Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

BJP-Congress : 5 લોકોની અટકાયત, કોંગ્રેસના જાણીતા નેતાઓ સહિત 250 સામે ફરિયાદ

અમદાવાદમાં (Ahmedbad) ભાજપ-કોંગ્રેસનાં કાર્યકરો (BJP-Congress) વચ્ચે ઘર્ષણ મામલે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં બે ફરિયાદ નોંધાઈ છે. અમદાવાદ ભાજપ યુવા મોરચાના પ્રમુખ વિનય દેસાઈએ (Vinay Desai) કોંગ્રેસનાં 26 કાર્યકર્તાઓ સામે નામજોગ સહિત કુલ 250 ના ટોળાં સામે ફરિયાદ નોંધાવી છે. ભાજપ (BJP)...
bjp congress   5 લોકોની અટકાયત  કોંગ્રેસના જાણીતા નેતાઓ સહિત 250 સામે ફરિયાદ
Advertisement

અમદાવાદમાં (Ahmedbad) ભાજપ-કોંગ્રેસનાં કાર્યકરો (BJP-Congress) વચ્ચે ઘર્ષણ મામલે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં બે ફરિયાદ નોંધાઈ છે. અમદાવાદ ભાજપ યુવા મોરચાના પ્રમુખ વિનય દેસાઈએ (Vinay Desai) કોંગ્રેસનાં 26 કાર્યકર્તાઓ સામે નામજોગ સહિત કુલ 250 ના ટોળાં સામે ફરિયાદ નોંધાવી છે. ભાજપ (BJP) તરફી નોંધાયેલ ફરિયાદમાં શહેઝાદ ખાન પઠાણ, પ્રગતિ આહીર (Pragati Ahir), NSUI ના સંજય સોલંકીનું (Sanjay Solanki) નામ સામેલ છે. અત્યાર સુધી કુલ 5 લોકોની અટકાયત કરવામાં આવી છે.

કોંગ્રેસના 26 કાર્યકરો સામે નામજોગ સહિત 250 સામે ફરિયાદ

દિલ્હી સંસદમાં વિપક્ષ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) દ્વારા "હિંદુ" અંગેની ટિપ્પણીને લઈ ગુજરાતમાં ભાજપના કાર્યકર્તાઓ, VHP અને બજરંગ દળના (Bajrang Dal) સભ્યો દ્વારા કોંગ્રેસ ઓફિસ બહાર ભારે વિરોધ દાખવવામાં આવ્યો હતો. ગઈકાલે ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તા (BJP-Congress) વચ્ચે ભારે ઘર્ષણ પણ જોવા મળ્યું હતું. બંને પક્ષના કાર્યકર્તાઓએ એક-બીજા પર પથ્થરમારો પણ કર્યો હતો. આ મામલે હવે કુલ 2 પોલીસ ફરિયાદ થઈ છે. એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં (Ellisbridge Police Station) ગઈકાલે અમદાવાદ ભાજપ યુવા મોરચાના પ્રમુખ વિનય દેસાઈએ કોંગ્રેસના 26 કાર્યકરો સામે નામજોગ સહિત 250 ના ટોળા સામે ફરિયાદ કરી હતી.

Advertisement

કુલ 5 લોકોની અટકાયત કરાઈ

આ ફરિયાદમાં NSUI ના સંજય સોલંકી, શહેઝાદખાન પઠાણ (Shehzad Khan Pathan), પ્રગતિ આહીરનું નામ સામેલ છે. આ કેસમાં અત્યાર સુધી કુલ 5 લોકોની અટકાયત કરવામાં આવી છે. માહિતી મુજબ, ઈજાગ્રસ્ત પોલીસકર્મીએ પણ બંને પક્ષનાં 150 ના ટોળા સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. ગઈકાલે JCP નીરજ બડગુજરે કહ્યું હતું કે, ‘પથ્થરમારાની ઘટનાને તાત્કાલિક કંટ્રોલમાં લઈ લેવામાં આવી હતી. આ ઘટનામાં 4 પોલીસકર્મી ઇજાગ્રસ્ત થયા છે. અત્યારે સરકાર તરફે ફરિયાદ લેવામાં આવી છે અને કેટલાક લોકોને ડિટેઈન પણ કરવામાં આવ્યા છે.’

Advertisement

કોંગ્રેસનાં આ કાર્યકરોની ધરપકડ કરાઈ

કોંગ્રેસના આ નેતાઓની ધરપકડ કરાઈ

પ્રાપ્ત માહિતી મુજબ, ઝડપાયેલ પાંચેય કાર્યકરોને એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં રખાયા છે. તેમની વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા મુજબ ગુનો નોંધાયો છે. ભારતીય ન્યાય સંહિતાની કલમ 189 (2), 191 (2), 191 (31) અને કલમ 121(1), 121(2) હેઠળ ગુનો નોંધાયો છે. માહિતી અનુસાર, અમદાવાદ શહેર કોંગ્રેસ (Congress) પ્રવક્તા સંજય ભટ્ટ (Sanjay Bhatt), તેમના પત્ની પદ્મા બ્રહ્મભટ્ટ, નારણપુરા વોર્ડના કોંગ્રેસ (Congress) પ્રમુખ મનીષ ઠાકોર (Manish Thakor), અમદાવાદ શહેર ઉપપ્રમુખ મુકેશ દંતાણી, NSUI પ્રવક્તા હર્ષ પરમાર અને કોંગ્રેસ કાર્યકર વિમલ કંસારાની ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચો - Ahmedabad: પથ્થરમારાની ઘટના મામલે કોંગ્રસના ધારાસભ્ય સહિત NSUIના નેતાઓ વિરુદ્ધ ફરિયાદ

આ પણ વાંચો - Rahul Gandhi ની ‘હિંદુ’ અંગે ટિપ્પણીના પડઘા ગુજરાતમાં! મોડી રાતે કોંગ્રેસ કાર્યાલય પર હોબાળો-પથ્થરમારો

આ પણ વાંચો - અમદાવાદ પોલીસનું જાહેરનામું, Rath Yatra ના રૂટ પર નો-પાર્કિંગ જાહેર કરવામાં આવ્યો

Tags :
Advertisement

Related News

featured-img
ધર્મ ભક્તિ

Rashifal : શુક્રવારે મા લક્ષ્મી આ રાશિઓ પર કૃપા કરશે, દરેક કાર્યમાં પ્રગતિ અને સફળતા મળશે

featured-img
Top News

Vadodara : નશાની હાલતમાં નબીરાઓએ મોતનો ખેલ ખેલ્યો, 7 લોકોને ઉડાવ્યા

featured-img
અમદાવાદ

Ahmedabad : વસ્ત્રાલમાં રાતે લુખ્ખા તત્વોનો આતંક, વાહનોમાં તોડફોડ કરી, લોકો પર હુમલો કર્યો!

featured-img
ગાંધીનગર

Vikram Thakor : 'મને ન બોલાવ્યો એનું દુ:ખ નથી પણ બે સમાજનાં કલાકાર કેમ નહીં ?'

featured-img
ગાંધીનગર

Staff Nurse ની વિવાદિત આન્સર કીનો વિવાદ ઠર્યો નથી ત્યાં ફાઈનલ આન્સર કી જાહેર!

featured-img
રાષ્ટ્રીય

એકતાનો પ્રતીક છે આ તહેવાર...' PM મોદીએ દેશવાસીઓને પાઠવી હોળીની શુભેચ્છા

×

Live Tv

Trending News

.

×