Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ahmedabad : ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી

અમદાવાદ (Ahmedabad) શહેરના જમાલપુર ખાડીયા વિસ્તારમાં કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા તેમ જ તેઓની ભત્રીજીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોય તેવી ઘટના સામે આવી છે. ઈમરાન ખેડાવાલાની ઓફિસની પાડોશમાં રહેતા વ્યક્તિએ રાતના સમયે તેઓની ભત્રીજી સાથે મકાન બનાવવા બાબતે...
ahmedabad   ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી

અમદાવાદ (Ahmedabad) શહેરના જમાલપુર ખાડીયા વિસ્તારમાં કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા તેમ જ તેઓની ભત્રીજીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોય તેવી ઘટના સામે આવી છે. ઈમરાન ખેડાવાલાની ઓફિસની પાડોશમાં રહેતા વ્યક્તિએ રાતના સમયે તેઓની ભત્રીજી સાથે મકાન બનાવવા બાબતે બોલાચાલી અને ગાળાગાળી કરી હતી. બાદમાં ભત્રીજી અને તેઓને જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. ગાયકવાડ હવેલી પોલીસે (Gaikwad police station) ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

Advertisement

ઇમરાન ખેડાવાલાને જાનથી મારવીની ધમકી

ફરિયાદ મુજબ, અમદાવાદના (Ahmedabad) જમાલપુર ખાડિયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાની (Imran Khedawala) ખાંડની શેરીમાં ઓફિસ આવેલી છે અને હાલમાં જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા બંને ઇમારતોને ભયજનક જણાવી નોટિસ પાઠવી છે. તેવામાં રવિવારે રાત્રે 10:30 થી 11:00 વાગે આસપાસ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાની ભત્રીજી નસીમ ખેડાવાલા ત્યાં હાજર હતી. તે સમયે પાડોશમાં રહેતો ઇરફાન ઉર્ફે સ્ટીલ નાગોરી ત્યાં આવ્યો હતો અને તમારે મકાન બનાવવું હોય તો મારી માતા સાથે વાત કરજો તેઓ જણાવીને બોલાચાલી કરી હતી અને બાદમાં ઝઘડો કરીને ધમકીઓ આપી હતી.

મકાન બાંધવા મામલે પાડોશીએ ધમકી આપી હોવાનો આરોપ

ઈરફાન ઉર્ફે સ્ટીલ નાગોરીએ (Irfan Nagori) ફરિયાદીની ભત્રીજી તેમ જ કાકી સાથે ઝઘડો કરી પોલીસમાં ફરિયાદ કરી તો તમને જાનથી મારી નાખીશ અને સવારમાં કોઈ એકની વિકેટ પાડી દઈશ તે પ્રકારની ધમકીઓ આપી હતી. સાથે જ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાને પણ જાનથી મારી નાખીશ તે પ્રકારની ધમકીઓ આપીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. જે મામલે નસીમ ખેડાવાલાએ પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરતા આ મામલે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં (Gaikwad police station) ઇરફાન નાગોરી સામે ધમકી આપવા બાબતની ફરિયાદ નોંધાઈ છે.

Advertisement

CM, HM અને પોલીસ કમિશનરને પત્ર લખી રજૂઆત

ધારાસભ્ય અને તેમના પરિવારજનોને મળેલી ગર્ભિત ધમકીને ધ્યાનમાં રાખીને ઇમરાન ખેડાવાલાએ મુખ્યમંત્રી, ગૃહમંત્રી, તેમ જ પોલીસ કમિશનર અમદાવાદને પત્ર લખીને આ બાબતે ત્વરિત કાર્યવાહી કરી આરોપીની ધરપકડ કરવાની માગ કરી હતી. અગાઉ પણ આ આરોપી દ્વારા બે વખત તેઓને આ રીતે ધમકીઓ આપી હોય તે બાબત તેઓએ જણાવી હતી. આ ઘટના બાદ આરોપી ફરાર થઈ ગયો હોય ગાયકવાડ હવેલી પોલીસે આરોપીને પકડવા માટે અલગ-અલગ દિશામાં તપાસ શરૂ કરી છે.

અહેવાલ : પ્રદિપ કાછીયા

Advertisement

આ પણ વાંચો - Junagadh : મનપા સેક્રેટરી સામે મહિલાની દુષ્કર્મની ફરિયાદ, અધિકારીનો મહિલા વિરુદ્ધ બ્લેકમેલિંગનો આરોપ

આ પણ વાંચો - ​Spa : સ્પાની મહિલા કર્મચારી સાથે વાંધો પડતા કુખ્યાત પોલીસવાળાએ ફટકારી

આ પણ વાંચો - Surat : ડોક્ટરે હોસ્ટેલમાં બોલાવી થાઈ ગર્લ, પછી આખી રાત હોસ્ટેલમાં…

Tags :
Advertisement

.