Ahmedabad Police : શહેરમાં PI-PSI ની બદલી બાદ ગ્રામ્યમાં બદલીઓનો દોર, 27 PI ની બદલી
અમદવાાદ (Ahmedabad Police) શહેરમાં PI અને PSI ની બદલી બાદ ગ્રામ્યમાં બદલીઓનો દોર શરૂ થયો છે. માહિતી મુજબ, અમદાવાદ ગ્રામ્યમાંથી 27 PI ની બદલી કરવામાં આવી છે. PSI ની પણ એકસાથે બદલીઓ કરવામાં આવી હોવાની માહિતી છે. અમદાવાદ ગ્રામ્યમાં (Ahmedabad Rural Police) જે બદલીઓ કરવામાં આવી છે તેમાં મહત્ત્વની 3 બદલીઓમાં PI ને પોલીસ સ્ટેશન સાથે વધુની જવાબદારી સોંપવામાં આવી છે.
અમદાવાદ ગ્રામ્યમાંથી 27 PI ની બદલી
અમદાવાદમાં થોડા દિવસ પહેલા PI અને PSI ની બદલી (Transfer of PI and PSI) બાદ હવે ગ્રામ્યમાં બદલીઓ કરવામાં આવી છે. અમદાવાદ ગ્રામ્યમાંથી 27 PI ની બદલી કરવામાં આવી છે. ઉપરાંત, PSI ની પણ એક સાથે બદલીઓ કરવામાં આવી છે. આ બદલીઓમાં મુખ્ય 3 બદલીઓમાં PI ને પોલીસ સ્ટેશનની વધારાની જવાબદારી સોંપવામાં આવી છે. 21 જેટલા PI ની આંતરિક બદલીઓ કરવામાં આવી છે. માહિતી મુજબ, કામગીરી અને સમય મર્યાદા પૂર્ણ થતાં આ બદલીઓ કરવામાં આવી હોવાની માહિતી છે.
Ahmedabad ગ્રામ્ય પોલીસમાં બદલીનો દોર : 27 PIની બદલી કરાઈ । Gujarat First @SPAmdRural @dgpgujarat @GujaratFirst @Bhupendrapbjp
@sanghaviharsh @GujaratPolice #Ahmedabad #District #Police #PI #PSI #Badli #GujaratFirst #GujaratPolice pic.twitter.com/8ybea2fD7n— Gujarat First (@GujaratFirst) June 25, 2024
અગાઉ 15 PI અને 10 PSI ની આંતરિક બદલી
જણાવી દઈએ કે, રથયાત્રા (Rath Yatra) પહેલા અગાઉ 15 PI અને 10 PSI ની આંતરિક બદલી કરવામાં આવી હતી. ગોમતીપુરમાં (Gomtipur) ડબલ મર્ડર બાદ PI ની વિશેષ શાખામાં બદલી કરાઈ હતી, જ્યારે નિકોલમાં (Nikol) ફાયરિંગ બાદ હત્યાની ઘટનામાં PI ની કંટ્રોલરૂમમાં બદલી કરાઈ હતી. અમદાવાદ ગ્રામ્ય પોલીસમાં (Ahmedabad Police) આંતરિક બદલીને જોતા પોલીસ બેડામાં ચર્ચાનો માહોલ જામ્યો છે.
આ પણ વાંચો - Rajkot GameZone tragedy : એક માસ પૂર્ણ થતાં કોંગ્રેસનું રાજકોટ બંધ, તપાસ અંગે ઋષિકેશ પટેલે આપી માહિતી
આ પણ વાંચો - Gandhinagar : ફિલ્મી ઢબે ખાનગી કારમાં સરકારી અધિકારીનું અપહરણ, પોલીસે પાર પાડ્યું દિલધડક ઓપરેશન!
આ પણ વાંચો - Ganesh Gondal : દલિત યુવકને માર મારવાના કેસમાં ગણેશ ગોંડલને કોર્ટથી મોટો ઝટકો!