Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

STOCK MARKET : મોદી 3.0 શપથગ્રહણ બાદ સેન્સેક્સ એ 77 હજારની ટોચ વટાવી, ત્યાર બાદ કડડભૂસ

Stock Market : ભારતીય શેરબજાર(Stock Market)માં સોમવારે પોઝિટીવ નોટ પર ખુલ્યા બાદ સ્થાનિક શેરબજારે તેનો પ્રારંભિક લાભ ગુમાવ્યો છે. સવારે 10 વાગ્યે બીએસઈ સેન્સેક્સ 104.25 પોઈન્ટના ઘટાડા સાથે 76589.11ના સ્તરે ટ્રેડ થતો જોવા મળ્યો હતો. એ જ રીતે NSE નિફ્ટી...
stock market   મોદી 3 0 શપથગ્રહણ બાદ સેન્સેક્સ એ 77 હજારની ટોચ વટાવી  ત્યાર બાદ કડડભૂસ

Stock Market : ભારતીય શેરબજાર(Stock Market)માં સોમવારે પોઝિટીવ નોટ પર ખુલ્યા બાદ સ્થાનિક શેરબજારે તેનો પ્રારંભિક લાભ ગુમાવ્યો છે. સવારે 10 વાગ્યે બીએસઈ સેન્સેક્સ 104.25 પોઈન્ટના ઘટાડા સાથે 76589.11ના સ્તરે ટ્રેડ થતો જોવા મળ્યો હતો. એ જ રીતે NSE નિફ્ટી પણ 17.8 પોઈન્ટ ઘટીને 23272.35 પોઈન્ટની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો. અગાઉ, નવી સરકારની રચનાના સકારાત્મક સંકેતો લેતા, સોમવારે (10 જૂન 2024) સ્થાનિક શેરબજાર ઉછાળા સાથે ખુલ્યું હતું. બેંક નિફ્ટી ખુલતાની સાથે જ 50,252.95ની ટોચે પહોંચી ગયો છે.

Advertisement

Advertisement

શેરબજારમાં તેજી

Bombay Stock Exchange એટલે કે બીએસઈનો ઈન્ડેક્સ સેન્સેક્સ સવારે 9.16 વાગ્યે 350.64 પોઈન્ટના વધારા સાથે 77,044.00 ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. એ જ રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જનો બેન્ચમાર્ક નિફ્ટી પણ 110.55 પોઈન્ટના ઉછાળા સાથે 23,400.70ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. નિફ્ટી બેન્કમાં પણ જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો હતો. નિફ્ટી બેન્ક પણ 280.85 પોઈન્ટના ઉછાળા સાથે 50,084.05ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.

Advertisement

કેવું રહ્યું માર્કેટ ઓપનિંગ?

આજે બજારની શરૂઆત ઓલ ટાઈમ હાઈ પર થઈ હતી અને સેન્સેક્સ 155 .5  પોઈન્ટ અથવા 0.20  ટકાના ઘટાડા  સાથે 76,537  પર હતો, જે તેની નવી રેકોર્ડ હાઈ છે. જ્યારે NSEનો નિફ્ટી 30 .00 (0.13  ટકા)ના ઘટાડા સાથે 23,259  પર ખુલ્યો હતો.

શરૂઆતના ધંધામાં ઉતાર-ચઢાવ

સોમવારે પોઝિટીવ નોટ પર ખુલ્યા બાદ સ્થાનિક શેરબજારે તીવ્ર ડાઇવ લીધી હતી. સવારે 9.40 વાગ્યે BSE સેન્સેક્સ 124.1 પોઈન્ટ ઘટીને 76569.26 પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો. એ જ રીતે NSE નિફ્ટી પણ 17.8 પોઈન્ટ ઘટીને 23272.35 પોઈન્ટની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર ઉપલબ્ધ કામચલાઉ ડેટા અનુસાર, વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs) એ જૂન 07, 2024ના રોજ રૂ. 4,391.02 કરોડના શેર ખરીદ્યા હતા, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DII) એ રૂ. 1,289.75 કરોડના શેરનું વેચાણ કર્યું હતું.

આ શેરોમાં વધુ મુવમેન્ટ જોવા મળી રહી છે

મની કંટ્રોલ અનુસાર, નિફ્ટી પર, અદાણી પોર્ટ્સ, પાવર ગ્રીડ કોર્પ, બજાજ ઓટો, કોલ ઈન્ડિયા અને શ્રીરામ ફાઈનાન્સ મોટા ફાયદા સાથે ટ્રેડ થતા જોવા મળ્યા હતા, જ્યારે ટેક મહિન્દ્રા, ઈન્ફોસીસ, ડૉ. રેડ્ડીઝ લેબ્સ, એલટીઆઈમિન્ડટ્રી અને હિન્દાલ્કો હારમાં હતા. આઇટી અને મેટલ સિવાય અન્ય તમામ ક્ષેત્રીય સૂચકાંકો લીલા નિશાનમાં છે. NSE એ 10 જૂન, 2024 ના રોજ F&O માં બલરામપુર ચીની મિલ્સ, SAIL, Zee Entertainment Enterprises નો સમાવેશ કર્યો છે.

આ પણ  વાંચો- Gold Prices: આ દેશના કારણે સસ્તુ થયું સોનું,એક દિવસમાં આટલા ઘટ્યા ભાવ

આ પણ  વાંચો- Mumbai Airport: એર ટ્રાફિક કંટ્રોલની ઘોર બેદરકારીએ 300 મુસાફરોના જીવ તાળવે ચોટાડી દીધા!

આ પણ  વાંચો- Share Market Highlights: Sensex માં સતત બીજા દિવસે જૂન મહિનાનો રોકોર્ડ બ્રેક ઉછાળો નોંધાયો

Tags :
Advertisement

.