Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad : SG હાઇવે પર ગોઝારો અકસ્માત, ડમ્પરચાલકે અડફેટે લેતા બાઇકસવાર બે પૈકી એકનું મોત

અમદાવાદના (Ahmedabad) એસ.જી. હાઈવે (SG Highway) પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. બાઇકસવાર બે યુવકને એક ડમ્પરચાલકે અડફેટે લેતા એક યુવકનું મોત નીપજ્યું છે. જ્યારે અન્ય એક યુવકની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે. આ ગોઝારા અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ...
ahmedabad   sg હાઇવે પર ગોઝારો અકસ્માત  ડમ્પરચાલકે અડફેટે લેતા બાઇકસવાર બે પૈકી એકનું મોત
Advertisement

અમદાવાદના (Ahmedabad) એસ.જી. હાઈવે (SG Highway) પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. બાઇકસવાર બે યુવકને એક ડમ્પરચાલકે અડફેટે લેતા એક યુવકનું મોત નીપજ્યું છે. જ્યારે અન્ય એક યુવકની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે. આ ગોઝારા અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જે જોઈને તમારા પણ રૂંવાડાં ઊભા થઈ જશે. આ ઘટના બાદ ડમ્પર ચાલકને લોકોએ પકડી પોલીસ હવાલે કર્યો હતો. ડમ્પર ચાલકને SG 2 ટ્રાફિક પોલીસ સ્ટેશન (SG 2 Traffic Police Station) લઈ જવાયો છે. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

અમદાવાદના (Ahmedabad) એસ.જી. હાઇવે પર એક ગોઝારો અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે મેઇન રોડ ક્રોસ કરી સર્વિસ રોડ પર જતા બાઇકસવાર બે યુવકોને પાછળથી આવતા ડમ્પરચાલકે ટક્કર મારી હતી. આથી બાઇક સવાર નીચે પટકાયા હતા. દરમિયાન, ડમ્પર બાઇકસવાર પરથી પસાર થતા બંને યુવક કચડાઈ ગયા હતા. આ અકસ્માતમાં બાઇકસવાર એક યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક યુવકની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે. ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે સોલા સિવિલ હોસ્પિટલ (Sola Civil Hospital) ખસેડવામાં આવ્યો છે.

Advertisement

રાજસ્થાન નંબર પ્લેટવાળી હતી બાઇક

માહિતી મુજબ, આ અક્સમાતમાં SG 2 ટ્રાફિક પોલીસે (SG 2 Traffic Police) ડમ્પરચાલકની ધરપકડ કરી છે અને ડમ્પરને કબજે કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. તપાસમાં સામે આવ્યું છે કે બાઇક પર રાજસ્થાનની નંબર પ્લેટ હતી. મૃતક યુવકની ઓળખ દિનેશ રાવત તરીકે થઈ છે. તેની ઉંમર 45 વર્ષ હોવાની માહિતી છે. આ મામલે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો - Rajkot : લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટીમાં આંતરિક જૂથવાદ! આ બે નેતાઓના જૂથ સામસામે

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે: 

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

Trending News

.

×