Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Bharuch : નરાધમોએ 2 સગી બહેનોને નશાનુ ઇન્જેક્શન આપી દુષ્કર્મ આચર્યું

અહેવાલ -દિનેશ મકવાણા ભરૂચ    ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવલી ગામના એક ફાર્મ હાઉસમાં 2 સગી બહેનોને ગોંધી રાખી બળાત્કાર કરવા સાથે તેણીને નશાના ઇન્જેક્શનનો નરાધમોએ આપી ગંભીર પ્રકારનો દુષ્કર્મ આચર્યું હોવાના પ્રકરણમાં નરાધમોએ નશાના ઇન્જેક્શન આપતા વિડીયો પણ બનાવી...
bharuch   નરાધમોએ 2 સગી બહેનોને નશાનુ ઇન્જેક્શન આપી દુષ્કર્મ આચર્યું

અહેવાલ -દિનેશ મકવાણા ભરૂચ 

Advertisement

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવલી ગામના એક ફાર્મ હાઉસમાં 2 સગી બહેનોને ગોંધી રાખી બળાત્કાર કરવા સાથે તેણીને નશાના ઇન્જેક્શનનો નરાધમોએ આપી ગંભીર પ્રકારનો દુષ્કર્મ આચર્યું હોવાના પ્રકરણમાં નરાધમોએ નશાના ઇન્જેક્શન આપતા વિડીયો પણ બનાવી સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરતા આખરે સમગ્ર પ્રકરણ પોલીસ મથકે પહોંચતા બળાત્કાર અને સાયબર એક્ટ ગુનો દાખલ થઈ ગયો છે સમગ્ર વાયરલ વિડીયો બાદ શું ભરૂચ જિલ્લામાં નશાનો કારોબાર ચાલી રહ્યો છે તેવા અનેક સવાલો પણ ઊભા થઈ ગયા છે

Advertisement

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવલી ગામના એક ફાર્મ હાઉસમાં 2 સગી બહેનોને કેટલાક યુવકોએ નશાના ઇન્જેક્શન આપી રહ્યો હોવાના વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયા છે અને સમગ્ર વીડિયો પીડિતાના પરિવાર સુધી પહોંચ્યા હતા. સમગ્ર ઘટનામાં તપાસ દરમિયાન જે 2 બહેનોને નશાના ઇન્જેક્શન આપવામાં આવી રહ્યા હોવાના વિડીયોની તપાસ કરવામાં આવતા આ વિડીયો 25 દિવસ પહેલા 2 યુવકો તેણીને ઇકોમાં કાવલી ગામના એક ફાર્મ હાઉસમાં લઈ જઈ બંનેને નશાના ઇન્જેક્શન આપી બળાત્કાર ગુજારીયો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી હતી અને બંને બહેનોએ સમગ્ર ઘટનાની જાણ પોતાના પરિવારને કરી હતી અને આખરે સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો

દુષ્કર્મ આંચળનારા નરાધમોએ નસાના ઇન્જેક્શન આપતા વિડીયો પણ બનાવ્યા અને યાસીન ખાલીદ ચોક રહે ભડકોદરા જંબુસર અને નઈમ નામના ઇસમોએ બળાત્કાર કરવા સાથે નશાના ઇન્જેક્શન આપ્યા હોવાનું ફલિત સાથે અન્ય 2 ઈસમ માઝ અને અનસનાઓએ એકબીજાના મેળા પીપણામાં વિડિયો વાયરલ કર્યા હોવાનું ફલિત થયું હતું જેના કારણે ભોગ બનનાર ફરિયાદીએ ફાર્મ હાઉસમાં બળાત્કાર કરનાર 2 નરાધમ અને અન્ય 2 સાથી મિત્ર મળી 4 લોકો સામે ફરિયાદ નોંધાવી હતી

Advertisement

સમગ્ર પ્રકરણમાં પોલીસે ગણતરીના કલાકોમાં જ 2 આરોપીને દબોચી લીધા છે જ્યારે અન્ય 2 આરોપીને ઝડપી પાડવાની કવાયતો કરી છે સમગ્ર વાયરલ વિડીયો થતા જ ભરૂચ જિલ્લામાં નશાના ઇન્જેક્શનનો શું કારો કારોબાર ચાલે છે તેવા સવાલો પણ લોકોમાં ઊભા થઈ ગયા છે કારણ કે જંબુસર તાલુકામાંથી ભૂતકાળમાં એમડી ડ્રગ્સ પણ એસઓજી પોલીસે 2 વર્ષ અગાઉ ઝડપી પાડ્યું હતું ત્યારે હજુ આ કારોબાર કોણ કેવી રીતે ચલવી રહ્યું છે તે પણ ભરૂચ જિલ્લાની પોલીસ માટે તપાસો વિષય બની ગયું છે

