Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

બીમાર મનમોહન સિંહને સંસદમાં લાવવાને ભાજપે ગણાવી કોંગ્રેસની સનક, તો કોંગ્રેસે આપ્યો કંઇક આવો જવાબ

સોમવારે રાજ્યસભામાં દિલ્હી સર્વિસ બિલને લઈને હોબાળો થયો હતો, જેમાં એનડીએ ગઠબંધનનો વિજય થયો હતો. ત્યારે પણ INDIAના નામે એકજૂથ થયેલા ગઠબંધને પોતાની પૂરી તાકાત લગાવી દીધી હતી. એનડીએના 131 મતો સામે તેમને 102 મત મળ્યા હતા, પરંતુ કોંગ્રેસે મતદાનમાં...
બીમાર મનમોહન સિંહને સંસદમાં લાવવાને ભાજપે ગણાવી કોંગ્રેસની સનક  તો કોંગ્રેસે આપ્યો કંઇક આવો જવાબ

સોમવારે રાજ્યસભામાં દિલ્હી સર્વિસ બિલને લઈને હોબાળો થયો હતો, જેમાં એનડીએ ગઠબંધનનો વિજય થયો હતો. ત્યારે પણ INDIAના નામે એકજૂથ થયેલા ગઠબંધને પોતાની પૂરી તાકાત લગાવી દીધી હતી. એનડીએના 131 મતો સામે તેમને 102 મત મળ્યા હતા, પરંતુ કોંગ્રેસે મતદાનમાં દરેક મત માટે સખત લડત આપી હતી. તેમણે સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરી રહેલા 90 વર્ષીય પૂર્વ પીએમ મનમોહન સિંહને પણ ગૃહમાં મતદાન કરવા આમંત્રણ આપ્યું હતું. સમગ્ર ચર્ચા અને મતદાન દરમિયાન મનમોહન સિંહ વ્હીલચેર પર બેઠેલા જોવા મળ્યા હતા. દરમિયાન આને લઈને રાજકારણ પણ શરૂ થઈ ગયું છે. મનમોહન સિંહની ઉંમર અને નાદુરસ્ત તબિયત છતા પણ ગૃહમાં બોલાવવા ભાજપે અમાનવીય ગણાવ્યા છે.

Advertisement

ભાજપે ટ્વીટ કરીને કહ્યું કે દેશ કોંગ્રેસની આ સનકને યાદ રાખશે.

ભાજપે ટ્વીટ કરીને કહ્યું કે દેશ કોંગ્રેસની આ સનકને યાદ રાખશે. ભાજપે ટ્વીટ કર્યું, 'કોંગ્રેસની આ સનક દેશ યાદ રાખશે! કોંગ્રેસે ભૂતપૂર્વ વડાપ્રધાનને મોડી રાત્રે ગૃહમાં વ્હીલચેર પર બેસાડીને આવી તબિયતમાં પણ રાખ્યા, તે પણ માત્ર તેમના બેઈમાન ગઠબંધનને જીવંત રાખવા માટે! બહુ શરમજનક!' આનો જવાબ આપતાં કોંગ્રેસે મનમોહન સિંહના આગમનને બંધારણના સન્માન સાથે જોડ્યું છે. કોંગ્રેસના પ્રવક્તા સુપ્રિયા શ્રીનાતે કહ્યું, "લોકશાહી માટે ડૉ. સાહેબનું આ સમર્પણ દર્શાવે છે કે તેમને દેશના બંધારણમાં કેટલો વિશ્વાસ છે."

Advertisement

શ્રીનેતે આ વાતને ભાજપના વરિષ્ઠ નેતાઓના સન્માન સાથે પણ જોડી છે. તેમણે લખ્યું, 'એ સમયે જ્યારે ભાજપે તેના વરિષ્ઠોને માનસિક કોમામાં મોકલી દીધા છે, ત્યારે મનમોહન સિંહ અમારા પ્રેરણા અને હિંમત છે. તમારા માસ્ટરને કહો કે કંઈક શીખે.' કોંગ્રેસ ઉપરાંત રાઘવ ચઢ્ઢાએ પણ મનમોહન સિંહના જોરદાર વખાણ કર્યા છે. રાઘવે લખ્યું, 'મનમોહન સિંહ રાજ્યસભામાં બ્લેક ઓર્ડિનન્સ વિરુદ્ધ અમારા માટે મશાલ બનીને બેઠા હતા. લોકશાહી અને બંધારણ પ્રત્યે તેમનું સમર્પણ આપણા માટે પ્રેરણારૂપ છે. અમે તેમના પ્રત્યે અમારું આદર અને કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ. આભાર સર!'

મનમોહન સિંહ ઉપરાંત બીમાર શિબુ સોરેન પણ હાજર હતા.

Advertisement

વાસ્તવમાં, વિપક્ષે રાજ્યસભામાં દિલ્હી સર્વિસિસ બિલને રોકવા માટે પૂરેપૂરી ફિલ્ડિંગ લગાવી દીધી હતી, પરંતુ તેમ છતાં તે NDA વિરુદ્ધ માત્ર 102 વોટ મેળવી શક્યું હતું. હાલમાં રાજ્યસભામાં 238 સાંસદો છે, જ્યારે 7 બેઠકો ખાલી છે. મનમોહન સિંહ ઉપરાંત ઝારખંડ મુક્તિ મોરચાના સંસ્થાપક શિબુ સોરેન પણ ખરાબ તબિયત હોવા છતાં ગૃહમાં આવ્યા હતા. જણાવી દઈએ કે બીજેડી અને વાયએસઆર કોંગ્રેસના સમર્થનને કારણે બીજેપીના નેતૃત્વમાં એનડીએને મોટી લીડ મળી છે. આ સિવાય ટીડીપીને પણ એક વોટ મળ્યો હતો. આ રીતે વિપક્ષની એકતા બાદ પણ ભાજપનો વિજય થયો હતો.

Tags :
Advertisement

.