Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સંસદમાં આજે અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા, PM મોદી 10 ઓગસ્ટે આપશે જવાબ

મોદી સરકાર આજે તેના બીજા કાર્યકાળમાં પ્રથમ અવિશ્વાસ પ્રસ્તાવનો સામનો કરશે. લોકસભાની ચૂંટણી થોડા મહિનાઓ પછી છે અને સંખ્યાના દૃષ્ટિકોણથી સરકાર પર કોઈ ખતરો નથી, તેથી અવિશ્વાસ પ્રસ્તાવ પરની ચર્ચા ચૂંટણીલક્ષી હશે. બીજી તરફ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું સંસદ સભ્યપદ...
સંસદમાં આજે અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા  pm મોદી 10 ઓગસ્ટે આપશે જવાબ

મોદી સરકાર આજે તેના બીજા કાર્યકાળમાં પ્રથમ અવિશ્વાસ પ્રસ્તાવનો સામનો કરશે. લોકસભાની ચૂંટણી થોડા મહિનાઓ પછી છે અને સંખ્યાના દૃષ્ટિકોણથી સરકાર પર કોઈ ખતરો નથી, તેથી અવિશ્વાસ પ્રસ્તાવ પરની ચર્ચા ચૂંટણીલક્ષી હશે. બીજી તરફ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું સંસદ સભ્યપદ એવા સમયે પુનઃસ્થાપિત કરવામાં આવ્યું છે જ્યારે કેન્દ્રની મોદી સરકાર વિરુદ્ધ કોંગ્રેસ દ્વારા લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર આજે સંસદમાં ચર્ચા કરવામાં આવી રહી છે.. કોંગ્રેસે કહ્યું છે કે પાર્ટી ઈચ્છે છે કે તેઓ સરકાર વિરુદ્ધ આ અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન પાર્ટી વતી મુખ્ય વક્તા તરીકેની ભૂમિકા ભજવે. આવી સ્થિતિમાં રાહુલ લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા શરૂ કરી શકે તેવી પ્રબળ સંભાવના છે.

Advertisement

આજે બપોરે 12 વાગ્યે ચર્ચા થશે
આ દરમિયાન સરકાર વિપક્ષ પર પ્રહારો સાથે પોતાની સિદ્ધિઓ ગણાવશે. સાથે જ વિપક્ષ સરકારની ખામીઓ ગણાવીને સરકારને ભીંસમાં લેવાનો પ્રયાસ કરશે. કોંગ્રેસના સૂત્રોનું કહેવું છે કે દરખાસ્ત રજૂ કરનાર ગૌરવ ગોગોઈ અધ્યક્ષને વિનંતી કરશે કે તેઓ તેમના સ્થાને રાહુલ ગાંધીને ચર્ચા શરૂ કરવા દે. આ અવિશ્વાસ પ્રસ્તાવ પર આજે બપોરે 12 વાગ્યે ચર્ચા થશે. ત્રણ દિવસમાં 18 કલાક ચર્ચા થશે. સાથે જ પીએમ મોદી 10 ઓગસ્ટે અવિશ્વાસ પ્રસ્તાવ પર જવાબ આપશે. તે જ સમયે, નિશિકાંત દુબે બીજેપી તરફથી પ્રથમ સ્પીકર હશે.

સરકાર વતી દસ સાંસદો ચર્ચામાં ભાગ લેશે
સરકાર તરફથી ઓછામાં ઓછા દસ સાંસદો ચર્ચામાં ભાગ લેશે. આ સાંસદોને ચોક્કસ પ્રદેશની ઉપલબ્ધિઓ ગણાવવવા સૂચના આપવામાં આવી છે. એટલે કે દરેક વક્તા મોદી સરકારની વિવિધ ક્ષેત્રોની ઉપલબ્ધિઓ ગણાવશે.

Advertisement

શું હશે વિપક્ષના મુદ્દા?
વિપક્ષના નેતા મુખ્યત્વે મણિપુર હિંસાના બહાને મહિલાઓ સામે વધી રહેલી હિંસા, કેન્દ્રીય તપાસ એજન્સીઓનો રાજકીય ઉપયોગ, રાજ્ય સરકારો સામે વિપક્ષ શાસિત રાજ્યોમાં રાજ્યપાલોનું નકારાત્મક વલણ અને દેશમાં સાંપ્રદાયિક સદભાવના સતત બગાડના કથિત મુદ્દાને ઘેરશે. આવામાં તમામની નજર ખાસ કરીને રાહુલ ગાંધીના ભાષણ પર રહેશે.

ઉલ્લેખનીય છે કે, 2019માં રાહુલ ગાંધી દ્વારા તેમની મોદી સરનેમ અંગે આપવામાં આવેલા નિવેદનને કારણે 24 માર્ચે તેમની સંસદની સદસ્યતા રદ કરવામાં આવી હતી. જોકે સુપ્રીમ કોર્ટે સજા પર સ્ટે મૂક્યા બાદ સોમવારે તેમનું સભ્યપદ પુનઃસ્થાપિત કરવામાં આવ્યું હતું. હવે તેઓ ફરી એકવાર ગૃહમાં પોતાના પક્ષનો પક્ષ રજૂ કરશે

Advertisement

Tags :
Advertisement

.