Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મલ્લિકાર્જુન ખડગેના નામને 'વન નેશન, વન ઈલેક્શન' કમિટીમાં સામેલ ન કરવા સામે કોંગ્રેસનો વિરોધ

કોંગ્રેસ અને અન્ય વિપક્ષી પાર્ટીઓએ રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેના નામને 'વન નેશન, વન ઈલેક્શન' કમિટીમાં સામેલ ન કરવા સામે વાંધો ઉઠાવ્યો છે. તેમજ કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખીને આ સમિતિનો ભાગ બનવાનો ઇનકાર...
મલ્લિકાર્જુન ખડગેના નામને  વન નેશન  વન ઈલેક્શન  કમિટીમાં સામેલ ન કરવા સામે કોંગ્રેસનો વિરોધ

કોંગ્રેસ અને અન્ય વિપક્ષી પાર્ટીઓએ રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેના નામને 'વન નેશન, વન ઈલેક્શન' કમિટીમાં સામેલ ન કરવા સામે વાંધો ઉઠાવ્યો છે. તેમજ કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખીને આ સમિતિનો ભાગ બનવાનો ઇનકાર કર્યો છે.

Advertisement

કેન્દ્ર સરકારે 'એક રાષ્ટ્ર, એક ચૂંટણી'ની સંભાવનાઓને ચકાસવા 8 સભ્યોની સમિતિની રચના કરી છે. જેના પ્રમુખ પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ હશે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરી, રાજ્યસભાના ભૂતપૂર્વ સાંસદ ગુલામ નબી આઝાદ અને અન્યોને આ સમિતિમાં સભ્યો તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

મલ્લિકાર્જુન ખડગેના નામની ગેરહાજરીથી કોંગ્રેસ નારાજ છે

Advertisement

કોંગ્રેસના નેતા કેસી વેણુગોપાલે આ સમિતિમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નામનો સમાવેશ ન કરવા સામે વાંધો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે અમે માનીએ છીએ કે 'એક રાષ્ટ્ર, એક ચૂંટણી' પરની ઉચ્ચ સ્તરીય સમિતિ સંસદીય લોકતંત્રને નષ્ટ કરવાના પ્રયાસ સિવાય બીજું કંઈ નથી. ત્યાં

કેસી વેણુગોપાલે સોશિયલ મીડિયા સાઇટ પર પોસ્ટ કર્યું સંસદનું અપમાન કરતા ભાજપે રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખરગેની જગ્યાએ એક પૂર્વ વિપક્ષ નેતા ગુલામનબી આઝાને સમિતિમાં શામેલ કર્યા છે

Advertisement

"તેઓ કૌભાંડો, બેરોજગારી, મોંઘવારી અને અન્ય મુદ્દાઓ પરથી ધ્યાન હટાવવા માટે યુક્તિઓ રચે છે. પછી, બાબતોને વધુ ખરાબ કરવા માટે, તેઓ વિરોધીઓને બાકાત કરીને આ સમિતિના સંતુલનને ખોરવી નાંખે છે

ભાજપ પર નિશાન સાધ્યું

તેમણે આગળ પ્રશ્ન પૂછ્યો કે, "મલ્લિકાર્જુન ખડગેની હકાલપટ્ટી પાછળનું કારણ શું છે? શું કોઈ નેતા જે આટલી સામાન્ય પૃષ્ઠભૂમિમાંથી આવે છે અને ભારતની સૌથી જૂની પાર્ટીના ટોચના પદ પર પહોંચી શકે છે અને ઉચ્ચ ગૃહમાં સમગ્ર વિપક્ષનું નેતૃત્વ કરે છે, આ અસુવિધાજનક છે,ભાજપ-આરએસએસ માટે?"

અધીર રંજન ચૌધરીએ આમંત્રણ ફગાવી દીધું

આ સિવાય કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ આ સમિતિનો ભાગ બનવાના આમંત્રણને ફગાવી દેતાં પત્રમાં લખ્યું છે કે, "મને આ સમિતિમાં કામ કરવાનો ઇનકાર કરવામાં કોઈ સંકોચ નથી. મને ડર છે કે આ સંપૂર્ણ છેતરપિંડી છે. "રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેનું નામ પણ આમાં સામેલ નથી. આ સંસદીય લોકશાહીની વ્યવસ્થાનું અપમાન છે."

Tags :
Advertisement

.