Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Amreli Lok Sabha Candidate: કોંગ્રેસ ઉમેદવારનું ફોર્મ રદ કરાવા ભાજપે નખશિશ જોર લગાવ્યું

Amreli Lok Sabha Candidate: અમરેલી લોકસભા બેઠક (Lok Sabha Election) ના કોંગ્રેસ (Congress) ઉમેદવાર જેનીબેન ઠુમ્મર (Jeniben Thummar) ના ફોર્મ રદ કરવાના મામલે છેલ્લા 24 કલાકથી રાજકારણ ગરમાઈ રહ્યું હતું. જેને લઈ આજે અમરેલી કલેક્ટર કચેરીની મુદ્દતમાં High Court માં...
amreli lok sabha candidate  કોંગ્રેસ ઉમેદવારનું ફોર્મ રદ કરાવા ભાજપે નખશિશ જોર લગાવ્યું

Amreli Lok Sabha Candidate: અમરેલી લોકસભા બેઠક (Lok Sabha Election) ના કોંગ્રેસ (Congress) ઉમેદવાર જેનીબેન ઠુમ્મર (Jeniben Thummar) ના ફોર્મ રદ કરવાના મામલે છેલ્લા 24 કલાકથી રાજકારણ ગરમાઈ રહ્યું હતું. જેને લઈ આજે અમરેલી કલેક્ટર કચેરીની મુદ્દતમાં High Court માં સવારે 10 કલાકે બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં આશરે 3 કલાક ચાલી હતી.

Advertisement

  • અમરેલીમાં જેનીબેન ઠુમ્મરનું ચૂંટણી ઉમેદવારી ફોર્મ માન્ય
  • BJP જેનીબેનનું ફોર્મ રદ કરવા માટે અથાય પ્રયત્નો કર્યા
  • BJP ના ઉમેદવારો સામે 7 કરોડની ફરીયાદ નોંધાવી

ત્યારે આ બેઠકમાં વકીલોકની દલીલો બાદ અમરેલી જિલ્લા ચૂંટણી અધિકારી કલેક્ટરે (Election Commission) સુનાવણી કરી હતી. આ સુનાવણી અંતે ઘીના ઠામમાં ઘી પડ્યું હોય તેવું થયું, એટલે કે અમરેલી લોકસભા બેઠક (Lok Sabha Election) ના ઉમેદવાર જેનીબેન ઠુમ્મરનું ફોર્મ માન્ય રાખવામાં આવ્યુ છે. ત્યારે કોંગ્રેસ (Congress) કાર્યકારો દ્વારા કલેક્ટરના નિર્ણયની સત્ય મેવ જ્યતેના નારા લગાવીને ઉજવણી કરી હતી.

આ પણ વાંચો: સુરત લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ઉમેદવારી ફોર્મ રદ

Advertisement

BJPે જેનીબેનનું ફોર્મ રદ કરવા માટે અથાય પ્રયત્નો કર્યા

High Court ના વકીલ પંકજ ચાપાનેરીએ જેનીબેન ઠુમ્મર (Jeniben Thummar) નું ફોર્મ માન્ય રહ્યું હોવાનું જણાવ્યુ હતું. જોકે છેલ્લા 24 કલાકથી રાજકીય ડ્રામા વચ્ચે BJP દ્વારા એડીચોટીનું જોર લગાવામાં આવ્યું હતું. પરંતુ ચૂંટણી તંત્ર દ્વારા જેનીબેન ઠુમ્મરનું ફોર્મ માન્ય રહેતા કોંગ્રેસ (Congress) ના નેતા વીરજી ઠુમ્મરે પ્રેસ કોન્ફરન્સ યોજીને BJP સામે આકરા પ્રહારો કર્યાં હતા.

આ પણ વાંચો: VADODARA : દિકરીને બાઇક પાછળ ઉભી રાખી જોખમી સવારીનો વિડીયો વાયરલ

Advertisement

BJPના ઉમેદવારો સામે 7 કરોડની ફરીયાદ નોંધાવી

તો BJP ના ઉમેદવાર સામે પણ 7 કરોડની લોનની માંડવાળ અંગે વીરજી ઠુમ્મરે કલેકટરને લેખિત ફરિયાદ પણ આપી હતી. તેમણે પ્રેસ કોન્ફરન્સ બાદ જિલ્લા નાયબ ચૂંટણી અધિકારી દ્વારા ટોટલ 14 ઉમેદવારો માંથી 7 ઉમેદવારો માન્ય રહ્યા હોવાનુ જણાવ્યું હતું. જેમાં 4 અપક્ષો અને 1 પ્રાદેશિક પક્ષ સાથે BJP કૉંગ્રેસ વચ્ચે 7 મેના રોજ મતદાન થવાનું જણાવ્યું હતું.

આ પણ વાંચો: VADODARA : પેટ્રોલિયમના ટેન્કરમાંથી દારૂની હેરાફેરી પકડી પાડતી ગ્રામ્ય LCB

Tags :
Advertisement

.