Ahmedabad : તપાસ એજન્સીઓના ઉચ્ચ અધિકારીઓની ઓળખ આપી લોકો પાસે નાણા પડાવતી ગેંગની ધરપકડ
Ahmedabad : રાજ્યની સામાન્ય નાગરિકોને સાઇબર ક્રાઇમ (Crime Branch), CBI, કસ્ટમ જેવી એજન્સીઓના ઉચ્ચ અધિકારીઓના નામે વાતચીત કરીને તેમના નામે ઘણા બધા બેન્ક એકાઉન્ટ ખોલ્યા છે અને તે ખાતાઓમાં ડ્રગ અને મનીલોન્ડરિંગની જેવા કામો થાય છે. તેવું જણાવીને ભોગ બનાવીને ડરાવી ધમકાવી અને સ્કાય પર વીડિયો કોલિંગ કરાવીને ડિજિટલ એરેસની ધમકી આપી નાણા પડાવતી ગેંગના સભ્યોની અમદાવાદ સાઇબર ક્રાઇમે ધરપકડ કરી છે.
ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી
અમદાવાદમાં (Ahmedabad) રહેતા ફરિયાદીએ મુંબઈ પોલીસ સાઇબર ક્રાઇમના જુદા જુદા અધિકારી બોલતા હોવાની ઓળખ આપીને ફોન કરીને વારંવાર ધમકી આપતા હોવાની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદીએ તેમના આધાર કાર્ડનો ઉપયોગ કરી મુંબઈના મહંમદ ઈકબાલને 24 જેટલા બેંક ખાતા (Bank Account) ખોલી આપી તેમાં ગેરકાયદેસર ટ્રાન્જેક્શન કર્યું હતું. જે બેંક ખાતાઓમાં મનીલોન્ડરિંગ (money laundering) અને સ્મગલિંગના રૂપિયા આવેલ છે અને તેમની સામે ચાર્જ લાગે તેમ છે. આ તમામ ગુનામાં 10 વર્ષની સજાથી લઈને આજીવન કેદ સુધીની સજાઓની જોગવાઈ છે. જો તપાસમાં સાથ સહકાર નહીં આપે અને તેમના કહ્યા મુજબ નહીં કરે તો આ કેસની અંદર ફસાવી દેવાની ધમકી પણ આપવામાં આવી હતી. તે બાદ ફરિયાદીને સ્કાયપ કોલ પર એરેસ્ટ કરી લેવશે તે પ્રકારની ધમકી આપીને સ્કાઈપ પરથી મુંબઈ સાયબર સેલના (Mumbai Police Cybercrime) ઉચ્ચ અધિકારીઓના નામે જુદી જુદી તારીખે વાતચીત કરાવી બેંકના બેલેન્સની માહિતી મેળવી હતી.
ચાર આરોપીઓની ધરપકડ
મુંબઈ સાઇબર સેલના ઉચ્ચ અધિકારીઓના નામે જુદી જુદી તારીખે વાતચીત કરાવી બેંકના બેલેન્સની માહિતી મેળવી અને તે પૈસાને વેરિફિકેશન માટે મોકલી આપવા માટે બળજબરીપૂર્વક દબાણ કર્યું હતું. જો ફરિયાદી પૈસા નહીં ભરે તો એન્ટી મનીલોન્ડરિંગ ડિપાર્ટમેન્ટ વેરિફાઇ કરશે અને પછી તરત જ 15 મિનિટમાં તરત રૂપિયા પાછા ખાતામાં આવી જશે, તેવી વાત કરીને જુદી જુદી તારીખે કુલ રૂ. 41,25,627 બળજબરીપૂર્વક પડાવી લીધા હતા. આ રૂપિયા પડાવવા માટે મુંબઈ પોલીસ અધિકારીનું ખોટું ID કાર્ડની સાથે CBI ના લોકો અને RBI ના સિક્કાવાળું બનાવતી સર્ટી મોકલી પોલીસની ખોટી ઓળખ પણ આપી હોવાની ફરિયાદના આધારે અમદાવાદ સાઇબર ક્રાઇમે (Ahmedabad cybercrime) રમેશ નાકરાણી, વિવેક ઉનડકત, વિવેક કોલડિયા અને બળદેવ સતાણીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અહેવાલ : પ્રદીપ કાછીયા
આ પણ વાંચો - Ahmedabad : વિદેશોમાંથી ગાંજાની હેરાફેરી કરવા માફિયાઓએ અપનાવ્યો ગજબનો કીમિયો, જાણી ચોંકી જશો!
આ પણ વાંચો - Kheda : PSI સહિત પોલીસકર્મીઓ પર હુમલા મામલે આરોપીઓનાં ઘરે પોલીસની મોટી કાર્યવાહી!
આ પણ વાંચો - Rajkot Game Zone Tragedy : TPO મનોજ સાગઠિયા બાદ હવે તેના ભાઈના માથે તપાસની લટકતી તલવાર!