Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સરકારે બિન-બાસમતી ચોખાની નિકાસ પર મુક્યો પ્રતિબંધ,આ કારણોથી લીધો નિર્ણય

કેન્દ્ર સરકારે ચોખાની નિકાસને લઈને એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. . જેમાં બાસમતી ચોખા સિવાય તમામ પ્રકારના ચોખાની નિકાસ પર રોક લગાવી દેવાઇ છે. ચોખાની વધતી કિંમતોને નિયંત્રણમાં લેવા આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે. નોન-બાસમતી કાચા ચોખાની...
સરકારે બિન બાસમતી ચોખાની નિકાસ પર મુક્યો પ્રતિબંધ આ કારણોથી લીધો નિર્ણય

કેન્દ્ર સરકારે ચોખાની નિકાસને લઈને એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. . જેમાં બાસમતી ચોખા સિવાય તમામ પ્રકારના ચોખાની નિકાસ પર રોક લગાવી દેવાઇ છે. ચોખાની વધતી કિંમતોને નિયંત્રણમાં લેવા આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે.

Advertisement

નોન-બાસમતી કાચા ચોખાની નિકાસ પર પ્રતિબંધ

ખાદ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બાસમતી ચોખા અને તમામ પ્રકારના ઉસના ચોખાની નિકાસ નીતિમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. એટલે કે માત્ર નોન-બાસમતી કાચા ચોખાની નિકાસ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જોકે ભારતમાંથી બાસમતી ચોખાની મોટા પાયે નિકાસ થાય છે.

Advertisement

નોટિફિકેશન પહેલા જહાજોમાં ચોખાનું લોડિંગ શરૂ થઈ ગયું હોય તો તેની નિકાસને મંજૂરી આપવામાં આવશે.

સરકારે બિન-બાસમતી સફેદ ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂકીને સ્થાનિક બજારમાં વધતા ભાવને કાબૂમાં લેવાનો નિર્ણય કર્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી ચોખાના ભાવમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે, આ મહિનામાં ચોખાના ભાવમાં 10 થી 20 ટકાનો વધારો થયો છે. જોકે ચોખાની નિકાસને અમુક શરતો સાથે મંજૂરી આપવામાં આવશે. જો નોટિફિકેશન પહેલા જહાજોમાં ચોખાનું લોડિંગ શરૂ થઈ ગયું હોય તો તેની નિકાસને મંજૂરી આપવામાં આવશે.આ સિવાય સરકારે અન્ય દેશોને મંજૂરી આપી હોય તેવા કિસ્સામાં પણ ચોખાની નિકાસની મંજૂરી આપવામાં આવશે. સરકારે આ દેશોની ખાદ્ય સુરક્ષાની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આવી પરવાનગી આપી છે. દેશમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ખાણી-પીણીની કિંમતમાં ઘણો વધારો થયો છે. ઘઉં, ચોખા, દૂધ અને શાકભાજીના ભાવમાં ઝડપથી વધારો થયો છે.

Advertisement

દેશમાંથી નિકાસ થતા કુલ ચોખામાં નોન-બાસમતી સફેદ ચોખાનો હિસ્સો લગભગ 25 ટકા

દેશમાંથી નિકાસ થતા કુલ ચોખામાં નોન-બાસમતી સફેદ ચોખાનો હિસ્સો લગભગ 25 ટકા છે. ભારતમાંથી નોન-બાસમતી સફેદ ચોખાની કુલ નિકાસ 2022-23માં USD 4.2 મિલિયન હતી જે અગાઉના નાણાકીય વર્ષ એટલે કે 2021-22માં USD 2.62 મિલિયન હતી. ભારત થાઇલેન્ડ, ઇટાલી, સ્પેન, શ્રીલંકા અને યુનાઇટેડ સ્ટેટ્સમાં સૌથી વધુ બિન-બાસમતી સફેદ ચોખાની નિકાસ કરે છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં લગભગ 15.54 લાખ ટન સફેદ ચોખાની નિકાસ કરવામાં આવી છે, જે એક વર્ષ અગાઉના સમયગાળામાં માત્ર 11.55 લાખ ટન હતી, એટલે કે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં નિકાસમાં 35 ટકાનો વધારો થયો છે.

તમને જણાવી દઈએ કે ભારત વિશ્વમાં ચોખાનો બીજો સૌથી મોટો નિકાસકાર દેશ છે, ગયા વર્ષે સપ્ટેમ્બરમાં સરકારે તૂટેલા ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. આ સાથે વિવિધ પ્રકારના ચોખાની નિકાસ પર 20 ટકા સુધીની ડ્યુટી લાદવામાં આવી હતી.

Tags :
Advertisement

.