Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અમદાવાદમાં 9 વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય, પોલીસે કરી આરોપીની ધરપકડ

અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં 9 વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવાની ઘટના સામે આવી છે. બાળકને લલચાવી તેના પર આ કૃત્ય કરવામાં આવ્યું હતું. જોકે પરિવારને જાણ થતાં કૃષ્ણનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે એક આરોપોની...
અમદાવાદમાં 9 વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય  પોલીસે કરી આરોપીની ધરપકડ

અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં 9 વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવાની ઘટના સામે આવી છે. બાળકને લલચાવી તેના પર આ કૃત્ય કરવામાં આવ્યું હતું. જોકે પરિવારને જાણ થતાં કૃષ્ણનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે એક આરોપોની ધરપકડ કરી છે.

Advertisement

અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં રહેતા એક નરાધમે તેની જ સોસાયટીમાં રહેતા એક બાળકને પોતાની હવસનો શિકાર બનાવ્યો છે. શહેરના કૃષ્ણનગર પોલીસ મથક વિસ્તારમાં આવતા નવા નરોડાની પાશ્વનાથ સોસાયટીમાં રહેતા એક પરિવારે પોતાના 9 વર્ષના બાળક વિરૂદ્ધ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય થયું હોવાની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદને આધારે પોલીસે ફરિયાદીની જ સોસાયટીમાં રહેતા યોગેશ ઉર્ફે યોગો સોલંકીની ધરપકડ કરી છે.

આરોપી યોગેશ સોલંકીની પૂછપરછ કરતાં સામે આવ્યું હતું કે ગઇકાલે સવારે જ્યારે બાળક તેના ઘરેથી રમવા બહાર નીકળ્યું ત્યારે આરોપી યોગેશે બાળકને તેના અન્ય મિત્રો મારા ઘરે રમે છે અને તેને ચોકલેટ આપુ તેવી લાલચ આપી બાળકને ધાબા પર લઈ ગયો હતો અને ત્યાં બાળક સાથે સુરષ્ટી વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. જોકે સમગ્ર મામલે પરિવારને ખ્યાલ આવતા આરોપી યોગેશ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

Advertisement

હાલતો પોલીસે ફરિયાદને આધારે આરોપી યોગેશ ઉર્ફે યોગો સોલંકીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ હવે એ પણ તપાસ કદી રહી છે કે અગાઉ આ આરોપી યોગેશે અન્ય કોઈ બાળક કે બાળકીને પોતાની હવસનો શિકાર બનાવ્યા છે કે કેમ.

આ પણ વાંચો – Gujarat Rain NEWS : ગુજરાતના આ જિલ્લામાં મન મૂકીને મેઘરાજા વરસશે, હવામાન વિભાગની મોટીઆગાહી

Advertisement

આ પણ વાંચો – સાંકળચંદ પટેલ યુનિ.ની નુતન હોમિયોપેથી કોલેજમાં ડો.સેમ્યુઅલ હનેમાનની પ્રતિમાનું અનાવરણ 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

અહેવાલ – પ્રદીપ કચિયા

Tags :
Advertisement

.