Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દુનિયાના આ દેશે ચંદ્ર પર પાણીની શોધ કરી બતાવી, Chandrayaan-1 એ કરી મદદ

ChangE5 Mission: ચંદ્રની માટી માંથી પાણીના પુરાવાઓ મળી આવ્યા છે. China ના વૈજ્ઞાનિક ChangE5 Mission દરમિયાન ચંદ્ર પરથી અમુક માટી પોતાની સાથે લઈને આવ્યા હતાં. ત્યારે આ માટીનું અવલોકન કરતા માલૂમ પડ્યું છે કે, તેમાં પાણીના લક્ષણો મરી આવ્યા છે....
દુનિયાના આ દેશે ચંદ્ર પર પાણીની શોધ કરી બતાવી  chandrayaan 1 એ કરી મદદ

ChangE5 Mission: ચંદ્રની માટી માંથી પાણીના પુરાવાઓ મળી આવ્યા છે. China ના વૈજ્ઞાનિક ChangE5 Mission દરમિયાન ચંદ્ર પરથી અમુક માટી પોતાની સાથે લઈને આવ્યા હતાં. ત્યારે આ માટીનું અવલોકન કરતા માલૂમ પડ્યું છે કે, તેમાં પાણીના લક્ષણો મરી આવ્યા છે. તો આ પહેલીવાર છે કે, કોઈ દેશે ચંદ્ર પર પાણી હોવાના પુરાવાઓ મળી આવ્યા છે. તે ઉપરાંત એ પણ માલૂમ પડ્યું છે કે, ચંદ્ર પર માનવ જીવન શક્ય છે.

Advertisement

  • અવકાશયાત્રીઓ ચંદ્ર પરથી માટી લઈને ઘરતી પર આવ્યા

  • 40 વર્ષ પછી જૂની માન્યતા સંપૂર્ણપણે નાશ પામી છે

  • સંશોધન નેચર એસ્ટ્રોનોમી મેગેઝીનમાં પ્રકાશિત કરવામાં આવ્યું

China એ વર્ષ 2020 દરમિયાન ChangE5 Mission શરૂ કર્યું હતું. ત્યારે ChangE5 Mission દરમિયાન ચંદ્રની માટીને ધરતી પર લાવવાનો ઉદ્દેશ નક્કી કરવામાં આવ્યો હતો. જોકે દરેક વૈજ્ઞાનિક સંસ્થાઓએ જાહેર કર્યું છે કે, ચંદ્ર પરની જમીન સુખી અને કઠણ છે. પરંતુ ChangE5 Mission બાદ એ સાબિત થયું છે કે, ચંદ્ર પર બરફ ઉપરાંત અન્ય રીતે પણ પાણીના પુરાવો મળી આવ્યા છે. જોકે દશકો પહેલા Apollo Mission દરમિયાન અમેરિકાના અવકાશયાત્રીઓ ચંદ્ર પરથી માટી લઈને ઘરતી પર આવ્યા હતાં.

40 વર્ષ પછી જૂની માન્યતા સંપૂર્ણપણે નાશ પામી છે

Advertisement

ત્યારે અમેરિકાની Space Agency NASA એ જણાવ્યું હતું કે, જે માટીનું અવલોકન કરવમાં આવ્યું છે, તેના પરથી સાબિત થયા છે કે ચંદ્રની જમીન રેતાળ અને સુખી છે. ત્યારે NASA એ કહ્યું હતું કે ચંદ્રની સપાટી પર પાણીની અછત છે. જોકે, પાછળથી જેમ જેમ ટેક્નોલોજીનો વિકાસ થયો, આ ધારણાને પડકારવામાં આવી. અને હવે 40 વર્ષ પછી આ માન્યતા સંપૂર્ણપણે નાશ પામી છે. હવે સ્પષ્ટ છે કે ચંદ્રની જમીનમાં પાણી છે.

સંશોધન નેચર એસ્ટ્રોનોમી મેગેઝીનમાં પ્રકાશિત કરવામાં આવ્યું

ChangE5 Mission દ્વારા China એ 2020 માં ચંદ્ર પરથી માટીના નમૂના લીધા હતાં. આ નમૂનાઓ એપોલો અને સોવિયેત લુના Mission દ્વારા એકત્રિત કરાયેલા નમૂનાઓ કરતાં વધુ ઊંચાઈએથી લેવામાં આવ્યા હતાં. બેઇજિંગ નેશનલ લેબોરેટરી ફોર કન્ડેન્સ્ડ મેટર ફિઝિક્સ અને ઈન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિક્સ ઓફ ધ ચાઈનીઝ એકેડમી ઓફ સાયન્સ (CAS) ના વૈજ્ઞાનિકોએ આ અંગે સંશોધન કર્યું અને સ્પષ્ટ કર્યું કે ચંદ્રની જમીનમાં પાણી છે. આ સંશોધન નેચર એસ્ટ્રોનોમી મેગેઝીનમાં 16 જુલાઈના રોજ પ્રકાશિત કરવામાં આવ્યું છે.

Advertisement

આ પણ વાંચો: Apollo MG1: નાસાએ દુનિયામાં ચિંતા વ્યક્ત કરી, વિશાળ Asteroid ટકરાશે ઘરતી સાથે!

Tags :
Advertisement

.