Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Government Jobs : પેટા હિસાબનીશ અને હિસાબનીશની ભરતી પરીક્ષાને લઈ મહત્ત્વનાં સમાચાર

સરકારી નોકરીની (Government Jobs) રાહ જોતા યુવાનો માટે એક મહત્ત્વનાં સમાચાર આવ્યા છે. પેટા હિસાબનીશ અને હિસાબનીશની ભરતી પરીક્ષાની તારીખોને લઈ અપડેટ આપવામાં આવી છે. ગૌણ સેવા પસંદગી મંડળનાં (Secondary Service Selection Board,) સચિવ હસમુખ પટેલે (Hasmukh Patel) ટ્વીટ કરીને...
06:06 PM Jul 25, 2024 IST | Vipul Sen
સૌજન્ય : Google

સરકારી નોકરીની (Government Jobs) રાહ જોતા યુવાનો માટે એક મહત્ત્વનાં સમાચાર આવ્યા છે. પેટા હિસાબનીશ અને હિસાબનીશની ભરતી પરીક્ષાની તારીખોને લઈ અપડેટ આપવામાં આવી છે. ગૌણ સેવા પસંદગી મંડળનાં (Secondary Service Selection Board,) સચિવ હસમુખ પટેલે (Hasmukh Patel) ટ્વીટ કરીને આ માહિતી આપી છે. આ મામલે ઉમેદવારો તરફથી રાજ્યમાં ભારે વરસાદને લઈ પરીક્ષાની સ્થિતિ અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો.

રાજ્યમાં પેટા હિસાબનીશ અને હિસાબનીશની ભરતી પરીક્ષાની (Sub Accountant and Accountant Recruitment Exam) ઉમેદવારો છેલ્લા ઘણા સમયથી રાહ જોઈને બેઠા છે. ત્યારે હવે તેમના માટે એક મોટા સમાચાર આવ્યા છે. ગૌણ સેવા પસંદગી મંડળનાં સચિવ હસમુખ પટેલે (Hasmukh Patel) તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી પરીક્ષાની તારીખો અંગે અપડેટ આપી છે. પેટા હિસાબનીશ અને હિસાબનીશની ભરતી (Government Jobs) પરીક્ષા 28 જુલાઈના રોજ જ યોજાશે. ભરતી માટેની આ પરીક્ષા 3 શિફ્ટમાં યોજાશે.

હિસાબનીશ તથા પેટા હિસાબનીશની 266 જગ્યાઓ માટે ભરતી

જણાવી દઈએ કે, હિસાબનીશ તથા પેટા હિસાબનીશની 266 જગ્યાઓ માટે ભરતી થવાની છે. ત્યારે આ પરીક્ષાની ઉમેદવારો છેલ્લા ઘણાં સમયથી રાહ જોઈ રહ્યા હતા. દરમિયાન, રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિને જોતા થોડા દિવસ પહેલા ઉમેદવારો તરફથી આ પરીક્ષાની સ્થિતિ અંગે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. જે અંગે જવાબ આપતા સચિવ હસમુખ પટેલે પરીક્ષાની તારીખો અંગે માહિતી આપી હતી.

 

આ પણ વાંચો - Ahmedabad : સિવિલ હોસ્પિ.માં 3D લેપ્રોસ્કોપી સિસ્ટમની સુવિધા, ઓપન સર્જરીનો દર ઘટવાની સંભાવના!

આ પણ વાંચો - Bharuch : ભારતી પેટ્રોલ પંપ પર ચપ્પુની અણીએ ધીંગાણું, કર્મચારી પર જીવલેણ હુમલો!

આ પણ વાંચો - VADODARA : ભારે વરસાદ બાદ રાહત અને બચાવની કામગીરીની સમીક્ષા કરતા મુખ્યમંત્રી

Tags :
Accountant recruitment examexam datesGovernment JobsGujarat FirstGujarati NewsHasmukh PatelHeavy rainsSecondary Service Selection BoardSub Accountant
Next Article