Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Tesla In India : ભારતમાં આવી રહી છે ટેસ્લાની ટીમ, ફેકટરી માટે શોધશે જમીન

Tesla in India: અમેરિકન ઇલેક્ટ્રિક કાર ઉત્પાદક ટેસ્લા (Tesla Plant) ભારતમાં મોટું રોકાણ કરવાની યોજના બનાવી રહી છે. ફાઈનાન્સિયલ ટાઈમ્સના એક અહેવાલ અનુસાર એલન મસ્કે (Elon Musk) ભારતમાં લગભગ 3 અબજ ડોલર (2 અબજ 50 કરોડ 28 લાખ 68 હજાર...
tesla in india   ભારતમાં આવી રહી છે ટેસ્લાની ટીમ  ફેકટરી માટે શોધશે જમીન

Tesla in India: અમેરિકન ઇલેક્ટ્રિક કાર ઉત્પાદક ટેસ્લા (Tesla Plant) ભારતમાં મોટું રોકાણ કરવાની યોજના બનાવી રહી છે. ફાઈનાન્સિયલ ટાઈમ્સના એક અહેવાલ અનુસાર એલન મસ્કે (Elon Musk) ભારતમાં લગભગ 3 અબજ ડોલર (2 અબજ 50 કરોડ 28 લાખ 68 હજાર 500 રૂપિયા)ની ફેક્ટરી સ્થાપવાની યોજના તૈયાર કરી છે. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ટેસ્લાની ટીમ એપ્રિલના અંતમાં ફેક્ટરી (Factory) માટે જમીન શોધવા માટે ભારત આવવાની છે.

Advertisement

ટેસ્લાના આ પગલા પાછળ ઘણા કારણો હોઈ શકે છે

ટેસ્લાના મુખ્ય બજારો અમેરિકા અને ચીનમાં ઇલેક્ટ્રિક વાહનોની માંગ ઘટી છે અને સ્પર્ધા પણ વધી રહી છે. આ કારણે, કંપનીએ પ્રથમ ત્રિમાસિક ગાળામાં ડિલિવરીમાં ઘટાડાનો સામનો કરવો પડ્યો છે. ભારતમાં ઇલેક્ટ્રિક વાહનોનું બજાર ઝડપથી વધી રહ્યું છે. સરકારે 2030 સુધીમાં 30 ટકા કારને ઈલેક્ટ્રિક બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે.

Advertisement

સરકારી નીતિઓ

ભારત સરકારે તાજેતરમાં કેટલાક ઇલેક્ટ્રિક વાહનો પરના આયાત કરમાં ઘટાડો કર્યો છે, જો કે કંપનીઓ ભારતમાં ઉત્પાદન શરૂ કરે અને રોકાણ કરે તેવી શરત રાખવામાં આવી છે. ટેસ્લા માટે આ એક મોટું પ્રોત્સાહન છે. મળતી માહિતી અનુસાર ટેસ્લા મહારાષ્ટ્ર, ગુજરાત અને તમિલનાડુ જેવા રાજ્યો પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે જ્યાં ઓટોમોટિવ હબ પહેલેથી અસ્તિત્વમાં છે.

Advertisement

ભારતમાં ટેસ્લાના પ્રવેશની શું અસર થશે?

વિશ્લેષકો માને છે કે ટેસ્લાના ભારતમાં પ્રવેશથી ઘણા ફાયદા થશે. ટેસ્લાનું આગમન અન્ય કંપનીઓને પણ ભારતમાં ઇલેક્ટ્રિક વાહનોમાં રોકાણ કરવા માટે પ્રોત્સાહિત કરી શકે છે. ટેસ્લા તેના વાહનો માટે સ્થાનિક ઓટો પાર્ટ્સ ઉત્પાદકો પાસેથી માલ ખરીદશે, જેનાથી તેમને ફાયદો થશે. ટેસ્લાનો પ્લાન્ટ હજારો લોકોને રોજગાર આપશે.

ટેસ્લા અને ભારત સરકાર વચ્ચે વાતચીત

ટેસ્લાના અધિકારીઓ છેલ્લા એક વર્ષથી સરકારી અધિકારીઓ સાથે વાતચીત કરી રહ્યા છે. જૂનમાં મસ્ક વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. કંપનીએ ગયા વર્ષે જૂલાઈમાં કહ્યું હતું કે તે 24,000 ડોલરની કિંમતની ઇલેક્ટ્રિક કાર બનાવવા માટે ભારતમાં ફેક્ટરી સ્થાપવામાં રસ ધરાવે છે. ટેસ્લાનો ભારતમાં પ્રવેશ કરવાનો નિર્ણય ભારતીય ઇલેક્ટ્રિક વાહન બજાર માટે એક મોટું પગલું હશે. આનાથી માત્ર રોકાણ અને રોજગારીની તકો વધશે નહીં, પરંતુ ઇલેક્ટ્રિક વાહન ઉત્પાદનના ક્ષેત્રમાં ભારતને વૈશ્વિક હબ બનવામાં પણ મદદ મળશે.

આ પણ  વાંચો - India Economy : ભારતીય અર્થવ્યવસ્થા 7.5 ટકાના દરથી વધશે : World Bank

આ પણ  વાંચો - Gold Price Today : સોના અને ચાંદીમાં થયો જોરદાર ઉછાળો, રોકાણ કારો થયા માલામાલ

આ પણ  વાંચો - EPFO એ PF સંબંધિત આ નિયમો બદલ્યા, કર્મચારીઓને થશે ફાયદો…

Tags :
Advertisement

.