Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gondal : દિવ્યાંગોને વિનામૂલ્યે કૃત્રિમ હાથ-પગનું વિતરણ, આગામી દિવસોમાં અહીં યોજાશે કેમ્પ

કૃત્રિમ હાથ પગનું દિવ્યાંગોને વિનામૂલ્યે વિતરણ કરવાનો કેમ્પ યોજાયો : શહેર અને તાલુકાના 456 લાભાર્થીઓને વહીવટી તંત્ર દ્વારા ફોન કરી જાણ કરવામાં આવી એડીપ સ્ક્રિમ અંતર્ગત સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ ભારત સરકાર દ્વારા ગુજરાતમાં એસ.આર.ટ્રસ્ટ રતલામ અને ALIMCO અને...
gondal   દિવ્યાંગોને વિનામૂલ્યે કૃત્રિમ હાથ પગનું વિતરણ  આગામી દિવસોમાં અહીં યોજાશે કેમ્પ

કૃત્રિમ હાથ પગનું દિવ્યાંગોને વિનામૂલ્યે વિતરણ કરવાનો કેમ્પ યોજાયો : શહેર અને તાલુકાના 456 લાભાર્થીઓને વહીવટી તંત્ર દ્વારા ફોન કરી જાણ કરવામાં આવી

Advertisement

એડીપ સ્ક્રિમ અંતર્ગત સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ ભારત સરકાર દ્વારા ગુજરાતમાં એસ.આર.ટ્રસ્ટ રતલામ અને ALIMCO અને રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અસ્થિ વિષયક સેરેબ્રલ પાલ્સી, મસ્ક્યુલર ડિસ્ટ્રોફિ, પાર્કિન્સ ડિસિઝની દિવ્યાંગતા ધરાવતાને ઉચ્ચ ગુણવતાયુક્ત કેલિપર્સનું વિતરણ કેમ્પનું આયોજન ગોંડલ (Gondal) સિવિલ હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું, જેમાં મોબાઇલ વર્કશોપનાં માધ્યમથી નિષ્ણાંત ડોક્ટરો દ્વારા એસેસમેન્ટ કરીને વિનામૂલ્યે આપવામાં આવ્યા હતા.

Advertisement

દીપ પ્રાગટય કરી કેમ્પની શરૂઆત

આ કેમ્પમાં રાજકોટ જિલ્લા કલેક્ટરનાં માર્ગદર્શન હેઠળ ગોંડલ ડેપ્યૂટી કલેક્ટર રાહુલ ગમારા, સમાજ સુરક્ષા વિભાગ પ્રોબેશન ઓફિસર ડો. મિલન પંડિત, શહેર મામલતદાર, નાયબ મામલતદાર મનીષભાઈ જોષી સિવિલ હોસ્પિટલ (Civil Hospital) અધિક્ષક, તાલુકા બ્લોક હેલ્થ ઓફિસર ગોયલ, નગરપાલિકા અને તાલુકા પંચાયત ના પ્રમુખ, ઉપપ્રમુખ, સદસ્યો સહિતનાં પદાધિકારો એ દીપ પ્રાગટય કરી કેમ્પની શરૂઆત કરી હતી.

શહેર અને તાલુકા 456 લાભાર્થીઓ

ગોંડલ (Gondal) શહેર અને તાલુકામાં 456 જેટલા દિવ્યાંગ લાભાર્થીઓ છે તમામ લાભાર્થીઓને રાજકોટ અને ગોંડલ વહીવટી તંત્રએ ફોન કરી આ કેમ્પમાં આવા માટે આમંત્રણ પણ આપવામાં આવ્યું હતું. આજે સવારથી જ મોટી સંખ્યામાં લાભાર્થીઓ આવી પોહચ્યાં હતાં. જે દિવ્યાંગ લાભાર્થીઓ પાસે ડો. સર્ટિફિકેટ (દિવ્યાંગતા સર્ટિફિકેટ) ના હોય તેને કેમ્પમાં જ સર્ટિફિકેટ કાઢી આપવામાં આવે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. દિવ્યાંગ લાભાર્થીઓએ આ કેમ્પ માં આધાર કાર્ડ, યુ.ડી.આઈ.ડી.કાર્ડ/નવું ઓનલાઈન મુજબનું ડો.સર્ટિફિકેટ એટલે કે (દિવ્યાંગતા સર્ટિફિકેટ) આવકનું પ્રમાણપત્ર 2.70 લાખ સુધીનું (ચાલુ નાણાકીય વર્ષનું) સાથે રાખી સરકારી હોસ્પિટલ ગોંડલ (એસ.ડી.એચ.-ગોંડલ) ખાતે લઈને આવી પોહચ્યા હતા.

