Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ઓલપાડના ડભારી દરિયા કિનારેથી ૧૩.૫૬ લાખની કિમતનું ચરસ મળી આવ્યું

સુરતના ઓલપાડ ડભારી દરિયા કિનારેથી ચરસનો જથ્થો મળી આવતા ચકચાર મચી જવા પામી હતી, પોલીસે ઘટના સ્થળેથી જઈને બિન વારસી હાલતમાં રહેલો ૯ કિલો અને ૪૦ ગ્રામ ચરસનો જથ્થો જપ્ત કર્યો છે અને આ સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરુ કર્યો...
02:29 PM Sep 12, 2023 IST | Vishal Dave
સુરતના ઓલપાડ ડભારી દરિયા કિનારેથી ચરસનો જથ્થો મળી આવતા ચકચાર મચી જવા પામી હતી, પોલીસે ઘટના સ્થળેથી જઈને બિન વારસી હાલતમાં રહેલો ૯ કિલો અને ૪૦ ગ્રામ ચરસનો જથ્થો જપ્ત કર્યો છે અને આ સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરુ કર્યો છે
સુરત શહેર અને જિલ્લામાંથી અવાર નવાર ડ્રગ્સ અને ચરસના જથ્થા સાથે ઇસમોને ઝડપી પાડી પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે,  ત્યારે સુરતના ઓલપાડ સ્થિત ડભારી દરિયા કિનારેથી ચરસનો જથ્થો મળી આવ્યો છે, ઓલપાડના ડભારી દરિયા કિનારે આવેલા ખોડીયાર માતાના મંદિર નજીક એક મીણીયા કોથળામાં ચરસનો જથ્થો મળી આવ્યો હતો, બનાવની જાણ પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોચ્યો હતો, પોલીસે એફએસએલની મદદથી તપાસ કરતા આ પ્રતિબંધિત ચરસ હોવાનું બહાર આવ્યું હતું,
પોલીસને એક બ્લ્યુ કલરના પ્લાસ્ટીકના મીણીયા કોથળામાં પેકિંગ હાલતમાં ૯ પ્લાસ્ટીકના પેકેટ મળી આવ્યા હતા, એફએસએલની ટીમને બોલાવી તપાસ કરાવતા આ પ્રતિબંધિત ચરસ હોવાનું બહાર આવ્યું હતું પોલીસે ૧૩.૫૬ લાખની કિમતનું ૯ કિલો અને ૪૦ ગ્રામ ચરસનો જથ્થો કબ્જે કર્યો હતો.. આ સમગ્ર મામલે ઓલપાડ પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે અને આ ચરસનો જથ્થો તણાઈને આવ્યો છે કે પછી અહિયાં કોઈએ સંતાડી રાખ્યો છે તે સમગ્ર બાબતોને લઈને તપાસનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો છે.
Tags :
Allpadcharasdabhari beachworth
Next Article