ્યું કે, મારા કાર્યકરો ખૂબ મહેનતું છે અને મોટી લીડ સાથે પરિણામ લાવશે તેવો મને વિશ્વાસ છે. જણાવી દઈએ કે, આ સંમેલનમાં સમગ્ર જિલ્લામાંથી મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

આ પણ વાંચો - Rahul Gandhi નો રજવાડા પર બફાટ, ગુજરાતની રાજનીતિમાં જામ્યું ઘમાસાણ

આ પણ વાંચો - Surat BJP Program: 7 મે પહેલા સુરતમાં 200 લોકોએ કેસરિયો ધારણ કર્યો, C R Patil એ કહ્યું….

આ પણ વાંચો - Godhra Lok Sabha Election: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીએ ગોધરા નિવાસીઓને અચૂક મતદાનની કરી અપીલ

Tags :
Advertisement

.