નશાનું ઇન્જેક્શન રૂપિયા 5000 ઉપરાંત 12 કલાક નસો રહેતો હોવાનું અનુમાન

ભરૂચ જિલ્લામાં પાનોલી ખાતેથી ભૂતકાળમાં ડ્રગ્સની ફેક્ટરી ઝડપાઈ ચૂકી છે ઉપરાંત જંબુસરના પણ એક ગામમાંથી ફાર્મ હાઉસમાં એમડી ડ્રગ્સ બનાવવાનું કૌભાંડ ઝડપાઈ ચુક્યું હતું અને ત્યારબાદ પણ નશા કારકો નસો કરવા માટે અવનવી નીતિઓ અપનાવતા હોય છે અને આવો જ એક કિસ્સો પણ જંબુસરમાંથી સામે આવ્યો છે જેમાં નશાનું ઇન્જેક્શન આપી બળાત્કાર કર્યો હોવાનું કૌભાંડ સામે આવ્યુ છે

ભરૂચ જિલ્લામાં મેડિકલો ઉપર મળતા નશાકારક પદાર્થો ઉપર ક્યારે લેવાશે એક્શન..

ભરૂચ જિલ્લામાં મેડીકલોમાં પણ ડોક્ટરની પ્રિસ્ક્રિપ્શન વિના નશા કારક ટેબલેટ અને સીરપોનું વેચાણ થતું હોવાની ચર્ચાઓએ ભારે જોર પકડ્યું છે અને તેમાંય નાઈટ્રેન્સ -10, આલ્ફા ઝોલમ 0.5, જેપી જ 0.5, પ્રોક્સી કેપ્સુલ સહિત અલગ અલગ સિરોકોનું પણ વેચાણ થતું હોય અને તે પણ ઘણા મેડિકલ વાળા ઓળખીતાઓને જ અને કાયમી ગ્રાહકોને આપતા હોવાની ચર્ચાઓએ પણ ભારે જોર પકડ્યું છે

નશાના કારોબાર નાબૂદ કરવા પશ્ચિમ વિસ્તારમાં લોકો ઉતર્યા મેદાનમાં..

ભરૂચ જિલ્લામાં નશાનો કાળો કારોબાર ચાલતો હોય અને મોટા પ્રમાણમાં અનેક વખત નશાકારક પદાર્થના મોટા જથ્થાઓ પણ ઝડપી પાડવામાં આવી ચૂક્યા છે છતાં પણ વધુ રૂપિયા કમાવવા માટે નશાકારક પદાર્થ ભરૂચ જિલ્લામાં ઘુસાડતા તત્વોને શોધવા માટે પોલીસ નિષ્ફળ રહી હોવાનો આરોપ થઈ રહ્યો છે ભરૂચ જિલ્લામાં દારૂ કરતાં વધારે નશાકારક પદાર્થનું વેચાણ પણ થતું હોવાની ચર્ચાઓએ ભારે જોર પકડ્યું છે

નસાના ઇન્જેક્શન લેતા વિડીયો વાયરલ થતા પિડીતાએ નોંધાવી ફરિયાદ

બળાત્કારના 25 દિવસ બાદ બળાત્કારની ફરિયાદ નોંધાય છે જેમાં ભોગ બનેલી સગી બહેનો નસાના ઇન્જેક્શન યુવકો મારી રહ્યા હોય અને તેના વિડીયો વાયરલ થયા હોય જેને લઇ આખરે બળાત્કારનો ભોગ બનેલી બંને સગી બહેનો પોલીસ મથકે પહોંચી ગયા અને તેમને ગાડીમાં બેસાડી નશા ઇન્જેક્શન આપી કાવલી ગામના ફાર્મ હાઉસમાં લઈ જઈ બળાત્કાર ગુજારીયો હોવાની ફરિયાદ નોંધાવી હતી

આ  પણ  વાંચો -ગુજરાતમાં બનશે નવા 11 ગ્રીનફિલ્ડ એરપોર્ટ, સરકારે AAI સાથે કર્યા MOU

Tags :
Advertisement

.