Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ahmedabad : રસ્તાઓની વચ્ચે ભયાવહ હોર્ડિંગ મામલે HC માં અરજી, મુંબઈની ઘટનાનો પણ ઉલ્લેખ

અમદાવાદ (Ahmedabad) શહેરમાં મોટાભાગના ચાર રસ્તાઓ અને VVIP રસ્તાઓ પર હોર્ડિંગ અને બેનરો લાગેલા છે. શહેરના આ લાગેલા બેનરોને લઈને ગુજરાત હાઇકોર્ટમાં (Gujarat High Court) એક અરજદારે પિટિશન દાખલ કરી છે. પિટિશનમાં ઉલ્લેખ કરેલો છે કે આગામી સમયમાં ચોમાસાની ઋતુ...
ahmedabad   રસ્તાઓની વચ્ચે ભયાવહ હોર્ડિંગ મામલે hc માં અરજી  મુંબઈની ઘટનાનો પણ ઉલ્લેખ

અમદાવાદ (Ahmedabad) શહેરમાં મોટાભાગના ચાર રસ્તાઓ અને VVIP રસ્તાઓ પર હોર્ડિંગ અને બેનરો લાગેલા છે. શહેરના આ લાગેલા બેનરોને લઈને ગુજરાત હાઇકોર્ટમાં (Gujarat High Court) એક અરજદારે પિટિશન દાખલ કરી છે. પિટિશનમાં ઉલ્લેખ કરેલો છે કે આગામી સમયમાં ચોમાસાની ઋતુ શરૂ થવાની છે અને આ દરમિયાન શહેરમાં લાગેલા આ પ્રકારનાં મહાકાય હોર્ડિંગ (hoardings) ખૂબ જ જોખમી સાબિત થઈ શકે છે.

Advertisement

અરજીમાં મુંબઈની ઘટનાનો ઉલ્લેખ

હાઇકોર્ટમાં અરજદારે શહેરમાં (Ahmedabad) લાગેલા ભયાવહ હોર્ડિંગની અરજી દાખલ કરી છે. અરજી સાથે-સાથે મુંબઈમાં બનેલી ઘટનાનો (Mumbai hoardings incident) પણ ઉલ્લેખ કરાયો છે. મુંબઈમાં ભારે પવનના કારણે એક વિશાળ હોર્ડિંગ ધરાશાયી થયું હતું કે તેના કારણે 10 લોકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો હતો. અમદાવાદ શહેરમાં આ પ્રકારની ઘટના ના બને તે માટે સમયસર જો પગલાં લેવામાં આવે તો મોટી જાનહાની ટાળી શકાય.

AMC અને રાજ્ય સરકારને કોર્ટના આદેશ

ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ પિટિશનને (petition) ધ્યાનને રાખતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને રાજ્ય સરકારને (Gujarat Government) જરૂરી નિર્દેશો આપે તેવી માગણી કરી છે અને આ સાથે જ આગામી 48 કલાકમાં અરજદારને આ લાગેલા હોર્ડિંગની પરવાનગી અને જરૂરી તમામ માહિતીઓ આપવા માટે જણાવ્યું છે. આ સાથે 21 જૂનના રોજ તમામ શહેરની અંદર લાગેલા હોર્ડિંગની (hoardings) જરૂરી માહિતી સાથે હાઇકોર્ટમાં હાજર રહેવા પણ સૂચન કર્યું છે.

Advertisement

અહેવાલ : પ્રદિપ કચિયા

આ પણ વાંચો - VADODARA : VMC ની જમીન પર દબાણ કરનાર સાંસદ યુસુફ પઠાણને નોટીસ

Advertisement

આ પણ વાંચો - Rajkot Gamezoneના આરોપી અશોકસિંહનો મેડિકલ રિપોર્ટ જોઇ પોલીસ ચોંકી

આ પણ વાંચો - Aamirના પુત્રની ફિલ્મ રિલીઝ કરવા ગુજરાત હાઇકોર્ટે આપ્યો મનાઇ હુકમ

Tags :
Advertisement

.