Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Dahod : ફિલ્મી સ્ટાઇલમાં ઝડપાયાં 51 ગુના આચરનારી કુખ્યાત ગેંગના 8 આરોપી! આઠ ગુનાનો ભેદ ઊકેલાયો

રાજ્યનાં અલગ-અલગ જિલ્લાઓમાં ઘરફોડ ચોરી કરનાર દાહોદ (Dahod) જિલ્લાની કુખ્યાત અને 51 ગુનામાં સંડોવાયેલી ગેંગનાં 8 આરોપીની પોલીસે ધરપકડ કરી છે અને સાથે જ 8 ગુનાનો ભેદ પણ ઊકેલી કાઢ્યો છે. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રૂપિયા અને હથિયાર જપ્ત કર્યા...
dahod   ફિલ્મી સ્ટાઇલમાં ઝડપાયાં 51 ગુના આચરનારી કુખ્યાત ગેંગના 8 આરોપી  આઠ ગુનાનો ભેદ ઊકેલાયો

રાજ્યનાં અલગ-અલગ જિલ્લાઓમાં ઘરફોડ ચોરી કરનાર દાહોદ (Dahod) જિલ્લાની કુખ્યાત અને 51 ગુનામાં સંડોવાયેલી ગેંગનાં 8 આરોપીની પોલીસે ધરપકડ કરી છે અને સાથે જ 8 ગુનાનો ભેદ પણ ઊકેલી કાઢ્યો છે. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રૂપિયા અને હથિયાર જપ્ત કર્યા છે. આ મામલે દાહોદ પોલીસે (Dahod Police) આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

બાતમીના આધારે વોચ ગોઠવી પોલીસે આરોપીઓ ઝડપી પાડ્યાં

પ્રાપ્ત અહેવાલ અનુસાર, દાહોદ LCB ની ટીમ નાસ્તા ફરતા આરોપીની શોધમાં લીમખેડા (Limkheda) વિસ્તારમાં નીકળી હતી. દરમિયાન, પોલીસને બાતમી મળી હતી કે, અગાઉ અનેક ગુનાઓમાં સંડોવાયેલો સોમલા કટારા તેના અન્ય સાગરિતો સાથે ઇકો કારમાં ગોધરા તરફથી આવી રહ્યો છે. આ બાતમીના આધારે એલસીબી પોલીસની ટીમે વોચ ગોઠવી હતી. દરમિયાન, કંબોઇ ચોકડી (Kamboi Chowk) પાસે બાતમી વાળી અને શંકાસ્પદ કાર આવતા પોલીસે તેને રોકવા માટે ઈશારો કર્યો હતો. પરંતુ, ચાલકે કાર ભગાવવાનો પ્રયાસ કર્યો. જો કે, પોલીસેની ટીમે પોલીસવાનને રસ્તા વચ્ચે ઊભી રાખી આડશ કરી આરોપીઓની કારને રોકી હતી.

Advertisement

અલગ-અલગ જિલ્લાના 8 ગુનાનો ભેદ ઉકેલાયો

ઇકો કારની તપાસ કરતા તેમાંથી રોકડ રૂપિયા તેમ જ ઘરફોડ ચોરી માટે વપરાતું ખતરિયું નામનું હથિયાર મળી આવ્યું હતું. પોલીસે કારમાં બેસેલા 8 આરોપીઓની અટકાયત કરી હતી અને તેમની પૂછપરછ કરતા અલગ-અલગ જિલ્લામાં સ્કૂલ, મકાન અને દુકાનોમાં ઘરફોડ ચોરીની હોવાનું આરોપીઓએ કબૂલ્યું હતું. આ સાથે અલગ-અલગ જિલ્લાનાં 8 ગુનાનો ભેદ પણ ઉકેલાયો હતો. LCB ની ટીમે 8 ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી રૂ.26,500 રોકડા પણ કબ્જે કર્યા હતા. આ મામલે પોલીસે (Dahod Police) આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

અહેવાલ : સાબીર ભાભોર, દાહોદ

Advertisement

આ પણ વાંચો - Gir Somnath : સોસાયટીમાં 3 દિવસથી ભરાયેલા વરસાદી પાણીમાં 2 યુવક ડૂબ્યાં, થયું મોત

આ પણ વાંચો - Harsh Sanghvi : સુરત, દ્વારકા, ખેડામાં પોલીસનું મેગા ઓપરેશન! ઇન્દોર સ્ટેડિયમમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી

આ પણ વાંચો - Godhra : બાંગ્લાદેશના હિંસક આંદોલનમાં 22 થી વધુ ગુજરાતી વિદ્યાર્થીઓ ફસાયા

Tags :
Advertisement

.