Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Astrology : બુધ અસ્ત થતાં 27 દિવસ સુધી આ 5 રાશિના લોકો રહે સતર્ક, રહેશે મોટું જોખમ!

Astrology : વ્યક્તિના જીવન પર ગ્રહોનો ઘણો પ્રભાવ પડતો હોય છે. નવ ગ્રહોમાં બુધને બુદ્ધિ અને જ્ઞાનનો કારક માનવામાં આવે છે. વૈદિક જ્યોતિષ શાસ્ત્ર (Vedic Astrology) અનુસાર, જે વ્યક્તિની કુંડળીમાં બુધ નબળા હોય છે તે વ્યક્તિનાં જીવનમાં સફળતા મેળવવા માટે...
astrology   બુધ અસ્ત થતાં 27 દિવસ સુધી આ 5 રાશિના લોકો રહે સતર્ક  રહેશે મોટું જોખમ

Astrology : વ્યક્તિના જીવન પર ગ્રહોનો ઘણો પ્રભાવ પડતો હોય છે. નવ ગ્રહોમાં બુધને બુદ્ધિ અને જ્ઞાનનો કારક માનવામાં આવે છે. વૈદિક જ્યોતિષ શાસ્ત્ર (Vedic Astrology) અનુસાર, જે વ્યક્તિની કુંડળીમાં બુધ નબળા હોય છે તે વ્યક્તિનાં જીવનમાં સફળતા મેળવવા માટે ખૂબ જ મહેનત કરવી પડે છે. તેવી વ્યક્તિ પોતાની કારકિર્દીમાં ઘણું હાંસલ નથી કરી શકતી. આ વખતે બુધ ગ્રહે પોતાની સ્થિતિ બદલી છે.

Advertisement

બુધ (Mercury) એ મેષ રાશિમાં (Aries) અસ્ત થવા જઈ રહ્યો છે. બુધ 4 એપ્રિલ, 2024 ના રોજ સવારે 10:36 કલાકે મેષ રાશિમાં અસ્ત થયો છે અને હવે 1 મેના રોજ ઉદય થશે. તેની નકારાત્મક અસર કેટલીક રાશિઓ પર જોવા મળી રહી છે. કેટલીક રાશિઓ માટે, આ પરિવર્તન કારકિર્દીમાં સમસ્યાઓ લાવશે. તો ચાલો જાણીએ...કંઈ કંઈ રાશિઓ પર અસર થવાની છે.

કન્યાઃ

કન્યા (VIRGO) રાશિના જાતકો માટે બુધનું અસ્ત થવાથી ધ્યાનનો અભાવ રહેશે, જેના કારણે તમને નોકરીમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડશે. ધ્યાન ભટકવાને કારણે અધૂરા કામથી ચિંતા વધશે. કન્યા રાશિના લોકો કામને લઈને દબાણ અનુભવશે. જે લોકો સર્જનાત્મક ક્ષેત્રે છે તેમને નવા વિચારો વિચારવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડશે.

Advertisement

વૃષભ:

વૃષભ (Taurus) રાશિના જાતકોને પણ બુધના પરિવર્તનને કારણે સમસ્યાઓનો સામનો કરવો પડશે. આ પરિવર્તનને કારણે વૃષભ રાશિના જાતકોએ પોતાના ખભા પર વધારાના કામનો બોજ ઉઠાવવો પડશે, જેના કારણે તેઓ તણાવ અનુભવશે.

કર્કઃ

આ રાશિ પરિવર્તન કર્ક (Cancer) રાશિના જાતકો માટે ઘણી સમસ્યાઓ ઊભી કરશે. કર્ક રાશિના લોકોને કામમાં રસ નહીં પડે, જેના કારણે તેમને તમારે સિનિયર્સ દ્વારા ટીકાઓનો સામનો કરવો પડી શકે છે. આ સમય દરમિયાન, નોકરી ગુમાવવાનો પણ ભય છે.

Advertisement

મેષઃ

આ રાશિમાં બુધની રાશિ પરિવર્તનને કારણે મેષ (Aries) રાશિના લોકોને પણ પરેશાનીઓનો સામનો કરવો પડશે. આ પરિવર્તનને કારણે મેષ રાશિના લોકો નોકરી બદલવાનું વિચારશે, જેના કારણે તેમનું મન કામમાં વિચલિત થશે. જો કે, આ સમયગાળા દરમિયાન કામમાં ફેરફાર કરવાનું ટાળવું જોઈએ.

ધનઃ

ધન રાશિના લોકો માટે પણ આ પરિવર્તન શુભ નહીં રહે. ધન રાશિના લોકોને કાર્યસ્થળ પર ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડશે, જેના કારણે તેઓ નોકરી છોડવાનું મન કરશે. તણાવ વધવાના કારણે સહકર્મીઓ સાથે ઝઘડા પણ થઈ શકે છે. (Astrology)

(ડિસ્ક્લેમર: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત ફર્સ્ટ તેની પુષ્ટિ કરતું નથી.)

આ પણ વાંચો - TODAY RASHIFAL : આ રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે લાભ થવાની સંભાવના

આ પણ વાંચો - RASHI : આ 3 રાશિના જાતકોને 20 દિવસ પછી થશે અઢળક ફાયદો

આ પણ વાંચો - Shani -Mangal : મંગળ-શનિ કરશે કમાલ.. ચમકશે પાંચ રાશિના લોકોનું ભાગ્ય

Tags :
Advertisement

.