Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

BHARUCH : દેવપોઢી એકાદશીએ માછીમારોએ કર્યું મુહૂર્ત

ચોમાસામાં 5 મોટી જુવાળમાં 100 ટનથી વધુ માત્ર ભરૂચમાં જ ઉત્પાદન થાય છે હિલસા માછલી માછીમારો આખા વરસની રોજગારી માત્ર ચોમાસાની સિઝનના 4 મહિનામાં જ કરી લે છે ભાડભૂતના નર્મદા અને દરિયાના સંગમ સ્થળે 2 પાણી ભેગા થવાના કારણે...
bharuch   દેવપોઢી એકાદશીએ માછીમારોએ કર્યું મુહૂર્ત
  1. ચોમાસામાં 5 મોટી જુવાળમાં 100 ટનથી વધુ માત્ર ભરૂચમાં જ ઉત્પાદન થાય છે હિલસા માછલી
  2. માછીમારો આખા વરસની રોજગારી માત્ર ચોમાસાની સિઝનના 4 મહિનામાં જ કરી લે છે
  3. ભાડભૂતના નર્મદા અને દરિયાના સંગમ સ્થળે 2 પાણી ભેગા થવાના કારણે જ હિલસા માછલી ન થાય છે ઉત્પાદન

BHARUCH : ભરૂચ જિલ્લામાં માછીમારો માટે આખા વર્ષની રોજગારી મેળવવાનો કોઈ સમય હોય તો તે છે ચોમાસાના 4 મહિના દરિયાની ભરતી નર્મદા મૈયા સાથે સંગમ થવાના કારણે હજારો ટન હિલસા માછલીનું ઉત્પાદન થાય છે અને આ માછલી માત્ર ભરૂચ ગુજરાત નહીં પરંતુ દેશ-વિદેશમાં પણ સપ્લાય કરવામાં આવે છે અને આખા વર્ષની કમાણી માચી મારો માત્ર ચોમાસાના ચાર મહિના મેળવી લેતા હોય છે જેનો પ્રારંભ આજે દેવપોઢી એકાદશીથી નર્મદા મૈયાની પૂજા અર્ચના કરી વ્યવસાયની શરૂઆત કરી હતી.

Advertisement

પ્રાર્થનાઓ કરવામાં આવી

ભરૂચ જિલ્લામાં આજે દેવ સુતી એકાદશીનું શુભ મુહૂર્ત ભરૂચ જિલ્લાના ભાડભૂત ગામે વસતા માછીમારો સહિત નર્મદા નદીના કાંઠા વિસ્તારમાં આવેલા માછીમારોએ ચોમાસાની સિઝનમાં માછીમારીના વ્યવસાયની શરૂઆત કરતાં પહેલાં નર્મદા મૈયા અને દરિયાદેવનું પૂજન કરતા હોય છે જેમાં ભરૂચ જિલ્લાના નર્મદા અને દરિયાઈ સંગમ સ્થળ એવા ભાડભૂત ખાતે માસી મારો એ 151 મીટરની ચુંદડી ઉત્તરથી દક્ષિણ કિનારા સુધી અર્પણ કરી દૂધનો અભિષેક અબીલ ગુલાલ છાંટી શ્રીફળ વધેરી માછીમારીના વ્યવસાયની શરૂઆત કરી હતી અને ચોમાસાની સિઝન સાગર પુત્રો માટે લાભદાયક રહે અને હિલસા માછલીનું તારો ઉત્પાદન થાય અને માછીમારોને રોજગારી મળી રહે તેવી પ્રાર્થનાઓ કરવામાં આવી રહી છે.

Advertisement

નાવડીયો તૈયાર

ભાડભૂત સહિત વિવિધ નર્મદા નદીના કાંઠે આવેલા ગામોના માછીમારો આજે દેવ સુતી એકાદશીના દિવસે સવારથી જ નર્મદા મૈયાના વિશેષ પૂજન અર્ચન અને ભજન મંડળી સાથે હજારો લિટર દૂધનો અભિષેક નર્મદા મૈયાને કર્યો હતો સાથે ભરૂચ જિલ્લામાં વસતા માછીમારોએ આખા વરસની કમાણી કરવા માટે પોતાની બોટ સહિત નાવડીયોને પણ તૈયાર કરી દીધી છે.

Advertisement

બોટ કે નાવડી વિનાના માછીમારો પણ જોખમી રીતે કરે છે માછીમારી

માછીમારીનો વ્યવસાય ચોમાસાની સિઝનમાં જ સૌથી વધુ ફળદ્રુપ સાબિત થાય છે અને એટલા માટે જ ચોમાસાના ચાર મહિના પહેલા સીઝનની શરૂઆત થવાની હોય તે સમયે બોટ અને નાવડી અને તૈયાર કરવામાં આવે છે પરંતુ ઘણા માછીમારો એવા પણ છે કે રોજગારી મેળવવા માટે નાવડી કે બોટ ન હોય છતાં પણ માછીમારી કરતા હોય છે ઘણા માછીમારો સૌથી પ્રખ્યાત હિંલસ માછલી માટે જોખમી રીતે પણ માછીમારી કરે છે અને સૌથી મોંઘી હિલસા માછલી હોય છે ઘણા આદિવાસી માછીમારો સહિત અન્ય કે જેનો આ વ્યવસાય નથી તેવા લોકો પણ ચોમાસાના ચાર મહિના માછીમારી કરી રોજગારી મેળવતા હોય છે અને જોખમી રીતે માછીમારી કરતા હોય છે થરમોકોલની સીટ ઉપર બેસી બે હાથથી પાણીમાં છબ છબિયા કરી આગળ વધે છે અને જાર નાખી માછલી પકડીને પણ રોજગારી મેળવતા હોય છે અને ઘણી વખત થર્મોકોલની સીટ પર જોખમી રીતે માછીમારી કરતા લોકોની જો સીટ નમી જાય તો ડૂબી જવાનો ભય પણ રહે છે અને ઘણા લોકો ડૂબી પણ ગયા હોવાના ચોકાવનારા અહેવાલો સામે આવ્યા છે

