Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દિવસભરનો થાક ઉતારવા ચીફ જસ્ટીસ ચંદ્રચૂડે સુપ્રીમ કોર્ટના સાથી ન્યાયાધીશો સાથે લીધો ગરમા-ગરમ કોફીનો આનંદ

દિવસભરની મહેનત પછી, ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડ અને સર્વોચ્ચ અદાલતના અન્ય કેટલાક ન્યાયાધીશોએ ગરમ કોફીનો આનંદ માણ્યો હતો..ન્યાયમૂર્તિ ચંદ્રચૂડે ગુરુવારે સર્વોચ્ચ અદાલતના પરિસરમાં અન્ય ન્યાયાધિશો સાથે એક કેફેટેરિયાની મુલાકાત લીધી હતી. ચીફ જસ્ટીસ ઓફ ઇન્ડિયાએ સુપ્રીમ કોર્ટના અન્ય ન્યાયાધીશો...
દિવસભરનો થાક ઉતારવા ચીફ જસ્ટીસ ચંદ્રચૂડે સુપ્રીમ કોર્ટના સાથી ન્યાયાધીશો સાથે લીધો ગરમા ગરમ કોફીનો આનંદ

દિવસભરની મહેનત પછી, ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડ અને સર્વોચ્ચ અદાલતના અન્ય કેટલાક ન્યાયાધીશોએ ગરમ કોફીનો આનંદ માણ્યો હતો..ન્યાયમૂર્તિ ચંદ્રચૂડે ગુરુવારે સર્વોચ્ચ અદાલતના પરિસરમાં અન્ય ન્યાયાધિશો સાથે એક કેફેટેરિયાની મુલાકાત લીધી હતી.

Advertisement

ચીફ જસ્ટીસ ઓફ ઇન્ડિયાએ સુપ્રીમ કોર્ટના અન્ય ન્યાયાધીશો સાથે મળીને દિવસભરની મેરેથોન સુનાવણી અને સંવૈધાનિક પીઠની બેઠક બાદ સુપ્રીમ કોર્ટના કાફેટેરિયામાં એક કપ કોફીનો આનંદ લીધો હતો.. માનનીય ચીફ જસ્ટીસ ઓફ ઇન્ડિયાએ એસસીબીએ ના કાર્યકારી સદસ્યો સાથે મુલાકાત કરી અને તેમની સાથે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી

જસ્ટિસ ચંદ્રચુડ, જસ્ટિસ હૃષિકેશ રોય, જસ્ટિસ પીએસ નરસિમ્હા, જસ્ટિસ પંકજ મિથલ અને જસ્ટિસ મનોજ મિશ્રાની બનેલી પાંચ જજોની બંધારણીય બેન્ચે ગુરુવારે એ અરજીઓ પર સૂનાવણી કરી હતી, જેમાં એ સવાલનો જવાબ મેળવવાનો હતો કે શું કોઇ સાર્વજનિક નિયોકતા પરીક્ષા પ્રક્રિયા દરમ્યાન નિયોજન નિયમોને બદલી શકે છે

Advertisement

Tags :
Advertisement

.