Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અમદાવાદનાં ઓઢવ વિસ્તારમાં ક્રાઈમ બ્રાંચે દરોડા પાડીને દારૂનું કટિંગ ઝડપી પાડ્યું, 2 આરોપીઓ ઝડપાયા

અહેવાલઃ પ્રદિપ કચીયા, અમદાવાદ અમદાવાદ શહેરમાંથી ફરી એક વાર દારૂનું કટિંગ ઝડપાયું છે.ક્રાઈમબ્રાંચે લાખોના દારૂના જથ્થા સાથે બે આરોપીઓની ધરપકડ કરી. મહારાષ્ટ્રથી દારૂ લાવીને અમદાવાદમાં અલગ અલગ જગ્યાઓ પર બુટલગરોને પહોંચાડવાના હતા.જોકે બુટલેગર પાસે દારૂ પહોંચે તે પહેલા જ ક્રાઈમ...
અમદાવાદનાં ઓઢવ વિસ્તારમાં ક્રાઈમ બ્રાંચે દરોડા પાડીને દારૂનું કટિંગ ઝડપી પાડ્યું  2 આરોપીઓ ઝડપાયા

અહેવાલઃ પ્રદિપ કચીયા, અમદાવાદ

Advertisement

અમદાવાદ શહેરમાંથી ફરી એક વાર દારૂનું કટિંગ ઝડપાયું છે.ક્રાઈમબ્રાંચે લાખોના દારૂના જથ્થા સાથે બે આરોપીઓની ધરપકડ કરી. મહારાષ્ટ્રથી દારૂ લાવીને અમદાવાદમાં અલગ અલગ જગ્યાઓ પર બુટલગરોને પહોંચાડવાના હતા.જોકે બુટલેગર પાસે દારૂ પહોંચે તે પહેલા જ ક્રાઈમ બ્રાંચે આરોપીઓને ઝડપી લીધા. અમદાવાદ શહેરની ફરતે બનાવેલો રિંગ રોડ જાણે કે અન્ય રાજ્યોમાંથી દારૂ લાવીને તેનું કટિંગ કરી બુટલેગરો સુધી પહોંચાવડાનું સેન્ટર બની ગયું છે.ત્યારે અમદાવાદનાં ઓઢવ વિસ્તારમાં ક્રાઈમ બ્રાંચે દરોડા પાડીને દારૂનું કટિંગ ઝડપી પાડ્યું છે.ક્રાઈમ બ્રાંચને મળેલી બાતમીના આધારે ઓઢવ રિંગ રોડ પર આવેલા શ્રી રામ એસ્ટેટમાં ગોકુલ સ્ટીલમાં દરોડા પાડી કંન્ટેનરમાંથી દારૂનું કટિંગ કરતા રંગેહાથ બે આરોપી ધરપકડ કરી છે.જેમાં 16.97 લાખથી વધુની કિંમતની દારૂની 4488 બોટલો કબ્જે કરાઇ..

Advertisement

ક્રાઇમ બ્રાન્ચનાં PI એ.ડી.પરમારે જણાવ્યુ હતું કે પકડાયેલ આરોપી પૂછપરછ કરતા સામે આવ્યું છે કે વહેલી સવારે આ દારૂ મહારાષ્ટ્રથી અમદાવાદમાં લાવીને તેનું કટિંગ કરવામાં આવી રહ્યું હતું.આ મામલે ક્રાઈમ બ્રાંચે વસ્ત્રાલના ગોવિંદ રાવત તેમજ બાપુનગરનાં ઈમરાનખાન પઠાણ નામનાં બે આરોપીઓને ઝડપી પાડ્યા છે.આરોપીઓની પૂછપરછ કરતા ભાગી જનાર બુટલેગર ફુરકાન મિર્ઝાએ તેના પરિચિત પાસેથી આ દારૂ મંગાવ્યો હોવાની હકિકત સામે આવી છે. પકડાયેલો ટ્રક કપડવંજ તરફથી આવવાનો હોવાથી ગોવિંદ રાવર તેમજ ફુરકાનબેગ મિર્ઝા એક્સેસ લઈને કુહા ગામ ખાતેથી પાયલોટીંગ કરીને ઓઢવ શ્રી રામ એસ્ટેટ સુધી લાવ્યા હતા.

Advertisement

આ દારૂનો જથ્થો ફુરકાનબેગ મિર્ઝા, ગોવિંદ રાવત તેમજ ઈમરાન પહેલવાનને લેવાનો હતો. પકડાયેલો ઈમરાનખાન પઠાણ પોતે ઈમરાન પહેલવાનનો માણસ હોય તેના કહેવાથી દારૂનો જથ્થો લેવા આવ્યો હતો. તેમજ ટ્રક ડ્રાઈવર પોલીસ આવે તે પહેલા જ ક્યાંક જતો રહ્યો હતો.છેલ્લા એક વર્ષથી મહારાષ્ટ્ર માંથી દારૂનો જથ્થો ટ્રકથી અમદાવાદ લાવીને અલગ અલગ બુટલેગરોને દારૂ પહોંચાડતા હતા..એટલે અન્ય કેટલા બુટલેગર સંડોવાયેલા છે જેને લઈ તપાસ શરૂ કરી છે..ત્યારે પકડાયેલ આરોપી ગોવિંદ રાવત અગાઉ 2014માં ઓઢવમાં ઈંગ્લીશ દારૂના કેસમાં તેમજ અમરાઈવાડીમાં મારામારીનાં બે ગુનામાં ઝડપાયો હોવાનું સામે આવ્યું છે..ઝડપાયેલા બન્ને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી બે દિવસનાં રિમાન્ડ મેળવી વધુ તપાસ શરૂ કરી છે..

Tags :
Advertisement

.