યુરોપના દેશોમાં ખત્મ થઈ રહ્યો છે કોરોના વાયરસ, જલ્દી મળશે મહામારીમાંથી મુક્તિ: WHO
કોરોના વાયરસ યુરોપિયન
દેશોમાં તેના છેલ્લા તબક્કામાં પ્રવેશી ગયો છે.એટલેકે ત્રીજી લહેર ખત્મ થવા પર છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન(WHO)ના યુરોપ ઓફિસના ડાયરેક્ટર ડૉ. હંસ ક્લુગે આ માહિતી આપી હતી. ડૉ કલુગે જણાવ્યુ છે કે, યુરોપ હવે કોરોના મહામારી
(કોવિડ સીઝફાયર) સામે નિર્ણાયક યુદ્ધ જીતવાની નજીક આવી રહ્યું છે. આ વાયરસના કારણે
મૃત્યુનો ગ્રાફ હવે નોંધપાત્ર રીતે ઘટી રહ્યો છે.
WHOના યુરોપ ઓફિસના ડાયરેક્ટર ડૉ. હંસ
ક્લુગેએ મીડિયા બ્રીફિંગમાં કહ્યું, 'યુરોપિયન દેશો
પાસે એકમાત્ર તક છે અને ત્રણ પરિબળો છે જે કોરોના સામે નિર્ણાયક વિજય તરફ દોરી શકે
છે. જો તમામ પગલાં લેવામાં આવે તો કોરોના કાબૂમાં આવી શકે છે.'' તેમણે કહ્યું,
'પ્રથમ પરિબળ રસીકરણને કારણે ઘણા લોકોમાં રોગપ્રતિકારક શક્તિ વધી છે. બીજું પરિબળ ઉનાળાની ઋતુમાં
વાયરસના ચેપને ફેલાવવાની ક્ષમતામાં ઘટાડો છે. ત્રીજું પરિબળ ઓમિક્રોન વેરિયન્ટની
સામાન્ય અસર છે.
યુરોપના
દેશોમાં આવનાર દિવસોમાં ઠંડી ઓછી થઈ રહી છે ત્યારે ગરમીનું પ્રમાણ વધવાની સાથે જ
કોરોનાનું સંક્રમણ ઘટશે. WHOના યુરોપના ડાયરેક્ટર ડૉ. ક્લુગે
કહ્યું, 'આવતા થોડા મહિનામાં યુરોપમાં કોરોનાથી છૂટકારો મળી શકે છે. લાંબા ગાળે, કોવિડ મહામારી
ફરી સંક્રમણની શક્યતા ઓછી છે, કારણ કે મોટાભાગની વસ્તીએ કોવિડ સામે
રોગપ્રતિકારક શક્તિ વિકસાવી છે. જો કોરોનાનું અન્ય વેરિયન્ટ બહાર આવશે તો પણ તેની અસર યુરોપિયન દેશો પર ઓછી પડશે, પરંતુ તેના માટે જરૂરી શરત એ છે કે કોરોનાનું સંક્રમણ ઘટી રહ્યું છે
ત્યારે આ સમયમાં આપણે રસીકરણને ખૂબ જ ઝડપથી આગળ ધપાવીએ.
બ્રિટનમાં પ્રતિબંધો હટાવાયા
બ્રિટન અને ડેનમાર્ક સહિત સમગ્ર
યુરોપના ઘણા દેશોએ તેમના લગભગ તમામ કોરોના વાયરસ માટે લગાવવામાં આવેલા પ્રતિબંધો હવે
હટાવવામાં આવી રહ્યા છે, એમ કહીને કે
ઓમિક્રોનની પીક
પૂર્ણ થઈ ગઈ છે. ત્યારે , સ્પેન સહિત ઘણા દેશો કોવિડ પ્રતિબંધોને
દૂર કરવા પર વિચાર કરી રહ્યા છે. ગત સપ્તાહમાં, ઇંગ્લેન્ડે પણ લગભગ
તમામ સ્થાનિક પ્રતિબંધો દૂર કરી દીધા હતા અને હવે સમગ્ર દેશમાં માસ્ક પહેરવાનું ફરજિયાત નથી.
યુકેમાં ક્યાંય જવા માટે હવે વેક્સિન પાસની જરૂર નથી અને હવે વર્ક ફ્રોમ હોમની
જરૂરિયાત પણ દૂર કરવામાં આવી છે. માત્ર હવે કોવિડ પોઝિટિવ લોકો માટે પોતાને અલગ
રાખવાની જવાબદારી છે.