ભરૂચની જેમ ખારી સિંગ પ્રખ્યાત કેવી રીતે હિંલસા માછલી પણ દેશ-વિદેશમાં પ્રચલિત

ભરૂચ જિલ્લાની ખારી સિંગ માત્ર ગુજરાતમાં નહીં પરંતુ દેશ-વિદેશમાં પણ પ્રચલિત છે તેવી જ રીતે ભરૂચના ભાડભુત નજીક નર્મદા અને દરિયાનું સંગમ સ્થળ આવેલું છે જ્યાં સૌથી વધુ હિંલસા માછલીનું ઉત્પાદન થાય છે ભરતીના પાણી દરિયામાંથી નર્મદામાં આવે છે તે દરમિયાન હિંલસા માછલીના ઈંડા તૂટે છે અને તેમાંથી હિંલસા માછલીનું ઉત્પાદન થાય છે ભરતીના સમયે હિલસા માછલીનું ઉત્પાદન માછીમારો માટે રોજગારીનું સાધન બની જાય છે અને એટલા માટે જ આ માછલી માત્ર ભરૂચ જિલ્લામાં જ ઉત્પાદન થાય છે જેના કારણે માત્ર ગુજરાત નહીં પરંતુ દેશ વિદેશમાં પણ સપ્લાય કરવામાં આવતું હોવાનું માછીમારોએ કહ્યું છે

હિલસા માછલી ઈંડા વાળી 1000 રૂપિયા કિલો ઈંડા વગરની 600 રૂપિયા કિલો

હિંલસા માછલીનું ઉત્પાદન માત્ર ભરૂચ જિલ્લામાં થાય છે અને હિંલસા માછલીના સ્વાદ પ્રેમીઓ વરસના આઠ મહિના બાદ એટલે ચોમાસામાં આ હિંલસા માછલીનો સ્વાદ માણવા માટે આતુર હોય છે અને એટલા માટે જ આ હિંલસા માછલીનું ઉત્પાદન ઓછું થાય તો ભાવ વધુ હોય છે અને વધુ થાય તો ભાવ ઓછો હોય છે હાલમાં ઈંડા વાળી હિંસા માછલીનો કિલોનો ભાવ રૂ. 1000 ચાલે છે જ્યારે ઈંડા વગરનીનો 600 રૂપિયા કિલો ભાવ બોલાતો હોવાની પણ માહિતી મળી રહી છે.

વ્યવસાય નથી તેવા લોકો પણ માછીમારી કરતા રોજગારીને અસર થાય છે :- ચીમન ટડેલ

ચોમાસાની સિઝન માછીમારો માટે ઘી-કેળા સાબિત થતી હોય છે પરંતુ આ વ્યવસાયમાં પણ આદિવાસી સહિતના ઘણા માછી પટેલો પણ જોડાયા છે જેના કારણે સાચા અર્થમાં જે માછીમારોનો વ્યવસાય છે તે માછીમારો ની રોજગારી ઉપર અસર થઈ છે ઘણા આદિવાસી માછીમારો સહિત અન્ય માછીમારો પણ પોતાનો વ્યવસાય ન હોવા છતાં થરમોકોલ ની સીટ ઉપર જોખમી રીતે બેસીને પણ માછીમારી કરતા હોય છે જેના કારણે સાચા અર્થમાં જે માછીમારોનો વ્યવસાય હતો તેને અસર થયો હોવાનો આક્ષેપ પણ માછીમાર તરીકે અગ્રણી ચીમન તડેલે કર્યો છે

ચોમાસાની સીઝનનો પ્રારંભ દેવ સુતી એકાદશી કરાયો છે :- ભાડભૂત સરપંચ સુનિલ માછી

ચોમાસાની સીઝનનો પ્રારંભ માછીમારો દેવ સુતી એકાદશી શુભ મુહૂર્ત કરતા હોય છે જેનો આજની પ્રારંભ થયો છે માછીમારોએ નર્મદા અને દરિયાના સંગમ સ્થળે નર્મદા મૈયાનું 151 મીટર ચૂંદડી અર્પણ કરી દૂધનો અભિષેક કરી ભજન મંડળી સાથે માછીમારીના વ્યવસાય નો પ્રારંભ કર્યો છે અને દરિયાદેવ અને નર્મદા મૈયા પાસે પ્રાર્થના કરવામાં આવી છે કે ચોમાસાના ચાર મહિના માછીમારો માટે રોજગારી રૂપ મળી રહે તેવી પ્રાર્થનાઓ કરવામાં આવી છે

અહેવાલ - દિનેશ મકવાણા, ભરૂચ

આ પણ વાંચો -- VADODARA : VMC ની વેરા યોજનામાં કરદાતાઓને રૂ. 4.34 કરોડનું વળતર મળ્યું

Tags :
Advertisement

.