ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ફેશન સાથે જોડાયેલા યુવાનો ખાદીને ફેશન સાથે જોડે એ આજના સમયની મોટી માંગ છેઃ હર્ષ સંઘવી

ગાંધી જયંતિ નિમિત્તે ગાંધીજીના વિચારોને આગળ વધારવા માટે દેશભરના લોકો કટીબદ્ધ છે ત્યારે ગૃહ રાજ્ય મંત્રીશ્રી હર્ષભાઇ સંઘવી  દ્વારા ગાંધીજીના ખાદીના વિચારો આગળ વધે તે માટે સુરતના અડાજણ વિસ્તારમાં ખાદી મેળાનો પ્રારંભ કરાવાયો હતો. ખાદી મેળાના પ્રારંભની સાથે તેમણે ખાદીની...
04:58 PM Oct 02, 2023 IST | Vishal Dave
ગાંધી જયંતિ નિમિત્તે ગાંધીજીના વિચારોને આગળ વધારવા માટે દેશભરના લોકો કટીબદ્ધ છે ત્યારે ગૃહ રાજ્ય મંત્રીશ્રી હર્ષભાઇ સંઘવી  દ્વારા ગાંધીજીના ખાદીના વિચારો આગળ વધે તે માટે સુરતના અડાજણ વિસ્તારમાં ખાદી મેળાનો પ્રારંભ કરાવાયો હતો. ખાદી મેળાના પ્રારંભની સાથે તેમણે ખાદીની ખરીદી કરી લોકોને પણ ખાદી ખરીદવા માટે અપીલ કરી હતી...
ગૃહ રાજ્ય મંત્રીશ્રી હર્ષભાઇ સંઘવી દ્વારા  પ્રદર્શન અને વેચાણ મેળાનું ઉદ્ઘાટન
ગાંધી જંયતિ નિમિત્તે દરેક શહેરમાં ખાદી મેળા અને વેચાણનું આયોજન કરવામાં આવે છે.. સુરતના અડાજણ ખાતે પણ આ વખતે ખાદી પ્રદર્શન અને વેચાણનું આયોજન કરવામાં આવ્યું છે... ખાદી પ્રદર્શન અને વેચાણ મેળાનું ઉદ્ઘાટન રાજ્યના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવ્યું હતું... આ પ્રદર્શન અને વેચાણ મેળામાં તેઓ જાતે ફર્યા હતા..,. અને ત્રણ જેટલા સ્ટોલ ઉપરથી તેમણે ખાદીની ખરીદી પણ કરી હતી.. ખાદી ખરીદ્યા બાદ તેમણે લોકોને પણ ખાદી ખરીદવા માટે અપીલ કરી હતી...
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા છેલ્લા 10 વર્ષથી ખાદીને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યુ છે
ગૃહ રાજય મંત્રીએ કહ્યું કે અહીં  અલગ અલગ જિલ્લાના લોકો દ્વારા સ્ટોલ લગાડવામાં આવ્યા છે. અલગ અલગ વિસ્તારની અલગ અલગ મંડળો દ્વારા ખાદીનું કલેક્શન અહીં લાવવામાં આવ્યું છે... બાપૂ આઝાદી પહેલા જ ખાદીમાં ક્રાંતિ લાવ્યા હતા.. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા છેલ્લા 10 વર્ષથી ખાદીને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યુ છે. ... જેને કારણે દર વર્ષે ઉત્તરોત્તર ખાદીના વેચાણમાં પ્રગતિ થઈ રહી છે...અહીં ખાદીનું વેચાણ કરવા આવેલા લોકો સાથે વાતચીત કરી ત્યારે અહીંના લોકો દ્વારા પણ ખાદીના વેચાણમાં વધારો થયો હોવાની વાત સ્વીકારવામાં આવી હતી.
આ વર્ષે ખાદીમાં 1 લાખ 36 હજાર કરોડનું ટર્ન ઓવર
પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવેલી અપીલ અને બાપૂના વિચારોથી યુવાનો ખાદી તરફ વળ્યા છે.. ખાદી હવે દેશ પુરતી સિમિત નથી.. પ્રધાનમંત્રી દ્વારા ખાદીને દેશથી બહાર વિદેશમાં પણ પહોંચાડવામાં સફળતા મળી છે... ફેશન સાથે જોડાયેલા યુવાનો ખાદીને  ફેશન સાથે જોડે એ આજના સમયની મોટી માંગ છે.. આ વર્ષે ખાદીમાં 1 લાખ 36 હજાર કરોડનું ટર્ન ઓવર થયું છે..  ચાલુ વર્ષે આ ટર્નઓવર 2 લાખ કરોડ સુધી પહોંચશે.. ખાદી થકીથી લાખો કરોડો લોકોને રોજગારી મળી રહી છે... ખાદી કોઈ મોટી ઈન્ડસ્ટ્રીઝ નથી બનાવતી. ખાદી ગામડે ગામડે મહિલાઓ ઘરે વણાટ કરીને બનાવે છે...આવનારા સમયમાં  વધુને વધુ ખાદી થકી રોજગારી મળી શકે તેમ છે.... આ ટર્નઓવર વઘતું જશે તેવું માનવામાં આવી રહ્યું છે...,
હવે યુવાનાની ફેશન આઈકોન એવી જીન્સ પણ ખાદીમાંથી બની રહી છે
એનઆઈએફડી પણ ખાદી પર મોટા પાયે કામગીરી કરી રહ્યુ છે....ઘડિયાળનો બેલ્ટ, ઝભ્ભા, શાલ, કુરતી જેવી વિવિધ વસ્તુઓ તો ખાદીમાંથી બની રહી છે... પરંતુ હવે યુવાનાની ફેશન આઈકોન એવી જીન્સ પણ ખાદીમાંથી બની રહી છે..,. ભારતની ખાદીની જીન્સની માંગ જેટલી ભારતમાં છે તેનાથી વધુ માંગ તો વિદેશમાં છે...માંગ જેટલી જીન્સ આપણે બનાવી નથી શકતા એટલી માંગ હવે વધી રહી છે... આજે ખાદીએ ફેશનનું નવું ડેસ્ટિનેશન છે...
ખાદી ભંડારમાં જઈને સૌ લોકો પોતાની શક્તિ પ્રમાણે જરૂરિયાત પ્રમાણે ખરીદી કરવી જોઈએઃ હર્ષ સંઘવી 
બાપૂના વિચારોને દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી મોદી સાહેબ આગળ વધારી રહ્યા છે....આજે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં ખાદીના એક્ઝિબિશન રાખવામાં આવ્યા છે...ખાદી ભંડારમાં જઈને સૌ લોકો પોતાની શક્તિ પ્રમાણે જરૂરિયાત પ્રમાણે ખરીદી કરવી જોઈએ... પરિવારને પણ ખાદીના વિચારો જોડે જોડવા જોઈએ.. લોકોને મદદગાર પણ જવું જરૂરી છે.. આ માત્ર મદદની વાત નથી આ આજનું ફેશન સ્ટેટમેન્ટ પણ છે અને આફેશન સ્ટેટમેન્ટમાં તમામ લોકોએ જોડાવું જોઈએ....
Tags :
big demandconnectedconnectingFashionHarsh SanghviKhadiyouth
Next Article