Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gandhinagar : મંત્રી રૂપિયા લઈને આપતા સરકારી નોકરી ? PA સામે ઠાકોર સમાજનાં ગંભીર આક્ષેપ

Gandhinagar : રાજ્યમાં ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વર્ષ 2022 માં MPHW ની ભરતીમાં સીધું મેરિટમાં નામ લખાવી નોકરી અપાવવાની લાલચ આપીને અનેક વિદ્યાર્થીઓ પાસેથી કરોડો રૂપિયા પડાવ્યાં હોવાનો ગંભીર આરોપ રાજ્યનાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના (Rishikesh Patel) PA અને...
gandhinagar   મંત્રી રૂપિયા લઈને આપતા સરકારી નોકરી   pa સામે ઠાકોર સમાજનાં ગંભીર આક્ષેપ

Gandhinagar : રાજ્યમાં ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વર્ષ 2022 માં MPHW ની ભરતીમાં સીધું મેરિટમાં નામ લખાવી નોકરી અપાવવાની લાલચ આપીને અનેક વિદ્યાર્થીઓ પાસેથી કરોડો રૂપિયા પડાવ્યાં હોવાનો ગંભીર આરોપ રાજ્યનાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના (Rishikesh Patel) PA અને અન્ય બે લોકો વિરુદ્ધ સમસ્ત ઠાકોર અને કોળી એકતા મિશન- ગુજરાત દ્વારા કરવામાં આવ્યો છે. આ સાથે વિદ્યાર્થીઓને તેમના રૂપિયા પરત આપવા, જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

Advertisement

આરોગ્યમંત્રીના PA સહિત 3 સામે છેતરપિંડીનો આરોપ

સમસ્ત ઠાકોર અને કોળી એકતા મિશન-ગુજરાત (Samast Thakor and Koli Ekta Mission-Gujarat,) દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) ને સંબોધી એક આવેદન પત્ર લખવામાં આવ્યો છે. આ આવેદન પત્રમાં રાજ્યનાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના PA જગદીશ પંચાલ (PA Jagdish Panchal) સહિત શિલ્પાબેન દવે અને ભરતભાઈ સોલંકી (Bharatbhai Solanki) સામે વિદ્યાર્થીઓને નોકરીની લાલચ આપી કરોડો રૂપિયાની છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યો હોવાના ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે. આવેદન પત્રમાં આરોપ લગાવતા જણાવ્યું છે કે, ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વર્ષ 2022 માં MPHW ની પરીક્ષા (MPHW Exam) લેવામાં આવી હતી. દરમિયાન, સાળંગપુર મંદિર ખાતે દર્શન કરવા ગયા ત્યારે કેટલાક છેતરપિંડીનો ભોગ બનનારા વિદ્યાર્થીઓની મુલાકાત મંદિરમાં (Salangpur Temple) દવાખાનું ચલાવતા ભરતભાઈ સોલંકી સાથે થઈ હતી.

Advertisement

નોકરીની લાલચ આપી કરોડોનો છેતરપિંડી કરી હોવનો આક્ષેપ

આવેદન પત્રમાં આરોપ લગાવતા જણાવ્યું કે, ભરતભાઈ સોલંકીએ વિદ્યાર્થીઓની મુલાકાત શિલ્પાબેન દવે (Shilpaben Dave) સાથે કરાવી હતી. શિલ્પાબેને વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે, રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ અને તેમના PA જગદીશભાઈ પંચાલ સાથે તેમની સારી ઓળખાણ છે. ત્યાર બાદ શિલ્પાબેને મોટી મોટી વાતો કરીને વિદ્યાર્થીઓને વિશ્વાસમાં લીધા હતા અને ત્યાર બાદ જગદીશ પંચાલ સાથે મુલાકાત પણ કરાવી હતી. દરમિયાન, જગદીશ પંચાલે (PA Jagdish Panchal) જણાવ્યું હતું કે, ગૌણ સેવાની MPHW ની ભરતી માટે એવા વિદ્યાર્થીઓને લઈ આવો જે રૂપિયા આપી શકે, જેથી આપણે તેમનું નામ સીધુ મેરિટમાં મૂકીને તેઓની MPHW માં સીધી ભરતી કરીશું.

વિદ્યાર્થીઓ પાસેથી વ્યક્તિ દીઠ રૂ. 3થી 7 લાખ પડાવ્યાં

આવેદન પત્ર મુજબ, તારીખ 15 જુલાઈ 2022 ના રોજ સ્વર્ણિમ સંકુલ-1, ગાંધીનગર (Gandhinagar) ખાતે આરોગ્યમંત્રીની ઓફિસમાં PA જગદીશ પંચાલે મુલાકાત કરી વિદ્યાર્થીઓ પાસેથી વ્યક્તિ દીઠ રૂ. 3થી 7 લાખ આપવાની વાત કરી હતી. જગદીશ પંચાલના કહેવાથી 50 ટકા રકમ શિલ્પાબેન દવને આપવામાં આવી હતી. જો કે, રૂપિયા લીધા બાદ કોઈ નોકરી આપવામાં આવી નથી. આ મામલે આરોગ્ય મંત્રીના PA જગદીશ પંચાલ, શિલ્પાબેન દવે અને ભરત સોલંકી વિરુદ્ધ વિદ્યાર્થીઓને નોકરી આપવાની લાલચ આપીને કરોડો રૂપિયાની છેતરપિંડી કરવા બદલ કડક કાર્યવાહી કરવા, ભોગ બનેલા વિદ્યાર્થીઓને તેમના રૂપિયા પરત આપવા અને વિદ્યાર્થીઓને ન્યાય મળે તે માટે તાત્કાલિક કાર્યવાહી કરવા આવેદન પત્રમાં માગ કરાઈ છે. સાથે જ જો આ મામલે યોગ્ય અને ઝડપી કાર્યવાહી નહીં કરવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે ગાંધીનગરમાં (Gandhinagar) આંદોલન કરવાની ચીમકી પણ સમસ્ત ઠાકોર અને કોળી એકતા મિશન-ગુજરાત દ્વારા ઉચ્ચારવામાં આવી છે.

Advertisement

આ પણ વાંચો - Montu Namdar : ભાજપ કાર્યકરના ફરાર હત્યારાને કોણે કરી આર્થિક મદદ ?

આ પણ વાંચો - Panchmahal : વાલીઓ સાચવજો...! જિલ્લામાં ચાંદીપુરા વાઇરસથી 4 બાળકોનાં મોત

આ પણ વાંચો - VADODARA : નારાયણ વિદ્યાલયમાં દુર્ઘટના બાદ શાળાની માન્યતા તાત્કાલીક રદ્દ કરવા માંગ

Tags :
Advertisement

.