Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

જામકંડોરણા છાત્રાલય ખાતે NCC કેમ્પના વિદ્યાર્થીઓને ફાયર એન્ડ ઇમરજન્સીની ટ્રેનિંગ આપવામાં આવી

અહેવાલઃ વિશ્વાસ ભોજાણી, જામ કંડોરણા જામકંડોરણા છાત્રાલાય ખાતે NCC ના કેમ્પમાં ગોંડલના વિભાગીય ફાયર સ્ટાફ જામકંડોરણા ખાતે NCC સ્ટાફ અને 500 જેટલા વિદ્યાર્થીને આગ, અકસ્માત માં બચાવ કાર્ય કઈ રીતે કરવું તેનું થીયરી અને પ્રેક્ટીકલ ટ્રેનિંગ અપાઇ હતી.ગોંડલ ફાયર એન્ડ...
જામકંડોરણા છાત્રાલય ખાતે ncc કેમ્પના વિદ્યાર્થીઓને ફાયર એન્ડ ઇમરજન્સીની ટ્રેનિંગ આપવામાં આવી

અહેવાલઃ વિશ્વાસ ભોજાણી, જામ કંડોરણા

Advertisement

જામકંડોરણા છાત્રાલાય ખાતે NCC ના કેમ્પમાં ગોંડલના વિભાગીય ફાયર સ્ટાફ જામકંડોરણા ખાતે NCC સ્ટાફ અને 500 જેટલા વિદ્યાર્થીને આગ, અકસ્માત માં બચાવ કાર્ય કઈ રીતે કરવું તેનું થીયરી અને પ્રેક્ટીકલ ટ્રેનિંગ અપાઇ હતી.ગોંડલ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ દ્રારા 2 ગુજરાત બટાલિયન NCC, ડી.એચ.કોલેજ રાજકોટ દ્વારા જામકંડોરણા કુમાર વિદ્યાલય ખાતે ફાયર એન્ડ ઇમરજન્સી ના સ્ટાફ દ્વારા ફાયર ને લગતી ટ્રેનિંગ આપવામાં આવી હતી.

Advertisement

આગ કઈ રીતે લાગે અને આગ કેટલા પ્રકારની હોય તેમ જ આગ ઓળવવાની પદ્ધતિ કઈ પ્રકારની હોઈ છે આગ લાગે તો કયા પ્રકારનો કેમિકલ ડાય, કેમિકલ પાવડર તેમજ કાર્બન ડાયોક્સાઇડ વાપરવામાં આવે તેનું થિયરી અને પ્રેક્ટીકલ ટ્રેનિંગ આપેલી હતી જેમાં વોટર બ્રાઉઝર, હોજ પાઇપ, શોર્ટ બ્રાંચ, ત્રીપલ પર્પસ બ્રાન્ચ, ફોર્મ મિકેનિકલ બ્રાન્ચ, એ ત્રીપલ ફોર્મ, બ્રિથિંગ ઓપરેટર, લાઇબોઈરિંગ, લાઈવબોય જેકેટ, હાઇડ્રોલિક કટર, ગમ બુટ, હેલ્મેટ, રસા, મીંદડી જેવી અનેક ફાયરના સાધનો કઈ રીતે કોઈ વ્યક્તિ આગ માં ફસાયું હોઈ તો કઈ રીતે તેને બચાવવા તેને લઈને થીયરી તેમજ પ્રેક્ટીકલ ટ્રેનિંગ ગોંડલ ના ફાયર ઓફિસર એસ.વી.વસાણી, અજયસિંહ, નયનભાઈ, કિશોરભાઈ ગોહેલ, દિવ્યરાજસિંહ દ્વારા આપવામાં આવી હતી.

Advertisement
Tags :
Advertisement

.