મૃત્યુની પણ ઉત્સવની જેમ ઉજવણી, 103 વર્ષના દાદીની વાજતે-ગાજતે નીકળી અંતિમ યાત્રા
અહેવાલઃ ઉદય જાદવ, સુરત
સુરત જિલ્લામાં એક વૃદ્ધ મહિલાના મરણને મહોત્સવ માફક ઉજવામાં આવ્યું હતુ.ઓલપાડ તાલુકાના કરંજ ગામે કુંભારવાડ વિસ્તારમાં રહેતા લાડ પરિવારના 103 વર્ષની ઉમર ધરાવતા દિવાળી બેન ખુશાલભાઈ લાડનું નિધન થતાં તેઓની અંતિમ યાત્રા વાજતે ગાજતે કાઢવામાં આવી હતી,મૃતક દાદીની ઈચ્છા મુજબ DJના તાલે પરિવારે અંતિમ યાત્રા કાઢી હતી, આ અંતિમ યાત્રામાં બહોળી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા.મૃતક 103 વર્ષીય મહિલાને સંતાનમાં 7 દીકરા અને 3 દીકરીઓ છે, આ પરિવાર ખેતી સાથે જોડાયેલો છે.
બા ને ફકત પગમાં જ તકલીફ હતી
ગુજરાત ફર્સ્ટ સાથેની ટેલીફોનીક વાતચીતમાં મૃતક મહિલાના પુત્ર રમેશ ભાઈએ જણાવ્યું હતું મારા બા ને ફ્કત પગમાં જ તકલીફ હતી તેમને ઉભુ થવું હોય તો કોઈનો સહારો લેવો પડતો હતો બાકી અન્ય કોઈ બીમારી હતી નહિ અને ભાઈ બહેન 10 છીએ તેઓ ઘરકામ અને ખેતીનું કામ કરતા હતા.લાંબા સમય સુધી અમે બધા ભેગા જ રહ્યા છીએ, મારા બા ની ઈચ્છા હતી કે મારી અંતિમ યાત્રા જાહજલાલીથી નીકળે જેથી તેઓની ઈચ્છા મુજબ વાજતે ગાજતે અમે અંતિમ યાત્રા કાઢી હતી.
દિવાળી બા ખૂબ જ માયાળુ હતા - પૂર્વ ધારાસભ્ય
ઓલપાડ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય અને કરજ ગામના વતની કિરીટ પટેલએ ગુજરાત ફર્સ્ટ સાથેની ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે લાડ પરિવારના દિવાળી બા ને હું ખૂબ સારી રીતે જાણું છું તે ખૂબ જ શાંત સ્વભાવના હતા અને માયાળુ હતું. પરિવારનું ગુજરાન ચલાવવા તેઓએ ખૂબ જ મહેનત કરી છે,તેઓ પોતાની મહેનત પર વધુ વિશ્વાસ રાખતા.ભગવાન તેમના આત્માને શાંતિ આપે એજ પ્રાર્થના