Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bharuch : હિન્દુ તરીકે ઓળખ આપી દુષ્કર્મ આચારનાર વિધર્મી યુવક સામે ખંડણી વસૂલાતની ફરિયાદ નોંધાઈ

અહેવાલ - દિનેશ મકવાણા ,ભરૂચ ભરૂચના એક ગામમાં 3 સંતાનના પિતાએ હિન્દુ તરીકે ઓળખ આપી એક હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવી બળાત્કાર ગુજારીઓ હોવાની ફરિયાદ બાદ આજ નરાધમે instagram ઉપર આદિવાસી તરીકે ગૌતમ વસાવાની આઈડી બનાવી આદિવાસી યુવતીને પ્રેમ જાળમાં...
bharuch   હિન્દુ તરીકે ઓળખ આપી દુષ્કર્મ આચારનાર વિધર્મી યુવક સામે ખંડણી વસૂલાતની ફરિયાદ નોંધાઈ
Advertisement
અહેવાલ - દિનેશ મકવાણા ,ભરૂચ
ભરૂચના એક ગામમાં 3 સંતાનના પિતાએ હિન્દુ તરીકે ઓળખ આપી એક હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવી બળાત્કાર ગુજારીઓ હોવાની ફરિયાદ બાદ આજ નરાધમે instagram ઉપર આદિવાસી તરીકે ગૌતમ વસાવાની આઈડી બનાવી આદિવાસી યુવતીને પ્રેમ જાળમાં ફસાવી બળાત્કાર ગુજારી તેના ફોટા પાડી 67 હજારની ખંડણી વસૂલી હોવાની ફરિયાદ ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાય હોવાની માહિતી સામે આવી છે
ભરૂચ શહેરના સી ડિવિઝન પોલીસ મથકમાં આદિવાસી પરિવારે ફરિયાદ નોંધાવી છે જેમાં પોતાના મામાના ઘરે રહેતી આદિવાસી યુવતીને સોશિયલ મીડિયાના instagram ઉપર ગૌતમ વસાવા તરીકે ઓળખ આપી ચેટિંગ કરી અસલી નામ સિરાજ રૂસ્તમ પટેલ છુપાવી સાથે 3 સંતાનનો પિતા હોવાનું પણ છુપાવી આદિવાસી તરીકે ઓળખ આપી ભોગ બનનાર યુવતીને ભરૂચના સ્ટેશન રોડ ઉપર આવેલી આરાધના હોટલમાં ગુજરાત સ્થાપના દિવસે જ પહેલી મેના રોજ લઈ જઈ તેણી ઉપર દુષ્કર્મ ગુજારીયો હતો અને સાથે તેના અશ્લીલ ફોટા પણ પાડ્યા હતા અને ફોટા વાયરલ કરવાની ધમકી આપી ભોગ બનનાર પાસે 67,000 ઉપરાંત ની રકમ પડાવી હતી
એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી કરી
ત્યારે ભોગ બનનારે બદનામીના ડરથી પોતાની પાસે રહેલી સોનાની ચેન અને બુટ્ટી વેચીને આરોપી કે જેણે પોતાની ઓળખ ગૌતમ વસાવા તરીકે આપી હતી અને તેનું સાચું નામ સિરાજ રૂસ્તમ પટેલ હોવાનું સામે આવતા આખરે ભોગ બનનારે ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકે આદિવાસી તરીકે ગૌતમ વસાવાની ઓળખ આપી છેતરપિંડી કરનાર સિરાજ રૂસ્તમ પટેલ સામે આઇપીસીની કલમ 376. ખાંડણી 386. ખોટી ઓળખ આપવી 419. જાનથી મારી નાખવાની ધમકી આપી 506 (2). તથા ભોગ બનાના ફોટા પાડી વાયરલ કરવાની ધમકી બદલ સાયબર એક્ટ 66-ડી.66-ઈ તથા એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી કરી છે
ખોટી ઓળખ આપનાર વિધર્મી સિરાજ પટેલ સામે વધુ એક ગંભીર ગુનો દાખલ
થોડા દિવસ અગાઉ ભરૂચ તાલુકા પોલીસ મથકમાં હિન્દુ યુવતીને મેહુલ કનુ પટેલ તરીકે ઓળખ આપી પ્રેમ જાળમાં ફસાવી બળાત્કારના પ્રકરણની ફરિયાદ નોંધાઈ હતી અને આજ સિરાજ રુસ્તમ પટેલે ભરૂચ તાલુકાના એક ગામની મામાના ઘરે રહેતી આદિવાસી યુવતીને પણ ગૌતમ વસાવા તરીકે ઓળખ આપી બળાત્કાર ગુજારવા સાથે 67,000 પડાવ્યા હોવાની વધુ એક ઘટના સામે આવતા સી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ ગઈ છે
સિરાજ રૂસ્તમ પટેલ 3 સંતાનો પિતા અને લગ્ને કુંવારો..?
સિરાજ રૂસ્તમ પટેલે પોતે હિન્દુ તરીકેની ઓળખ આપી 2 હિંદુ યુવતીઓ પર બળાત્કાર ગુજારવા સાથે મોટી રકમ વસૂલી હોવાની ઘટના સામે આવી છે અને આ સિરાજ રૂસ્તમ પટેલ 3 સંતાનો પિતા અને લગ્ને લગ્ને કુંવારો બની હિન્દુ યુવતીઓને નિશાન બનાવતો હોવાનો ભાંડો ફૂટ્યો છે
Tags :
Advertisement

Trending News

.

×