Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gujarat Vidyapith : ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ ડૉ. હર્ષદ પટેલની નિયુક્તિ મુદ્દે PMOમાં ફરિયાદ

Gujarat Vidyapith : ગૂજરાત વિદ્યાપીઠના (Gujarat Vidyapith)વાઈસ ચાન્સેલરની નિમણૂકને લઈ વિદ્યાપીઠના જ એક સિનિયર પ્રોફેસર દ્વારા PMOમાં લેખિત ફરિયાદ કરવામાં આવી છે. ડૉ.હર્ષદ પટેલનો (Harshad Patel)પ્રોફેસર તરીકે 10 વર્ષનો અનુભવ ન હોવા છતાં વિશિષ્ટ વિચારધારાનો દૂરઉપયોગ કરી ગૂજરાત વિદ્યાપીઠના વાઈસ...
gujarat vidyapith   ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ ડૉ  હર્ષદ પટેલની નિયુક્તિ મુદ્દે pmoમાં ફરિયાદ

Gujarat Vidyapith : ગૂજરાત વિદ્યાપીઠના (Gujarat Vidyapith)વાઈસ ચાન્સેલરની નિમણૂકને લઈ વિદ્યાપીઠના જ એક સિનિયર પ્રોફેસર દ્વારા PMOમાં લેખિત ફરિયાદ કરવામાં આવી છે. ડૉ.હર્ષદ પટેલનો (Harshad Patel)પ્રોફેસર તરીકે 10 વર્ષનો અનુભવ ન હોવા છતાં વિશિષ્ટ વિચારધારાનો દૂરઉપયોગ કરી ગૂજરાત વિદ્યાપીઠના વાઈસ ચાન્સેલરપદનો નિયુક્તિ પત્ર મેળવ્યો હોવાના ફરિયાદમાં આક્ષેપો કરવામાં આવ્યાં છે. વધુમાં એવી પણ ચીમકી ઉચ્ચારી છે કે, મારી રજૂઆતને ધ્યાને લઈ એક મહિનાની અંદર યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં તો આગામી દિવસમાં આંદોલનની ચીમકી ઉચ્ચારી.

Advertisement

રાજ્યની બે યુનિવર્સિટીના કુલપતિ રહેલા ડૉ.હર્ષદ પટેલની ગત 7 ફેબ્રુઆરીએ ગૂજરાત વિદ્યાપીઠના 17મા કુલપતિ તરીકે નિયુક્તિ કરવામાં આવી હતી. એ પહેલા ગૂજરાત વિદ્યાપીઠના ચાન્સેલર તરીકે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની નિયુક્તિ કરાઈ હતી. આ બંન્ને નિયુક્તિ વખતે લાંબા સમય સુધી વિવાદ પણ ચાલ્યો હતો. વિદ્યાપીઠના હિન્દી વિભાગના સિનિયર પ્રોફેસર અને ભાષા સાહિત્યના ડીન દ્વારા વાઈસ ચાન્સેલરની નિયુક્તિ સામે આક્ષેપો કરતી ફરિયાદ PMO અને  UGCમાં કરવામાં આવી છે.

Advertisement

આ અરજીમાં આક્ષેપ કરાયા છે કે, વાઈસ ચાન્સેલરની નિયુક્તિ માટે દસ વર્ષનો પ્રોફેસર તરીકેમાં કામગીરી કરવાનો અનુભવ હોવો જોઈએ. પરંતુ ડૉ.હર્ષદ પટેલ પાસે આવો કોઈ અનુભવ નથી. જેથી એમની ખોટી રીતે થયેલી નિયુક્તિ રદ કરવા ઉપરાંત આ પદ પર આપેલા વેતન સહિતના અન્ય આર્થિક લાભોની રિકવરી કરવામાં આવે. વધુમાં આ પ્રોફેસરે પોતે વાઈસ ચાન્સેલર પદ માટે લાયક હોવા છતાં તેની અરજીને ધ્યાને લેવાઈ ન હોવાના પણ આક્ષેપ કર્યો છે.

આ પણ  વાંચો - NAVSARI: દાંડી દરિયાની દુર્ઘટનામાં 4 પૈકી બે મૃતદેહ મળ્યા, સર્ચ ઓપરેશન હાલ પણ ચાલુ

Advertisement

આ પણ  વાંચો - Rajkot : સીટી બસના ડ્રાઇવરો અચાનક હડતાળ પર ઉતર્યા, બસ ડેપોમાં જ ચક્કાજામ, આ છે માગ!

આ પણ  વાંચો - Ahmedabad : આંગડીયા પેઢીની તપાસમાં CID ક્રાઈમ બાદ હવે ED અને IT ની એન્ટ્રી!

Tags :
Advertisement

.