છેલ્લા 25 વર્ષથી શિક્ષણ સાથે સમાજ સેવાના ભગીરથ કાર્યમાં જોડાયેલા પ્રહલાદ ભાઇ લાખ્ખો લોકો માટે મિસાલરૂપ બન્યા છે
અવિરત સંઘર્ષથી સફળતાના શિખરો સર કરનાર એક નામ એટલે ડોક્ટર પ્રહલાદ પરમાર ..તેમણે મધ્યમ વર્ગમાંથી આગળ આવીને શૂન્યમાંથી સર્જન કર્યુ .તેઓ છેલ્લા 25 વર્ષથી સામાજિક સેવા કાર્યોમાં જોડાયેલા છે. તેમનો મુખ્ય પ્રેમ શિક્ષણ સાથે સમાજ સેવા છે. તેમની દ્રષ્ટિએ શિક્ષણ વ્યકિતને સાધારણમાંથી અસાધારણ બનાવી શકે છે.
સમાજ સેવાની સાથે-સાથે શિક્ષણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાને કારણે તેમણે શુભમ, સોહમ અને શાંતમ નર્સિંગ કોલેજ, કસ્તુરબા ગાંધી ફિઝિયોથેરેપી કોલેજ તથા ડોક્ટર બી.આર. આંબેડકર લો કોલેજની સ્થાપના કરી છે, જેનું સંચાલન તેઓ બખુબી કરી રહ્યા છે. સમાજિક ઉત્થાન માટેની તેમજ સમાજની સેવા માટેની પ્રતિબદ્ધતા ડોક્ટર પરમારની મુખ્ય ઓળખ છે.
તેમની સેવા કોઇપણ જાતિ, સંપ્રદાય પ્રત્યે કોઇપણ પ્રકારના ભેદભાવ વિનાની છે. પરિશ્રમ તેમના જીવનનો સાર છે. તેમણે તેમના આ તત્વને તેમના સમગ્ર પરિવારમાં પ્રસરાવ્યો છે. તેમની પત્ની દેવીબેન અને તેમના બે પુત્રો ડોક્ટર સોહમ અને શુભમ પણ સખત મહેનત સાથે આ ફિલસોફીને આત્મસાત કરી રહ્યા છે. ડોક્ટર પ્રહલાદના સમાજ સેવાના કાર્યોની વાત કરીએ તો તેઓ આરોગ્ય ક્ષેત્રે વ્યસન મુક્તિ કેમ્પ, ફ્રિ મેડિકલ કેમ્પ તથા બ્લડ ડોનેશન કેમ્પ ચલાવે છે. શુભમ મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલ મુકામે માત્ર 20 રૂપિયાની નોમિનલ ફી લઇને ગરીબ દર્દીઓને સારવાર આપવામાં આવે છે.
તેમની ત્રણ કોલેજોની વાત કરીએ, સૌથી પહેલા વાત કરીએ શાંતમ નર્સીંગ કોલેજની, જેની સ્થાપના 2017માં કરવામાં આવી હતી..નરોડા,અમદાવાદ ખાતે આવેલી આ કોલેજ અદ્યતન સુવિધાઓથી સજ્જ છે. જેમાં અલગ અલગ કોર્સીસની વાત કરીએ તો 4 વર્ષનો Bsc નર્સીંગ કોર્સ, 3 વર્ષનો GNM જનરલ નર્સીગ મીડ વાઈ ફ્રી કોર્સ, 2 વર્ષનો ANM કોર્સ તથા પોસ્ટ બેઝીક BSC નર્સીંગ અને MSC નર્સીંગ જેવા 2 વર્ષના અલગ-અલગ કોર્સ ચાલે છે.
આ નર્સીંગ કોલેજમાં નવી ટેક્નોલોજીની સાથે વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવામાં આવે છે.ખુબ જ સુંદર માહોલ વચ્ચે વિદ્યાર્થીઓ આ કોલેજમાં અભ્યાસ કરે છે.અલગ અલગ લેબ્સમાં પ્રેક્ટીકલ જ્ઞાન આપવામાં આવે છે જેવી કે એનાટોમી લેબ, કોમ્યુનીટી લેબ, ફંડામેન્ટલ લેબ,એમ.સી.એચ લેબ, એડવાન્સ નર્સીંગ સ્કીલ લેબ,ન્યુટ્રીસીઅન લેબ,એનાટોમી લેબ,તથા કોમ્પ્યુટર લેબ. કોલેજના અભ્યાસની સાથે વિદ્યાર્થીઓને હોસ્પીટલ ખાતે પ્રેક્ટિકલ ટ્રેનીંગ પણ આપવામાં આવે છે. ઉપરાંત આ કોલેજમાંથી પ્લેસમેન્ટ પણ આપવામાં આવે છે સરકારી કોલેજ જેવી કે સીવીલ, વીએસમાં વિદ્યાર્થીઓને પ્લેસમેન્ટ પણ મળે છે...
હવે વાત કરીશું ડો. બી.આર. આંબેડકર લો કોલેજની... જેની શરૂઆત 2020 થી કરવામાં આવી હતી, જેમાં 2 અલગ અલગ કોર્સ ભણાવવામાં આવે છે , જેમાં 3 વર્ષનો LLB કોર્સ તેમજ 5 વર્ષનો બીએ LLB ઈન્ટીગ્રેટેડ કોર્સ ભણાવવામાં આવે છે. આ કોલેજની વાત કરીએ તો વિદ્યાર્થીઓ માટે અદ્યતન સુવિધાયુક્ત લાઈબ્રેરી છે જેમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકે.
લો કોલેજના વિદ્યાર્થીઓ માટે પણ અદ્યતન ટેક્નોલોજીથી સજ્જ ક્લાસરૂમ છે. પ્રોજેક્ટર પર વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવામાં આવે છે.સાથેસાથે આ કોલેજ ખાતે મોક કોર્ટ પણ છે, જેમાં વિદ્યાર્થીઓઓ જાણ પોતે કોર્ટમાં હોય તે રીતે પ્રેકટીસ કરી શકે છે. . તથા એક ખાસ સુવિધા કે જે લોકો ગરીબ હોય અને કોઈ પણ કેસની સલાહ લેવી હોય તો તેના માટે લીગલ એઈડ સેન્ટર પણ આ કોલેજ ખાતે ચલાવવામાં આવી રહ્યુ છે....
જ્યારે ત્રીજી કોલેજની વાત કરવામાં આવે તો 2022માં શરૂ કરાયેલી કસ્તુરબા ગાંધી ફીઝ્યોથેરાપી કોલેજ, જેમાં 4 વર્ષનો કોર્સ કરાવવામાં આવે છે સાથેસાથે 6 મહિનાની ટ્રેનીંગ પણ આપવામાં આવે છે. જેમાં પણ અલગ અલગ અદ્યતન લેબમાં ભણતર આપવામાં આવે છે.. ખાસ મુખ્ય લેબ્સ ની વાત કરવામાં આવે તો એનાટોમી લેબ, ફીઝ્યોલોજી લેબ, ઈલેક્ટ્રોથેરાપી લેબ, તેમજ એક્સસાઈઝ લેબ ઉપલબ્ધ છે.સંસ્થાના ટ્રસ્ટી એટલે કે પ્રહલાદભાઈ પરમાર દ્વારા વિદ્યાર્થીઓને સારુ શિક્ષણ અને જ્ઞાન મળે તે હેતુથી અલગ અલગ કોલેજો બનાવવામાં આવી છે... જેથી આગામી દિવસોમાં યુવાનો ઘડતર મેળવીને સમાજને મદદરૂપ થઈ શકે