Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Maha Shivratri : મહાશિવરાત્રીનો પાવન પર્વ, વહેલી સવારથી શિવજીના દર્શને ઉમટ્યા ભક્તો

Maha Shivratri : આજે મહાશિવરાત્રિનો મહા પર્વ છે. આ તહેવાર શિવભક્તો માટે ખૂબ જ મહત્વનો છે. આ દિવસે તમામ ભક્તો ભગવાન શિવની પૂજા કરે છે. ત્યારે દશાશ્વમેધ ઘાટ પર ગંગા સ્નાન કર્યા બાદ શિવભક્તો સવારથી જ કતારમાં ઉભા રહીને પૂજા...
maha shivratri   મહાશિવરાત્રીનો પાવન પર્વ  વહેલી સવારથી શિવજીના દર્શને ઉમટ્યા ભક્તો

Maha Shivratri : આજે મહાશિવરાત્રિનો મહા પર્વ છે. આ તહેવાર શિવભક્તો માટે ખૂબ જ મહત્વનો છે. આ દિવસે તમામ ભક્તો ભગવાન શિવની પૂજા કરે છે. ત્યારે દશાશ્વમેધ ઘાટ પર ગંગા સ્નાન કર્યા બાદ શિવભક્તો સવારથી જ કતારમાં ઉભા રહીને પૂજા અર્ચના કરી રહ્યા છે. કાશી વિશ્વનાથ ધામ ઘાટ પર સૌથી વધુ ભીડ જોવા  મળી  છે. કાશી વિશ્વનાથ ધામ ઘાટથી પાણી ભરીને સીધા બાબા વિશ્વનાથના દરબારમાં જવા માટે શિવભક્તો કતારોમાં ઉભા છે.

Advertisement

ભગવાન ભોલેનાથ અને માતા ગંગા દરેકનું આશિર્વાદ આપે: CM Yogi
મહાશિવરાત્રી અને માઘ મેળાના છેલ્લા સ્નાન પર, યુપીના CM Yogi આદિત્યનાથે X પર લખ્યું, 'આજે 'માગ મેળા'નું છેલ્લું સ્નાન છે, જે અર્પણ, બલિદાન અને સમર્પણનો અદ્ભુત સમન્વય છે. માઘ મેળા અને મહાશિવરાત્રીના પાવન અવસર પર આજે તીર્થરાજ પ્રયાગરાજ ખાતે પવિત્ર ત્રિવેણીમાં આસ્થાના સ્નાન કરવા પધારેલા તમામ પૂજનીય સાધુ, સંતો, કલ્પવાસીઓ અને ભક્તોને હાર્દિક શુભેચ્છાઓ. ભગવાન ભોલેનાથ અને માતા ગંગા સૌનું કલ્યાણ કરે એ અમારી પ્રાર્થના.

Advertisement

Advertisement

ગ્વાલિયરના અચલેશ્વર મહાદેવ મંદિરમાં ભક્તોની ભીડ ઉમટી
મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં મહાશિવરાત્રીના અવસરે અચલેશ્વર મહાદેવ મંદિરમાં ભક્તોએ પૂજા-અર્ચના કરી હતી.

અયોધ્યામાં પણ મહાશિવરાત્રીની ઉજવણી જોવા મળી
ઉત્તર પ્રદેશના અયોધ્યામાં મહાશિવરાત્રી પર્વ નિમિત્તે નાગેશ્વરનાથ મંદિરમાં ભક્તોએ પૂજા કરી.

પ્રયાગરાજમાં સંગમ ઘાટ પર ભક્તો સ્નાન કરે છે
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાશિવરાત્રીના અવસરે સંગમ ઘાટ પર ભક્તોએ પૂજા કરી અને સ્નાન કર્યું.

કાશી વિશ્વનાથ મંદિરની બહાર ભક્તોની ભીડ જામી
ઉત્તર પ્રદેશના વારાણસીમાં મહાશિવરાત્રીના અવસર પર શ્રી કાશી વિશ્વનાથ મંદિરની બહાર ભક્તોની ભીડ જેવા મળી રહી છે

રિયાસીના શંભુ મંદિરમાં ભક્તોએ પૂજા કરી હતી
જમ્મુ અને કાશ્મીરના રિયાસીમાં મહાશિવરાત્રી નિમિત્તે ભક્તોએ શંભુ મંદિરમાં પૂજા કરી.

દક્ષેશ્વર મહાદેવ મંદિરે ભક્તોએ પૂજા-અર્ચના કરી હતી
ઉત્તરાખંડના હરિદ્વારમાં મહાશિવરાત્રિ નિમિત્તે દક્ષેશ્વર મહાદેવ મંદિરમાં ભક્તોએ પૂજા-અર્ચના કરી હતી

ઝારખંડના દેવઘરમાં ભક્તોની ભીડ ઉમટી
મહાશિવરાત્રીના અવસરે ઝારખંડના દેવઘરમાં આવેલા બાબા બૈદ્યનાથ મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો પૂજા કરવા પહોંચ્યા હતા.

ગોરખપુરના ઝારખંડી શિવ મંદિરમાં ભક્તો એકઠા થયા
ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં મહાશિવરાત્રીના અવસર પર મોટી સંખ્યામાં ભક્તો ઝારખંડી શિવ મંદિરમાં પૂજા કરવા પહોંચ્યા હતા.

રામલિંગેશ્વર સ્વામી મંદિરમાં ભક્તોએ પૂજા અર્ચના કરી
આંધ્રપ્રદેશના વિજયવાડામાં મહાશિવરાત્રીના અવસરે રામલિંગેશ્વર સ્વામી મંદિરમાં ભક્તોએ પ્રાર્થના કરી હતી.

ભક્તોએ બાબુલનાથ મંદિરના દર્શન કર્યા હતા
મહાશિવરાત્રી નિમિત્તે ભક્તોએ મુંબઈના બાબુલનાથ મંદિરમાં દર્શન કર્યા અને પૂજા કરી.

મહાકાલેશ્વર મંદિરમાં ભસ્મ આરતી કરવામાં  આવી
મહાશિવરાત્રી નિમિત્તે ઉજ્જૈનના શ્રી મહાકાલેશ્વર મંદિરમાં પણ ભસ્મ આરતી કરવામાં આવી હતી

નાશિકના ત્ર્યંબકેશ્વર મંદિરમાં ભક્તોની ભીડ ઉમટી
મહારાષ્ટ્રના નાસિકમાં મહાશિવરાત્રીના અવસર પર મોટી સંખ્યામાં ભક્તો ત્ર્યંબકેશ્વર મંદિરે પૂજા કરવા પહોંચ્યા હતા.

દિલ્હીના ગૌરી શંકર મંદિરમાં ભક્તોની ભીડ

દિલ્હીના ગૌરી શંકર મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. મહાશિવરાત્રી નિમિત્તે મોટી સંખ્યામાં ભક્તો ગૌરી શંકર મંદિરે પૂજા અર્ચના કરવા પહોંચ્યા હતા.

આ પણ  વાંચો - Maha Shivratri 2024 : આજે મહાશિવરાત્રિની પૂજા માટે મળશે આટલો જ સમય, જાણો શુભ મૂહુર્ત

આ પણ  વાંચો - Mahashivratri : વહેલી સવારથી સોમનાથ મંદિરે મોટી સંખ્યામાં શિવભક્તો ઊમટ્યા, 42 કલાક ખુલ્લું રહેશે મંદિર

આ પણ  વાંચો - સનાતન ધર્મ, ભગવાન શિવ અને કિન્નરો; જાણો જાણી – અજાણી વાતો

Tags :
Advertisement

.