Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

SHARE MARKET: શેરબજારમાં ખૂલતાની સાથે તેજી, સેન્સેકમાં આટલા પોઈન્ટનો ઉછાળો

SHARE MARKET: ભારતીય શેરબજાર (SHARE MARKET )સપ્તાહના બીજા દિવસે એટલે કે મંગળવારેના રોજ તેજી સાથે ઓપન થયું છે. BSEનો સેન્સેક્સ 183. પોઈન્ટના વધારા સાથે 80,144 પર ખુલ્યો હતો. જ્યારે NSEનો નિફ્ટી 44 પોઈન્ટના વધારા સાથે 24,365 પર ખુલ્યો છે. શેરબજાર...
share market  શેરબજારમાં ખૂલતાની સાથે તેજી  સેન્સેકમાં આટલા પોઈન્ટનો ઉછાળો

SHARE MARKET: ભારતીય શેરબજાર (SHARE MARKET )સપ્તાહના બીજા દિવસે એટલે કે મંગળવારેના રોજ તેજી સાથે ઓપન થયું છે. BSEનો સેન્સેક્સ 183. પોઈન્ટના વધારા સાથે 80,144 પર ખુલ્યો હતો. જ્યારે NSEનો નિફ્ટી 44 પોઈન્ટના વધારા સાથે 24,365 પર ખુલ્યો છે.

Advertisement

શેરબજાર તેજી  સાથે ખુલ્યું

ગઈકાલના ઘટાડા બાદ આજે શેરબજાર લીલા રંગમાં ખુલ્યું હતું. વૈશ્વિક બજારોમાંથી મળેલા મજબૂત સંકેતોને કારણે બજાર શરૂઆતના વેપારમાં મજબૂતી બતાવી રહ્યું છે. BSE સેન્સેક્સ 163.67 પોઈન્ટ વધીને 80,124.05 પર ખુલ્યો હતો. આ રીતે સેન્સેક્સ ફરી એકવાર 80 હજારને પાર કરી ગયો છે. તે જ સમયે, NSE નિફ્ટી 30.45 પોઈન્ટ વધીને 24,351.00 પોઈન્ટ પર પહોંચી ગયો છે. શેર પર નજર કરીએ તો મારુતિ, ITC, KOTAKBANK, LT, INDUSINDBK, POWERGRID અને SBIમાં મજબૂતી જોવા મળી રહી છે. ફાર્મા, આઈટી અને બેન્કિંગ શેરોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. તમને જણાવી દઈએ કે બજેટનું કાઉન્ટડાઉન શરૂ થયા બાદ બજારમાં એકદમ સપાટ કારોબાર જોવા મળી રહ્યો છે. એ વાત સાચી છે કે સ્ટોક સ્પેસિફિક એક્શન ચોક્કસપણે જોવા મળી રહી છે.

Advertisement

આ કંપનીઓના શેરમાં ઉછાળો

સેન્સેક્સમાં લિસ્ટેડ કંપનીઓમાં મારુતિ સુઝુકી ઇન્ડિયા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટાઇટન, અદાણી પોર્ટ્સ, ટાટા મોટર્સ, લાર્સન એન્ડ ટુબ્રો, એચડીએફસી બેંક અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના શેરમાં સૌથી વધુ વધારો થયો હતો. હિન્દુસ્તાન યુનિલિવર, ટેક મહિન્દ્રા, એક્સિસ બેંક અને ઈન્ફોસિસના શેર ખોટમાં હતા. એશિયન બજારોમાં ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ અને હોંગકોંગનો હેંગસેંગ નુકસાનમાં હતો જ્યારે દક્ષિણ કોરિયાનો કોસ્પી અને જાપાનનો નિક્કી નફામાં હતો.

ક્રૂડ તેલ મંદી

સોમવારે યુએસ બજારો સકારાત્મક નોંધ પર બંધ થયા હતા. ગ્લોબલ ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ 0.28 ટકા ઘટીને US$85.51 પ્રતિ બેરલ પર ટ્રેડ કરી રહ્યાં છે. શેરબજારના ડેટા અનુસાર, વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) સોમવારે મૂડીબજારમાં ખરીદદાર રહ્યા હતા અને તેમણે રૂ. 60.98 કરોડના શેરની ખરીદી કરી હતી.

Advertisement

આ પણ વાંચો  - RBI એ વધુ બે NBFC ના લાઈસન્સ કર્યા રદ,ખાતું હોય તો આ રીતે …

આ પણ વાંચો  - Agriculture: ‘ખેતી છે તો જગતનું સંચાલન છે’ દેશમાં ખરીફ પાકના વાવેતરમાં 14.10 ટકાનો વધારો

આ પણ વાંચો  - Budget 2024: દેશમાં આયુષ્માન ભારત યોજનાની કવરેજ મર્યાદા થઈ શકે છે બમણી

Tags :
Advertisement

.