Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Dahod : સગીરને ગંદી ગાળો આપી પટ્ટા ફટકારનારા PI અને પોલીસ સ્ટાફ સામે FIR

Gujarat ના એક પોલીસ ઈન્સ્પેક્ટર (Police Inspector) અને તમનો કેટલોક સ્ટાફ એક કરતૂતના કારણે ભારે ચર્ચામાં છે. દાહોદ પોલીસ સ્ટેશનના PI કે. એન. લાઠીયા (K N Lathiya) અને કેટલાંક પોલીસ કર્મચારીઓ તેમજ એક અખબારના પ્રતિનિધિ સહિતના લોકો સામે FIR થઈ...
dahod   સગીરને ગંદી ગાળો આપી પટ્ટા ફટકારનારા pi અને પોલીસ સ્ટાફ સામે fir

Gujarat ના એક પોલીસ ઈન્સ્પેક્ટર (Police Inspector) અને તમનો કેટલોક સ્ટાફ એક કરતૂતના કારણે ભારે ચર્ચામાં છે. દાહોદ પોલીસ સ્ટેશનના PI કે. એન. લાઠીયા (K N Lathiya) અને કેટલાંક પોલીસ કર્મચારીઓ તેમજ એક અખબારના પ્રતિનિધિ સહિતના લોકો સામે FIR થઈ છે. સગીર વયના બાળકને પોલીસ લોકઅપમાં ગોંધી રાખી ગંદી ગાળો બોલી, પટ્ટા વડે માર મારવાનો તેમજ ઉઠબેસ કરાવવાનો આરોપ પીઆઈ કિરીટ લાઠીયા (PI Kirit Lathiya) સામે લાગ્યો છે. આ કેસની તપાસ દાહોદ એસડીપીઓ (Dahod SDPO) ડી. આર. પટેલ કરી રહ્યાં છે.

Advertisement

શું છે સમગ્ર મામલો : ગત 10 ઓક્ટોબરના રોજ સાંજે સાડા છ વાગ્યાની આસપાસ બગીચામાં બાળકો વચ્ચે ઝઘડો થાય છે. આ સમયે ત્યાં હાજર ખાનગી કપડા પહેરેલા રવિ માળી નામના પોલીસ કર્મચારી એક બાળકને બોચી પકડી ત્યાંથી દાહોદ એ ડિવિઝન પોલીસ સ્ટેશન (Dahod A Division Police Station) માં લઈ જાય છે. પોલીસ સ્ટેશનમાં હાજર જમાદાર (PSO) પાસે બાળકને બેસાડવામાં આવતા તેઓ તેનો બેલ્ટ, કડુ, પાકિટ અને મોબાઈલ ફોન લઈ લે છે અને બાળકને અન્ય આરોપીઓ સાથે લોકઅપ (Lock Up) માં પુરી દે છે. ફરિયાદમાં જણાવ્યાનુસાર બાળક પોલીસ કર્મચારીને કહે છે કે, હું સગીર વય (Under Age) નો છું. તમે મારા માતા-પિતાને જાણ કરો. તને 3 કલાક રાખીશું તેમ કહી પોલીસ કર્મચારી બાળકને ગાળો આપે છે. 15-20 મિનિટ બાદ બાળકને લોકઅપમાંથી બહાર કાઢી પીઆઈ ચેમ્બર (PI Chamber) માં લઈ જવાય છે. જ્યાં PI કિરીટ લાઠીયા ગાળો આપીને 50-60 પટ્ટા ફટકારે છે અને સ્વજનોને ગાળો આપવાની ના પાડનારા બાળક પાસે 250-300 ઉઠબેસ કરાવે છે તેવો આરોપ લગાવવામાં આવ્યો છે. આ ઉપરાંત બાળકનું દિવાલ સાથે બે-ત્રણ વખત માથું અથડાવી એક અંધારિયા રૂમમાં પુરી દેવાનો પણ આરોપ સગીરના પિતાએ ફરિયાદમાં લગાવ્યો છે. આ મામલાની જાણ થતાં ફરિયાદી પોલીસ સ્ટેશન આવે છે તેમ છતાં તેમની ક્રોસ કમ્પલેન (Cross Complaint) પોલીસ નોંધતી નથી અને મધ્યરાત્રિના 1 વાગે બાળકને પોલીસ સ્ટેશનમાંથી મુક્ત કરાય છે.

પત્રકાર સામે કેમ ફરિયાદ ? : બાળકો વચ્ચે થયેલા ઝઘડાને લઈને દાહોદ પોલીસ સ્ટેશન (Dahod Police Station) માં થયેલી ફરિયાદના આધારે એક અખબારના પત્રકાર તે સમાચાર પ્રકાશિત કરે છે અને તેમાં 'હુમલાખોર' શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. ત્યારબાદ ક્રોસ કમ્પલેન થતાં ફરીથી તે સમાચાર પ્રકાશિત થાય છે. આથી સગીરની ઓળખ થતી થવાથી પત્રકાર અને સંપાદક સામે પણ ફરિયાદ કરવામાં આવે છે. અત્રે નોંધનીય છે કે, પોલીસ ફરિયાદમાં આરોપીની ઉંમરનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી તેવું ઈન્ચાર્જ જિલ્લા પોલીસ વડા બિશાખા જૈન (Bishakha Jain IPS) જણાવે છે.

Advertisement

હવે શું થશે ? : IPC 323, 504 અને જુવેનાઈલ જસ્ટીસ એક્ટ (Juvenile Justice Act) 74, 75 હેઠળ નોંધાયેલી ફરિયાદના તપાસ હાલ SDPO ડી. આર. પટેલ કરી રહ્યાં છે. પોલીસ અને પત્રકાર પર લાગેલા આરોપની તપાસ કરી રહેલા SDPO પટેલને પોલીસ સ્ટેશનમાં લાગેલા સીસીટીવી ફૂટેજ (CCTV Footage) બાબતે સવાલ કરતા તેમણે તપાસનો વિષય છે તેમ કહી જવાબ આપવાનો ટાળ્યો હતો. આ મામલામાં સાક્ષીઓને તપાસવામાં આવી રહ્યાં હોવાનું ડી. આર. પટેલે (D R Patel DySP) જણાવ્યું છે.

Advertisement

આ  પણ  વાંચો -OPERATION ASUR : અબોલ પશુઓને બચાવવા GUJARAT FIRST નું દિલધડક ઓપરેશન

Tags :
Advertisement

.