Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Bharuch : અંકલેશ્વર દીવા ગામમાં એક સાથે 70 થી વધુ દૂધાળા પશુઓ મોત

અહેવાલ -દિનેશ મકવાણા -ભરુચ  ભરૂચ જિલ્લામાં પુરની સ્થિતિનું નિર્માણ થયું હતું અને પશુપાલકો પણ સમયસર પોતાના પશુઓ બચાવી શક્યા ન હતા. ભરૂચ જિલ્લાના અનેક પશુપાલકોના પશુઓના પાણીમાં તણાઈ ગયા હતા. તો કેટલાય પશુપાલકોએ પોતાના તબેલાઓમાં પશુઓને બાંધ્યા હતા. જેમને છોડવાનો...
bharuch   અંકલેશ્વર  દીવા ગામમાં એક સાથે 70 થી વધુ દૂધાળા પશુઓ મોત

અહેવાલ -દિનેશ મકવાણા -ભરુચ 

Advertisement

ભરૂચ જિલ્લામાં પુરની સ્થિતિનું નિર્માણ થયું હતું અને પશુપાલકો પણ સમયસર પોતાના પશુઓ બચાવી શક્યા ન હતા. ભરૂચ જિલ્લાના અનેક પશુપાલકોના પશુઓના પાણીમાં તણાઈ ગયા હતા. તો કેટલાય પશુપાલકોએ પોતાના તબેલાઓમાં પશુઓને બાંધ્યા હતા. જેમને છોડવાનો સમય ન મળતા સંખ્યા બંધ પશુઓના મોત પણ થયા હોવાના કારણે પશુપાલકોને આર્થિક નુકસાન વેચવાનો વારો આવ્યો છે

Advertisement

પશુપાલકને પણ મોટું આર્થિક નુકસાન

ભરૂચ જિલ્લામાં પુરની સ્થિતિનું નિર્માણ થતા ભરૂચ તાલુકાના પૂર્વ પટ્ટી વિસ્તારમાં પણ સંખ્યાબંધ પશુપાલકો પોતાના પશુઓને બચાવવાના પ્રયાસો કર્યા હતા પરંતુ ધસમસ્તા પાણીના પ્રવાહમાં કેટલાય પશુઓ તણાઈ પણ ગયા હતા અને કેટલાય પશુઓના મોત પણ થયા છે જેના કારણે પશુપાલકોને આર્થિક નુકસાન થયું હોવાના અહેવાલો પણ મળી રહ્યા છે તો ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકના અનેક ગામોમાં પણ પશુઓના મોત થયા હોવાના અહેવાલો સામે આવ્યા છે જુના દીવા ગામમાં તબેલામાં બાંધેલા પશુઓને સમયસર છોડવામાં ન આવતા અને સ્પીડમાં પાણી આવી જતા 70 થી વધુ ભેંસોના તબેલામાં જ મોત થયા હોવાના ચોકાવનારા અહેવાલો સામે આવ્યા છે અને પશુપાલકને પણ મોટું આર્થિક નુકસાન થયું હોય તેવી ઘટના સામે આવતા પશુપાલકોમાં પણ ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે

Advertisement

ભરૂચ જિલ્લામાં પશુપાલકોના પશુઓના મોત થતા તેમજ પશુઓ તણાઈ જતા આર્થિક નુકસાન વેઠવાનો વારો આવતા આગામી દિવસોમાં વળતરની માંગ કરનાર હોવાના અહેવાલો સામે આવ્યા છે

આ  પણ  વાંચો-BHARUCH : અંકલેશ્વર તાલુકાના અને ગામોમાં પૂરના પાણીમાં મકાનો ધોવાયા.. ઘરવખરીને પણ મોટું નુકસાન

Tags :
Advertisement

.