Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

SHARE MARKET: શરેબજારમાં તેજી, સેન્સેક્સ-નિફ્ટી નવા રેકોર્ડ નવી ઊંચાઈએ

SHARE MARKET: મેઘ મહેરની જેમ શેરબજાર(SHARE MARKET)ના રોકાણકારો પર તેજીની મહેર જોવા મળી છે. આજે સેન્સેક્સ અને નિફ્ટી આકર્ષક ઉછાળા સાથે ફરી ઓલટાઈમ હાઈ થયા છે. સેન્સેક્સ 996.17 પોઈન્ટ ઉછળી 80893.51 થયો છે. નિફ્ટી પણ 24500નું લેવલ ક્રોસ કરી 24592.20ની...
share market  શરેબજારમાં તેજી  સેન્સેક્સ નિફ્ટી નવા રેકોર્ડ નવી ઊંચાઈએ

SHARE MARKET: મેઘ મહેરની જેમ શેરબજાર(SHARE MARKET)ના રોકાણકારો પર તેજીની મહેર જોવા મળી છે. આજે સેન્સેક્સ અને નિફ્ટી આકર્ષક ઉછાળા સાથે ફરી ઓલટાઈમ હાઈ થયા છે. સેન્સેક્સ 996.17 પોઈન્ટ ઉછળી 80893.51 થયો છે. નિફ્ટી પણ 24500નું લેવલ ક્રોસ કરી 24592.20ની ઐતિહાસિક સપાટી નોંધાવી છે.એફએમસીજી, મીડકેપ, ટેક્નોલોજી શેર્સમાં ઉછાળાના પગલે સેન્સેક્સ અને નિફ્ટી તેજી તરફ આગેકૂચ કરતાં નજરે ચડ્યા છે. સેન્સેક્સ સવારે ખૂલતાંની સાથે જ 397.35 પોઈન્ટના ઉછળ્યો હતો. રોકાણકારોની મૂડી રૂ. 2.75 લાખ કરોડ વધી છે.

Advertisement

 સેન્સેક્સ 752.13 પોઈન્ટ ઉછળી 80949.47 પર ટ્રેડ થઈ રહ્યો હતો. નિફ્ટી 231.75 પોઈન્ટ ઉછળી 24547.70 પર ટ્રેડ થઈ રહ્યો હતો. મીડકેપ સેગમેન્ટમાં બુલિશ ટ્રેન્ડ જળવાઈ રહ્યો છે. સતત પાંચમા ટ્રેડિંગ સેશનમાં મીડકેપ નવી રેકોર્ડ ટોચ નોંધાવી છે.

આ સેક્ટર્સના શેર્સમાં ઉછાળો

વરસાદ સારો રહેવાના સંકેત સાથે ગ્રામીણ માગ વધવાનો આશાવાદ છે. જેના પગલે એફએમસીજી અને ઓટો શેર્સમાં ખરીદી વધી છે. એનર્જી, એફએમસીજી, આઈટી, ટેક્નોલોજી ઈન્ડેક્સ1 સર્વોચ્ચ ટોચ નોંધાવી છે

Advertisement

આ શેરો આજે ફોકસમાં રહેશે

સપ્તાહના છેલ્લા સત્રમાં આજે આરસીએફ સ્ટોક ફોકસમાં રહેશે. કંપનીના બોર્ડે રૂ. 515 કરોડના પરચેઝ ઓર્ડરને મંજૂરી આપી છે. કંપનીની પેટાકંપની RCF થાઈ માટે ખરીદ ઓર્ડર મંજૂર કરવામાં આવ્યો છે. આ સિવાય TCS પર પણ ફોકસ રહેશે. કંપનીએ ગુરુવારે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળાના પરિણામો જાહેર કર્યા છે. પ્રથમ ક્વાર્ટરમાં કંપનીનો સંકલિત ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 8.7 ટકા વધીને રૂ. 12,040 કરોડ થયો છે. એપ્રિલ-જૂન 2024 ક્વાર્ટરના નાણાકીય પરિણામો જાહેર કરતી વખતે, TCSએ જણાવ્યું હતું કે સમીક્ષા હેઠળના સમયગાળા દરમિયાન તેની આવક 5.4 ટકા વધીને રૂ. 62,613 કરોડ થઈ છે.

આ પણ  વાંચો  - લીલા નિશાન પર ખુલેલા શેરબજારમાં બંધ થતા રોકાણકારોના જીવ અધ્ધર, Sensex માં 27.43 પોઈન્ટનો ઘટાડો

Advertisement

આ પણ  વાંચો  - Union budget: બજેટ પહેલા PM મોદીની નીતિ આયોગ અને અર્થશાસ્ત્રીઓ સાથે બેઠક

આ પણ  વાંચો  - SHARE MARKET: શેરબજારમાં હરિયાળી, IT અને ઓટોમાં ઉછાળો

Tags :
Advertisement

.