Advertisement

આ કેમ્પ માં તમામ દિવ્યાંગોને હેલ્થ ચેકઅપ કરી આપવામાં આવ્યું હતું. નવા લાભાર્થીઓ કોઈને હાથ કે પગ બનાવવાનાં હોઈ તો તેમના હાથ પગનું માપ લેવામાં આવ્યું હતું. માપ લીધા પછી 15 દિવસ જેટલા સમયમાં કૃત્રિમ હાથ અને પગ બનાવીને વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવશે. હાલ કેમ્પમાં જૂના લાભાર્થીઓને ઉચ્ચ ગુણવત્તાયુક્ત કેલિપર્સ, કુત્રિમ હાથ-પગનાં સાઈઝ મુજબ સ્થળ પર બનાવીને પહેરાવી દેવામાં આવે છે. આ કેલિપર્સ કુત્રિમ હાથ-પગ ઓછામાં ઓછી 3700 રૂપિયાની કિંમતથી લઈને વધુમાં વધુ 37000 રૂપિયાની કિંમત સુધીનાં આ એસ.આર.ટ્રસ્ટ રતલામ અને ALIMCO દ્વારા બનાવવામાં આવે છે.

રાજકોટ શહેર અને જિલ્લામાં અલગ-અલગ તારીખ પ્રમાણે કેમ્પ યોજાશે.

26-7- 2024 ને શુક્રવારે જામકંડોરણા ખાતે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે યોજાશે.

29-7- 2024 ને સોમવારે જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે દિવ્યંગતા કેમ્પ યોજાશે.

30-7- 2024 ને મંગળવારે ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે દિવ્યંગતા કેમ્પ યોજાશે.

31-7- 2024 બુધવારે ઉપલેટા સરકારી હોસ્પિટલ ખાતે દિવ્યંગતા કેમ્પ યોજાશે.

1-8- 2024 ગુરુવારે જસદણ સરકારી હોસ્પિટલ ખાતે દિવ્યંગતા કેમ્પ યોજાશે.

2-8- 2024 શુક્રવારે વીંછીયા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે દિવ્યંગતા કેમ્પ યોજાશે.

6-8- 2024 મંગળવારે રાજકોટ શહેર માં સિવિલ હોસ્પિટલ ખાતે દિવ્યંગતા કેમ્પ યોજાશે.

7-8- 2024 બુધવારે રાજકોટ શહેર માં સિવિલ હોસ્પિટલ ખાતે દિવ્યંગતા કેમ્પ યોજાશે.

અહેવાલ : વિશ્વાસ ભોજાણી, ગોંડલ

આ પણ વાંચો - Bharuch : ખુલી ચેમ્બરમાં નાગરિકનાં મોત મામલે માનવ પંચ-પો. મથકમાં અરજીઓનાં ખડકલા, કરી આ માગ

આ પણ વાંચો - Surat : લ્યો બોલો...Ice Cream માં પણ MD ડ્રગ્સ! નવી મોડસ ઓપરેન્ડીનો થયો પર્દાફાશ

આ પણ વાંચો - VADODARA : શહેરમાં મહાકાય મગરનો ખોફનાક Video, ડુક્કરને દબોચી કર્યું એવું કે..!

Tags :
Advertisement

.