Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

RBI એ આ બેંકનું લાયસન્સ કર્યું રદ્દ, ગ્રહકો મુશ્કેલીમાં મુકાયા

RBI: રિઝર્વએ બેન્ક ઓફ ઈન્ડિયા(RBI)એ દેશની મધ્યસ્થ બેંકે ઉત્તર પ્રદેશના ગાઝીપુર સ્થિત પૂર્વાંચલ કો-ઓપરેટિવ બેંકનું લાઇસન્સ રદ કર્યું છે. કેન્દ્રીય બેંકે સોમવારે જણાવ્યું હતું કે પૂર્વાંચલ કો-ઓપરેટિવ બેંક પાસે પૂરતી મૂડી અને આવકની સંભાવના નથી. આરબીઆઈએ નિવેદનમાં જણાવ્યું હતું કે...
rbi એ આ બેંકનું લાયસન્સ કર્યું રદ્દ  ગ્રહકો મુશ્કેલીમાં મુકાયા

RBI: રિઝર્વએ બેન્ક ઓફ ઈન્ડિયા(RBI)એ દેશની મધ્યસ્થ બેંકે ઉત્તર પ્રદેશના ગાઝીપુર સ્થિત પૂર્વાંચલ કો-ઓપરેટિવ બેંકનું લાઇસન્સ રદ કર્યું છે. કેન્દ્રીય બેંકે સોમવારે જણાવ્યું હતું કે પૂર્વાંચલ કો-ઓપરેટિવ બેંક પાસે પૂરતી મૂડી અને આવકની સંભાવના નથી. આરબીઆઈએ નિવેદનમાં જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશના કો-ઓપરેશન કમિશનર અને કો-ઓપરેટિવ સોસાયટીઝના રજિસ્ટ્રારને બેંકને બંધ કરવા અને લિક્વિડેટરની નિમણૂક કરવાનો આદેશ આપવા માટે કહેવામાં આવ્યું છે.

Advertisement

માત્ર રૂ. 5 લાખ સુધી મેળવવા માટે હકદાર

મળતી માહિતીઅનુસાર લિક્વિડેશન હેઠળ દરેક થાપણદાર ડિપોઝિટ ઇન્સ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન (DICGC) પાસેથી માત્ર 5 લાખ રૂપિયા સુધીની તેમની થાપણો મેળવવા માટે હકદાર હશે. આરબીઆઈએ કહ્યું કે પૂર્વાંચલ કોઓપરેટિવ બેંકના ડેટા મુજબ, લગભગ 99.51 ટકા થાપણદારો તેમની સંપૂર્ણ થાપણો DICGC પાસેથી મેળવવા માટે હકદાર છે.

બેંક પાસે પૂરતી મૂડી અને કમાણીની સંભાવના નથી

કેન્દ્રીય બેંકે કહ્યું કે સહકારી બેંક તેની વર્તમાન નાણાકીય સ્થિતિ સાથે તેના વર્તમાન થાપણદારોને સંપૂર્ણ ચૂકવણી કરવામાં અસમર્થ છે. આરબીઆઈએ કહ્યું કે બેંક પાસે પર્યાપ્ત મૂડી અને આવકની સંભાવના નથી. જો બેંકને બેંકિંગ વ્યવસાયને આગળ ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવે તો જાહેર હિત પર તેની વિપરીત અસર પડશે.ભારતીય રિઝર્વ બેંક સમયાંતરે સહકારી બેંકોની સમીક્ષા કરતી રહે છે. આરબીઆઈ આ બેંકો સામે કોઈ મોટી ખામી જણાયા બાદ કાર્યવાહી કરે છે. આ પહેલા પણ કેટલીક બેંકો સામે કાર્યવાહી કરવામાં આવી છે, તેમના બેંક લાયસન્સ રદ કરવામાં આવ્યા છે.

Advertisement

આ પણ  વાંચો - Budget માં નોકરીઓ અંગે થશે મોટી જાહેરાત? જાણો બજેટમાં શું હશે ખાસ

આ પણ  વાંચો - Gold and Silver : સોનું 1 લાખને પાર કરશે? આ કારણોથી સોનું વધુ ચમકશે

Advertisement

આ પણ  વાંચો - સપ્તાહમાં શેરબજારના અંતિમ દિવસે રોકાણકારો માલામાલ થયા, Sensex 182 પોઈન્ટ

Tags :
Advertisement

.